Abtak Media Google News

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોના અનામતની વાત ‘લોલીપોપ’ સાબીત થશે ?

કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોના દેવા માફી, સસ્તા દરે ભોજન આપતી ઈન્દિરા કેન્ટીન અને સ્પેશ્યલ અનામતનું વચન કોંગ્રેસે આપ્યું છે. સ્પેશ્યલ અનામત હેઠળ પાટીદારોને ઓબીસી જેવા લાભો મળે તેવી તૈયારી કોંગ્રેસની હોવાનું માનવામાં આવે છે. જો કે, પાટીદારો માટે તૈયાર કરેલી અનામતની ફોર્મ્યુલા કઈ રીતે કારગત નિવડશે તે મામલે હંમેશા શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

પાટીદારોને અનામત આપવા માટે કોંગ્રેસે સંવિધાનની કલમ ૩૧ (સી)ને ધ્યાનમાં રાખી વિધાનસભામાં બીલ લાવશે તેવી તૈયારી દાખવી છે. જો કે સંવિધાનની કલમોમાં ફેરફાર મુદ્દે અદાલતમાં પડકાર ફેંકી શકાતો હોય, પાટીદારોની અનામત કાયદાની આટીઘુંટીમાં ગુંચવાશે તેવું માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોની અનામતની વાત લોલીપોપ સાબીત થશે તેવી આશંકા છે. તાજેતરમાં જ હાર્દિક પટેલે જો કોંગ્રેસ સત્તા મળ્યા બાદ અનામત મુદ્દે નિર્ણય નહીં લે તો તેની સામે પણ લડત ચલાવવાની તૈયારી દર્શાવી હતી. હાર્દિકનું આ નિવેદન અનામત મામલે ખુબજ ગંભીરતાથી લેવાઈ રહ્યું છે. એકંદરે આંદોલનકારીઓને પણ અનામત મુદ્દે કોંગ્રેસ ઉપર સંપૂર્ણ વિશ્ર્વાસ નથી તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસે ગઈકાલે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી જેમાં કોંગ્રેસે સરકારી જગ્યાઓ પર ભરતી, આઉટ શોર્સીંગ-કોન્ટ્રાકટ બેઈઝ નોકરી બંધ કરવી, મહિલાઓને મકાન, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ૧૦ ‚પિયાનો ઘટાડો કરવો, ઓબીસી યુવાનોને ઉદ્યોગ માટે ૧૦૦ ટકા ફાઈનાન્સ, બેરોજગાર યુવાનોને ૪ હજાર ‚પિયા સુધી બેકારી ભથ્થુ, વિજળી દરોમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો, સોલાર વિજ ઉત્પાદન માટે નવી નીતિ, કામદારો માટે લેબર ફાસ્ટ્રેક કોર્ટની રચના, પોલીસ કર્મચારીઓનો ઓવર ટાઈમ બંધ કરવો, ગુણવત્તાયુકત શિક્ષણ, વસ્તીના આધારે ગ્રાન્ટેડ શાળાઓની સ્થાપના સહિતના વચનો આપ્યા છે.

જેમાં અનામતના વચન મુદ્દે હાલ સૌનું ધ્યાન કેન્દ્રીત ર્હયું છે. ચૂંટણી ઢંઢેરામાં વચનોની લ્હાણી બાદ કોંગ્રેસ કયા પ્રકારે તેની અમલવારી કરશે તે મુદ્દો પણ ચર્ચાસ્પદ છે.

આજે રાહુલ અંજાર અને મોરબીની સભા ગજવશે

વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર આજ શાંત રહેશે તેઓ આજે આરામ કરશે. જયારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંજારમાં રેલી અને જાહેરસભાને સંબોધવા જઈ રહ્યાં છે. આ ઉપરાંત રાહુલ ગાંધી મોરબી જિલ્લાના ધ્રાંગધ્રામાં જીન મીલ, ગ્રાઉન્ડ તથા સુરેન્દ્રનગરના એમ.વી.શાહ કોલેજ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.