Abtak Media Google News

ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરીને એને સ્વચ્છ કરવાનું કામ કરતી આ પ્રક્રિયા જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઓછી મહેનતથી મોટો ફાયદો થતો હોય છે

સુંદરતા મેળવવામાં અને સ્કિનનું હાઇજીન જાળવવામાં આજકાલ પુરુષો પણ પાછળ રહેવામાં નથી માનતા. એનું જ પરિણામ છે કે આજે પુરુષોનાં પાર્લરો પણ ધમધોકાર ચાલે છે. જોકે ઘરગથ્થુ ટ્રીટમેન્ટમાં પુરુષો આજે પણ પાછા પડે છે. ઘરમાં રહીને ચણાનો લોટ અને હળદરનું ઉબટન કે મુલતાની માટી લગાવવાનું સ્ત્રીઓ માટે જેટલું સહજ છે એટલું પુરુષોમાં નથી. દર અઠવાડિયે પાર્લરમાં જઈને બેસી જવું પુરુષો માટે શક્ય નથી ત્યારે પુરુષોએ પોતાની સ્કિનની દેખભાળ કરવા માટે શું કરવું એ મહત્વનો પ્રશ્ન બની રહે છે. વિવિધ ફેસપેક લગાવીને એ સુકાય ત્યાં સુધી બેસી રહેવાની ધીરજ ન ધરી શકે, પણ સ્ક્રબ દ્વારા સ્કિનને થોડો મસાજ આપીને મોઢું ધોઈ લેવાનું તેમને માટે સગવડભર્યું બની શકે એમ છે.

ફાયદા અનેક

ત્વચા પર રહેલી ડેડ સ્કિનને ઘસીને દૂર કરો અને એની સ્વચ્છતા જાળવો તો સ્કિનનું હાઇજીન તો જળવાશે જ સાથે એનો નિખાર પણ વધશે. સ્ત્રીઓની જેમ પુરુષો માટે પણ સ્ક્રબિંગનું મહત્વ છે. સ્ક્રબિંગ શું કામ કરે છે એના વિશે ટોપર્સ નામનું પોતાનું સેલોં ધરાવતા જગદીશ બુધેલિયા કહે છે, સામાન્ય રીતે ચહેરાને સાફ કરવા માટે આપણે ફેસવોશનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ એ ચહેરાની ઉપર-ઉપરથી સફાઈ કરે છે. ઊંડાણપૂર્વક સફાઈ કરવા માટે સ્ક્રબિંગનો ઉપયોગ થાય છે જે ફેસને લગતી મોટા ભાગની તમામ ટ્રીટમેન્ટમાં મુખ્ય છે. ત્વચાની અંદર સુધી જઈને ત્યાં રહેલા કચરાને ખેંચી કાઢવાનું કામ સ્ક્રબ કરે છે.

શેવિંગ પહેલાં

નિયમિત શેવ કરતા પુરુષોને શેવિંગને લગતા જેટલા પણ પ્રોબ્લેમ આવે છે એને દૂર કરવા માટે પણ સ્ક્રબિંગ શ્રેષ્ઠ ઑપ્શન છે. શેવિંગ પછી ઇનગ્રોન હેર આવતા હોય અથવા રેશિસની સમસ્યા હોય તેમના માટે સ્ક્રબિંગ એક બેસ્ટ ઑપ્શન બની શકે છે. સ્ક્રબના ઉપયોગ પછી કરવામાં આવતું શેવિંગ સ્મૂધલી થઈ જાય છે. બ્લેક હેડ્સ રિમૂવ કરવામાં તેમ જ ત્વચાની કરચલીઓ દૂર કરવામાં પણ સ્ક્રબિંગનો ઉપયોગ ખૂબ મહત્વનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.