Abtak Media Google News

મહુવાના તલગાજરડામાં માનસ-ત્રિભુવનના બીજા દિવસે યોગઋષી બાબા રામદેવે કિર્તન ગાન સાથે ઉ૫સ્થ્તિ સૌને યોગ કરાવ્યા: વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહીને ભાવિકોએ કથાના શ્રવણ સાથે યોગ પણ કર્યા

મહુવાના તલગાજરડામાં માનસ, ત્રિભુવન ના આજના બીજા દિવસે પ્રારંભે બાબા રામદેવે કીર્તન ગાન સાથે યોગનો પ્રારંભ કર્યો તેમણે કહ્યુેં  કે પોતે પુજય બાપુનો શરણગતિમાં છે. પુજય બાપુને પ્રથમ વખત ઉજજૈનમાં કુંભમેળામાં રુબરુ મળવાનું બન્યું અને ત્યારપછી તેમના આશીર્વાદથી આ નાનો સાધુ યોગઋષિ બની ગયો. બાપુ મારા ગુરુ છે. બાપ છે. સખા છે. બાબાએ પંચ પ્રાણયાત્રાનું શિક્ષણ પ્રેકટીકલ આપ્યું.

ત્યારબાદ ઘ્યાન તેમ જ અન્ય રોજીંદા જીવનમાં ઉપયોગી આસનોનું પ્રેકટીકલી નિદર્શન આપ્યું. હનુમાન ચાલીસા અને મારૂતિ-સ્તુતી સાથે એકસરસાઇઝનું ઉત્તમ નિદર્શન આપીને શ્રોતાઓ દર્શકોને ભાવમગ્ન બનાવ્યા. તેમણે કહ્યું કે પોતે બાપુની આગળ પાછળ કોઇ વિશેષણ નથી લગાવતા કારણ કે તેમની પોતાની જે વિશેષતા અને જે કાંઇ વિશેષ છે એ બધું બાપુની કૃપા અને આશીર્વાદથી છે.

કથા પ્રારંભે શ્રી ભાગવત ઋષિજીનું મંચ પરથી અભિવાદન કરવામાં આવ્યું સુરતના દાનવીર લવજીભાઇ બાદશાહ, સવજીભાઇ ધોળકીયા, દિનેશભાઇ નારોલા, અમરીશભાઇ ડેર, બાબુભાઇ રામ વગેરેએ પુજય બાપુના આશિષ ગ્રહણ કર્યા. બાપુએ કહ્યું કે આજની રામકથાનાં આપણને ત્રિભુવની યોગના દર્શન થયાં. એક તો મુળ પતંજલીના યોગ સૂત્રને દેહસાત માત્ર નથી કર્યુ  પણ આત્મસાત કર્યુ છે. એવો એક સીંગીગ યોગી, સ્માઇલીંગ યોગી, ડાન્સીંગ યોગી, સ્ટેન્ડીંગ યોગી, સ્લીપીંગ યોગી બાબા રામદેવ આપણી સમક્ષ છે. બાપુએ કહ્યું કે બાબા જયારે મહિનો પસંદ કરીને કહેશે ત્યારે એમને કથા આપીશ.Img 20181029 Wa0002 1એક વૈશ્ર્વિક ચેતના જેનામાં ઉતરતી હોય એની વિનમ્રતા કેવી હોય એ આપણે સહુએ જોયું. અમારો તો વિશ્ર્વાસનો નાતો છે.એક પતંજલી યોગ, બીજો રૂદ્રાષ્ટકીય યોગ અને ત્રીજો હનુમંતીય યોગ એમ ત્રિભુવન યોગથી આપણને સભર કર્યા છે. બાપુએ બાબને સાધુવાદ ધન્યવાદ આપ્યા.

બાપુએ કહ્યું કે યોગ આ દેશનો પ્રાણ છે આપણે મનને નિરોગી કરે, શરીરને સુદ્રઢ કરે એવા યોગનો અનુભવ કર્યો. યોગીનો જે ઓમકાર ઘ્વનિ હતો એમાં યોગનું બળ હતું. યોગીની પરીક્ષા ન કરી શકીએ પણ એમના ઓમ કારના નાદથી ખબર પડે કે એની ઉંચાઇ કેટલી છે.

એવી જ રીતે ભજનાનંદીના મુખમાંથી જે રામ નીકળે તેનો ઘ્વનિ જુદો હોય. લોક સાહિત્ય કારના ગળામાંથી નીકળતો શબ્દ પણ કૈક જુદો હોય આ રામદેવ બાબા છે કે મહાદેવ તાંડવ કરી રહ્યા છે. એ નકકી નહોતું થતું. બાપુએ કહ્યું કે પોતે યોગ નથી કરી શકતા પણ પતંજલીની વસ્તુઓનો ઉપયોગ બહુ કરે છે.Img 20181029 Wa0009બાપુએ પોતાના દાદાગુરુના છેલ્લા સમયને યાદ કરી ભાવાર્થ બનીને કહ્યું કે દાદાનો અંતિમ સંદેશ એ હતો કે મેં જે કહ્યું છે તેને ગાજે અને ગાતા ગાતા એવી કક્ષા આવશે કે જયારે સ્વર, સુર, ગાનમાંથી જ યોગ સિઘ્ધ થઇ જશે. પુજય બાપુએ વિશ્ર્વ યોગદિવસને યાદ કરી વડાપ્રધાનને યાદ કર્યા પણ કહ્યું કે આ ઘટનામાં બહુ મોટું જળસિંચન  બાબાએ કર્યુ છે. દેશા સ્વાભિમાનની ઘ્વની ફરકતી રહે એ માટે આ સાધુ કામ કરે છે. અઘ્યાત્મક યાત્રા એકલાની છે યોગ તો હ્રદયની આરસપાતા છે. બાપુએ ઘોષણા કરી કે યોગ પીઠ સાથે સદા વ્યાસપીઠ સેવામાં  હશે.

તુલસીદાસજીને ટાંકીને બાપુએ કહ્યું કે તે યોગ કુયોગ છે. અને તે જ્ઞાન અજ્ઞાન છે જો રામ (પરમતત્વ) ના ચરણમાં પ્રેમ ન હોય બાબા રામદેવ પ્રેમાળ છે. પરમ તત્વમાં પ્રેમ ન હોય અને આંખોમાં કરુણા ન હોય તો કશું કામનું નથી.

અહિં કીડીની પણ ઓખાત ન રાખતા હોય એવા હાથીની વ્યાપાર કરવા બેઠા છે. આવી અનધિકાર ચેષ્ટા તરફ બાપુએ નારાજગી વ્યકત કરી બાપુએ કહ્યું કે બાબાએ બહુ પરિણામદાયી કામ કર્યુ છે. એટલે બાપુએ ગાયું કે ‘તુમ કો હમારી નજર લગ જાર્યે.Img 20181029 Wa0005કથાના કેન્દ્રીય બિંદુ પર આવતા બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ૧૮ વખત ત્રિભુવન શબ્દનો પ્રયોગ થયો છે અને એ પણ યોગ હશે કે કથા ૮૧૮મી છે. ત્રિભુવન શબ્દ અહીં પરમ મહાદેવ માટે થયો છે.

ભગવાન શિવ પાર્વતીજી ના અનુગ્રહથી કથા કરવા બેસે છે. અહીં પ્રથમ ચોપાઇમાં પાર્વતીજી શંકરને વિશ્ર્વાસ સાથે મમ નાથ કહે છે જેનો મહિમા ત્રિભુવનમાં છે. સાથે પાર્વતીજી શિવજીને ત્રિભુવન ગુરુ પણ કહે છે.

આપણી સંસ્કૃતિમાં ત્રણ વસ્તુઓ બહુ મહિમા છે. ‘ત્રિ’ આપણા માટે બહુ મહત્વનો ભાવ છે. ત્રણ ત્રણ વસ્તુનો બહુ મહિમા છે. ત્રિભુવન, ભગવાન શીવ પાસે ત્રિશુલ, ત્રિપુંડ, ત્રિલોચનએ શિવત્વનું પ્રતિક છે. ત્રિભુવનના ગુરુ છે. દેવ, દાનવ, માનવ એને ભજે છે. અને શિવ ત્રિગુણમતીત છે.Img 20181029 Wa0010 ભગવાનના ગુેરુ છે. દેવ, દાનવ,માનવ એને ભજે છે. અને વિશ ત્રિગુણતીત છે. ભગવાનના ચરણમાંથી નીકળેલી ગંગા શિવજીની જટામાં આવી. શૈલની  એમની ડાબી બાપુ બેઠી અને રામકથા રુપી ગંગા એમના મુખમાંથી પ્રકટ થઇ આમ શિવજી સાથે ત્રણ ગંગા જોડાયેલી છે. તંત્ર વિદ્યામાં ત્રિકોણનો અત્યંત મહિમા છે. ત્રિભુવન મારા માટે બધુ જ છે પણ ત્રિભુવન એટલે જયાં આકાશ પણ ટુંકુ પડે છે એવા પરમતત્વને નજરમાં રાખીને આપણે ચિંતન કરીએ.

આપણા શરીરમાં પંચપ્રાણ વાયુરુપે પ્રવૃતમાન હોય છે એ પાંચ પ્રાણનું સંતુવન હોય તો જ માણસ સારી રીતે જીવી શકે પંડીત રામકિકરજીને ટાંકીને બાપુએ કહ્યું કે, રામચરિત માનસ એક એવું કલ્યાણ મંચ કલેવર છે જેના પાંચ પ્રાણ છે. સીતાજી, ભરતજી, લક્ષ્મણજી, સુગ્રીવ અને રીંછ વાનરો આ પાંચ પ્રાણની રક્ષા હનુમાનજીએ કરી છે એટલે હનુમાનજી મહારાજ પ્રાણતત્વ છે.

બાપુએ વંદના પ્રકરણને આગળ વધારતા કહ્યું કે આપણામાં બુઘ્ધિ છે પણ શુઘ્ધબુધિધ નથી. પણ તપ, દાન અને યજ્ઞથી બુઘ્ધિની શુઘ્ધિ થાય માત્રા જાનકી ત્રણે છે. સીતાજીનું આનુ જીવન યજ્ઞ છે. સીતા દાન છે જીવંત દાન છે કારણ કે દીકરી દાન હોય અને સીતા જેવી તપસ્વી કોટ હોય? સીતા જીવંત તપ છે.

શાસ્ત્ર કહે છે કે યજ્ઞ, દાન અને તપથી બુઘ્ધિશુઘ્ધ થાય છે જાયુ કૃપા નિર્મલ જાતિ પાઉ આજના યુગનમાં બુઘ્ધિ નષ્ટ નથી થઇ પણ અમુક ક્ષેત્રમાં બુઘ્ધ ભ્રષ્ટ બરુ થઇ છે. એની શુઘ્ધિ મા જાનકીની કૃપાથી જ થઇ શકે. પછી પિતારુપ રામની વંદના થાય છે. વાણી યાને અર્થ જેમ દેખાય જુદા પણ તત્વન: એક જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.