Abtak Media Google News

પીપીએફ અને એનએસસી સહિતની તમામ નાની બચત યોજનાઓનાં દાવા માટેની પ્રક્રિયા સરળ બનતા વારસદારોને રાહત

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓને વિભાગેમોટી રાહત આપી છે. પોસ્ટ ડિપાર્ટમેન્ટે દશભરના પોસ્ટ ઓફીસનાં અધિકારીઓને નિર્દેશ આપ્યો છેકે, પીપીએફ, એનએસસી અને કેવીપી સહિતની તમામ નાની બચત યોજનાનો કલેઈમ સ્વીકારવા માટે હવે તમામ સબુતોની મોજુદની જરૂરી રહેશે નહી. એટલે કે ફિઝીકલ પ્રેઝેન્સની આવશ્યકતા રહેશે નહિ વારસદારો જરૂરી અમુક ડોકયુમેન્ટ બનાવી પણ રકમનો દાવો કરી શકશે.

આ માટે પોસ્ટ વિભાગ દ્વારા જણાવાયું છેકે, રકમના દાવા માટ ઓળખાણ પત્ર અને એડ્રેસ પ્રુફ કેવાયસી માસ્ટર ર્સ્કયુલર દ્વારા નકકી કરાયેલા ફોર્મેટમાં હોવુંજોઈએ.વારસદારની સહી સાથેનું સેલ્ફ અટેસ્ટેડ આઈડી પ્રુફ અને એડ્રેસ પ્રુફ તેમજ કલેઈમ ડોકયુમેન્ટસ છે તો પોસ્ટ ઓફીસ દાવાની રકમ સ્વીકાર કરવાથી મનાઈ ફરમાવી શકે નહી.

ઉલ્લેખનીય છે કે મૃત વ્યકિતના પીપીએફ અથવા અન્ય નાની બચત યોજનાના દાવાને લઈને વારસદારો પાસેથી ઘણી ફરિયાદો ઉઠી રહી હતી જેના પગલે પોસ્ટ વિભાગે આ નિર્ણય કર્યો છે. નવા ર્સ્કયુલર અનુસાર, વારસદારો હવે, નોમીનેશન અને લીગલ એવિડન્સના આધારે વધુમાં વદુ પાંચ લાખ રૂપીયાનો દાવો કરી શકશે જયારે દાવાની રકમ પાંચ લાખ રૂપીયાથી વધુ હશે. તો વારસદારે કોર્ટ પાસેથી સકસેસન સર્ટિફીકેટ મેળવવાનું રહેશે અને ત્યારબાદ આ સર્ટિફીકેટનાં આધારે કલેઈમ કરી શકશે.

પબ્લીક પ્રોવિંડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફીકેટ સહિતની નાની બચત યોજનાઓના કલેઈમ માટે અગાઉથી જ વારસદાર તરીકે રર્જીસ્ટડ હશે તો કોઈ લીગલ એવિડન્સ પ્રોસેસની પણ હવે જરૂર રહેશે નહી. માત્ર મૃત વ્યકિતના ડેથ સર્ટિફીકેટના આધારે પણ વારસદાર દાવો કરી શકશો.

જયારે વ્યકિતએ પાંચ લાખ રૂપીયા સુધીની રકમનો દાવો કરેલો હોય અને નોમીનેશન કે લિગલ એવિડન્સના હોય તેવા કેસમાં વ્યકિત રોકાણકર્તાના મૃત્યુના છ મહિના બાદ વારસદારનું નામ પોસ્ટ ઓફીસમાં નોંધાવી શકે છે. જેની માટે રોકાણકર્તાના મૃત્યુનું સર્ટિફીકેટ, પાસબુક, ડીપોઝીટની રીસીપ, એફીડેવીટ ફોર્મ ૧૩, ફોર્મ-૧૪ અને ફોર્મ ૧૫ વારસદારે રજૂ કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.