Abtak Media Google News

ચોંકી ગયા ને ? પરંતુ આ સત્ય છે. અમદાવાદની સિવિલ કેન્સ હોસ્પિટલમાં સારવાર મેળવનાર એક વૃદ્વના મોઢામાં વાળ ઉગવા લાગ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. છેલ્લા પાંચેક મહિનાથી કેન્સર હોસ્પિટલમાં મોંઢાના કેન્સરની સારવાર લઇ રહેલાં ૬૦ વર્ષના વૃદ્વે તબીબોની બેદરકારીને કારણે ૩-૩ વખત ઓપરેશન કર્યા પછી પણ અસહ્ય પીડા વેઠવાનો વારો આવ્યો છે.

મધુસૂદન શુક્લ નામના આ વૃદ્વને મોઢાના ભાગે કેન્સર હોવાથી જડબા પાસેનો કેન્સરનો ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ઇન્ફેક્શન લાગતા રસી થઇ ગઇ હતી. આથી તેમનું ફરી ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઓપરેશનમાં ગળાની નીચે કરવામાં આવેલ હોલ ખૂલ્લો જ રહી ગયો હતો. આથી વૃદ્વને જે કાંઇ પણ પ્રવાહી આપવામાં  આવતું તે બહાર નીકળી જતું હતું. ડોક્ટરોને જણાવતાં તેમણે હોલ જાતે જ થોડા સમયમાં રુઝાઇ જશે તેમ કહી દીધું હતું હવે વૃદ્વને મોઢાની અંદરના ભાગમાં વાળ ઉગવા લાગતા તે બધી રીતે ફસાય ગયો છે આમ, આટ-આટલો સમય હોસ્પિટલમાં વિતાવ્યો, ૩ વખત ઓપરેશન પછી પણ વૃદ્વને હાલાકી જ ભોગવવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.