ગુજરાતીઓમાં વોટ્સએપની ઘેલછા!

120

ઉઠતાવેંત વોટ્સએપ જોઇને જ લોકોનો દિવસ ઉગે છે

જેવી રીતે ચરસીને ગાંજા વિના ચાલતું નથી એવી રીતે લોકોને સોશિયલ મિડિયા અને ખાસ તો વોટસએપ વિના ચાલતુ નથી ગુજરાતમાં દર ૧૦ માંથી ૭ લોકો ઉઠતાવેંત મોબાઇલમાં વોટસએપનું બંધાણ ધરાવે છે. એક અભ્યાસ મુજબ સામે આવ્યું ર૧ થી ૩૦ વર્ષની વયના પપ ટકા લોકોએ સ્વીકાર્યુ કે તેઓ દિવસમાં સાત કલાકથી વધુ સમય ઓનલાઇન પસાર કરે છે.

અભ્યાસકર્તા ડો. પ્રિયંકા શર્માએ જણાવ્યું હતું કે સોશિયલ મીડીયાના અતિશય ઉપયોગથી ૧૪ ટકા લોકોને માનસીક તણાવ અને ચિંતા અનુભવે છે. ત્યારે ર૧ ટકા લોકોને મુડ સ્વીંગ થાય છે. કેટલાકને નિયમીતપળે મોબાઇલ ચેક કરવાનું વ્યસન થઇ ચુકયું છે.

ગુજરાતમાં વોટસએપ સૌથી વધુ પ્રચલીત અને પસંદગીનું માઘ્યમ બન્યું છે. ત્યારબાદ ફેસબુક, હાઇક, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર ક્રમસાર લોકપ્રિયતા ધરાવે છે. અને છેલ્લા કેટલાક સમયથી સેલ્ફીના ક્રેઝે ઉપાડો લીધો છે. ર૧ થી ૩૦ ની ઉમ્રના ૪ર ટકા લોકો રોજેરોજ સેલ્ફી લઇને સોશિયલ મિડિયા ઉપર શેર કરે છે.

અભ્યાસમાં ૪૦૦ પુરૂષો અને પ૧૧ મહિલાઓએ સ્વીકાર્યુ કે તેઓ રોજે ત્રણ થી પાંચ સેલ્ફી લે છે.

અમદાવાદના ડો. હંસલ જણાવે છે કે ગુજરાતીઓને બ્રશ કર્યા પહેલા કોપી પેસ્ટ અને ગુડ મોનીંગ આવે છે. સોશિયલ મિડીયાનું વ્યસન ખુબ જ હાનિકારક છે. લોકોને કોઇપણ કારણ વિના બેચેની અને એકલતા અનુભાવાય તેનું કારણ મોબાઇલ ફોન જ છે. લોકો મોબાઇલના એટલા ભોગી બની ચુકયા છે કે તેઓ પોતાની નિંદ્રામાં પણ કોમ્પ્રોમાઇઝ કરે છે.

વોટસએપ વધુ ‘આકર્ષણ’ લાવ્યું: અવનવા ફિચરર્સથી સજજ!

દરેકનું પ્રિય માઘ્યમ વોટસએપ આ દિવાળી ઉપર વધુ ‘આકર્ષક’ફિચરો અને સુવિધાઓ સાથે સજજ બન્યું છે. દિન-પ્રતિદિન વોટસએપનો વપરાશ અને લોકપ્રિયતા વધી રહી છે. ત્યારે વોટસએપ વધુ ચોકકસ બનતા વધુ લોકોને તેના વ્યસનમાં ડુબાડવાની તૈયારી કરી ચુકયું છે.

આ વર્ષે વોટસએપમાં ફેક ન્યુઝના નિવારણથી લઇને, ગ્રુપ વિડીયો કોલ, ડિલીટ ફોર એવરીવન સ્ટીકર સપોર્ટ અને પેમેન્ટ ઓશન જેવા કેટલાક ફિચરો આવ્યા છે. ત્યારે હવે વોટસએપે એન્ડ્રોઇડ યુઝરો માટે પ્રાઇવેટ રિપ્લાયના ફિચરનો ઉમેરો કર્યો છે.

જે ગ્રુપમાં રહેલા લોકોને તેનો મેસેજ ખાનગીમાં મોકલવાનો વિકલ્પ આપશે. એન્ડ્રોઇડ ડેટા ઓપ્શનના ઉપયોગથી તમે આ ફિચરનો ઉપયોગ કરી શકશો. તાજેતરમાં જ વોટસએપે સ્ટીકર્સ સપોર્ટીગ ફીચર ઉર્મેર્યુ છે લોકો ગુગલ પ્લે સ્ટોર પરથી વોટસએપ સ્ટીકર્સ ડાઉનલોડ પણ કરી શકે છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ યુઝરો માટે સાઇલન્ટ મોડ પણ રાખવામાં આવ્યો છે. જેમાં તમે મેસેજ સ્વીકારવા કે નહી તેના માટે મ્યુટનો વિકલ્પ મેળવી શકશે.

વેસેશન મોડ, લીંક એકાઉન્ટ, પિકચર ઇન પિકચર વિડીયો, સ્વાઇપ ટુ રિપ્લાય, જીયો ફોન માટે વોટસએપ, સ્ટેટસ ટેબમાં સર્ચ ઓપ્શન, નોટીફીકેશન એકસટેન્શન, વોટસએપ બેકઅપ મેસેજમાં ફેરફારો, ફોરવર્ડ મેસેજમાં ચેટબાંધણું વોટસએપ બિઝનેસ, અને ગ્રુપ વીડીયો, ફોન કોલ જેવા કેટલાક ફિચરોમાં વોટસએપે સુધારા ઉમેરા અને ફેરફારો કર્યા છે.

Loading...