Abtak Media Google News

લોકસભાની ચૂંટણી પહેલા રામમંદિર નિર્માણનો મુદો ઠંડો પાડીને મોદી સરકાર પરના દબાણને ઓછુ કરવાનો પ્રયાસ કરતુ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ નો પ્રયાસ

અયોધ્યામાં રામમદિરનો નિર્માણ શરૂ કરાવવાનો જશ લેવા વિવિધ હિન્દુ સંગઠ્ઠનોમાં દોડ લાગી છે. જયારે અત્યાર સુધી મોદી સરકાર પાસે રામમંદિર પર ખાસ ખરડો લાવવાની માંગ કરતા વિશ્વ હિન્દુ પરિષદે અચાનક પોતાના વલણમાં પલ્ટી મારીને લોકસભાની ચૂંટણી સુધી રામમંદિર આંદોલન રોકવાની જાહેરાત કરી હતી. જે બાદ, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સુપ્રિમો મોહન ભાગવતે ગઈકાલે નિવેદન કર્યું હતુ છે કે, સંઘ લોકસભાની ચૂંટણી બાદ રામમંદિરનું નિર્માણ શરૂ કરશે. કેન્દ્રમાં કોઈપણની સરકાર બને તો પણ નિર્માણ કાર્ય શરૂ કરાશે.

ઉતરાખંડની રાજધાની દહેરાદૂનમાં આયોજીત આરએસએસનાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતે રામમંદિર, ધાર્મિક ભેદભાવ અને જાતી આધારીત અનામત સંબંધી અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમ્યાન રામમંદિર અંગેનો પ્રશ્ન પૂછાતા તેમને જણાવ્યું હતુ કે કુંભમેળામાં હાલમાં યોજાયેલી ધર્મસંસદના નિર્ણય મુજબ રામમંદિરનું નિર્માણ થશે જ. આ અંગે સંઘના અન્ય એક નેતાએ જણાવ્યું હતુ કે ભાગવતજીએ કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી બાદ ગમે તેની સરકાર સત્તામાં આવે સંઘ ધર્મગૂરૂઓ સાથે મળીને રામમંદિર નિર્માણની કાર્યવાહી શરૂ કરશે.

સંઘના આ નેતાએ એમપણ જણાવ્યું હતુ કે ભાગવતે રામમંદિરના નિર્માણ માટે કોઈ તારીખો જાહેર નથી કરી પરંતુ સ્પષ્ટ કર્યું છે કે રામમંદિર અને ગૌરક્ષા જ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. અને તે ખૂબજ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં યોજાયેલી ધર્મસંસદમાં જણાવાયું હતુ કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દંભી બિનસાંપ્રદાયીકતા ધરાવતા રાજનૈતિક તત્વો એકઠા થઈ રહ્યા છે. પરંતુ સંત સમાજ રામ જન્મભૂમિ મુદાને રાજનૈતિક મુદામાં બદલવા નહી દે.

અનામતના મુદા પર મોહન ભાગવતે કહ્યું હતુ કે તેઓ તેમની સાથે છે પરંતુ અનામતનો લાભ પછાત સમાજના વ્યાપક હિસ્સાને મળવો જોઈએ એક સંઘના એક નેતાએ કહ્યું હતુ કે ભાગવતે જણાવ્યું હતુ કે સંઘ અનામતના વિરોધમાં નથી પરંતુ તેનો લાભ ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાયના આધાર પર આપવાના બદલે જરૂરીયાતમંદ લોકોને મળવો જોઈએ

રામમંદિરનો મુદો લોકસભાની ચૂંટણી સુધી શાંત કરવાનો સંઘ અને વિહપનો નિર્ણય ભાજપ માટે રાહતના સમાચાર સમાન છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં બિન વિવાદીત જમીન રામજન્મભૂમિ ન્યાસને પરત આપવા અરજી દાખલ કરીને સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે તે રામમંદિરના મુદા પર હજુ પણ ગંભીર છે. જે બાદ આવેલા વિહિપ અને સંઘના આ નિવેદનોથી ભાજપને થોડીક રાહત આપી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મામલે કહી ચૂકયા છે. કે જયાં સુધી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો નહી આવે ત્યાં સુધી અન્ય કોઈ વિકલ્પ પર વિચાર કરવામાં નહી આવે આ પહેલા સંઘ અને વિહપ આ મુદે મોદી સરકાર ખરડો લાવીને રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કરે તેવી માંગ કરી હતી. સંઘના મીડીયા હેડ અરૂણકુમારે જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજીથક્ષ સંત સમાજ સંતુષ્ઠ છે.તેમને વધુમાં જણાવ્યું હતુ કે આ મુદે જનજાગરણના કાર્યક્રમો ચાલુ રહેશે.

વિહપના પ્રવકતા વિનોદ બંસલે જણાવ્યું હતુ કે આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. કે લોકસભાની ચૂંટણી અને આચાર સંહિતાને ધ્યાનમાં લઈને રામમંદિર આંદોલનને રોકી દેવામાં આવે છે. તેમને સ્પષ્ટ કર્યું હતુ કે સંત સમાજ આવી સ્થિતિમાં કોઈ ટકરાવ ઈચ્છતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.