Abtak Media Google News

તમને આ વાત હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવી લાગશે પરંતુ યુ.એસ.ની પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી (એમઆઈટી)ના વૈજ્ઞાનિકોએ એક પાલક બનાવ્યું છે જે ઇમેઇલ કરવામાં સક્ષમ છે. નેનો ટેકનોલોજીની મદદથી એમઆઈટીના વૈજ્ઞાનિકોએ આ પાલકને ખૂબ જ ખાસ હેતુ માટે તૈયાર કર્યો છે. આ પાલક વિસ્ફોટકોને સૂંઘીને તેની ભાળ મેળવી શકશે.

આ પાલક વિસ્ફોટકો વિશેની માહિતી પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ વાયર વિના તેમની માહિતી વૈજ્ઞાનિકોને મોકલી શકશે. ચાલો આપણે જાણીએ કે આ પાલક કેવી રીતે કાર્ય કરે છે અને તેનાથી વિશ્વને કેવી રીતે ફાયદો થશે …..

Screenshot 3 20

પાલકને રોપવામાં આવશે ત્યારે પાલકની મૂળ ભૂગર્ભ જળમાં નાઇટ્રોઆરોમેટિક્સ શોધી કાઢશે ત્યારબાદ પાલકના પાંદડામાં રહેલા કાર્બન નેનોટ્યુબ્સ સિગ્નલ છોડશે. આ સંકેત ઇન્ફ્રારેડ કેમેરા દ્વારા ઝીલી લેવામાં આવશે અને એક ચેતવણી તરત જ વૈજ્ઞાનિકો સુધી પહોંચશે. નાઇટ્રોઆરોમેટિક્સ એ સંયોજન છે જે લેન્ડમાઇન્સ જેવા વિસ્ફોટકોમાં જોવા મળે છે. આ પ્રયોગ એ ક્ષેત્રના વિસ્તૃત સંશોધનનો એક ભાગ છે જેમાં ઇજનેરી ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ શામેલ છે. આ તકનીકને ‘પ્લાન્ટ નેનોબિઓકોનિક્સ’ નામ આપવામાં આવ્યું છે.

‘પાલકના મૂળ જમીનની અંદર વ્યાપક ફેલાયેલા રહે છે અને તે સતત જમીનની અંદર હાજર પાણીના નમૂના લે છે. આ સંશોધનથી પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ વિશે માહિતી મેળવશે. છોડ તેમના આસપાસના વિસ્તારના મોટા પાયે ડેટા મેળવે છે અને તેઓ આદર્શ રીતે ઇકોલોજીમાં થતા ફેરફારોની દેખરેખ રાખી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.