Abtak Media Google News

મેષ 

આજે ખાસ કરીને વિદેશ યાત્રાના એંઘાણ દેખાય છે. આપની આ યાત્રા કદાચ કામને લગતી હોય. ધ્યાનમાં રાખજો કે આપને આ યાત્રા સંબંધિત બધા દસ્તાવેજોની માહિતી બરોબર અપાઈ છે. જેથી આપને કોઈ મુશ્કેલી ન આવે.

વૃષભ 

આજે આપને લાગશે કે આપ ગુસ્સા અને ચિંતાની પકડમાં આવી ગયા છો. આજે આપ પોતાની જીંદગીના ઘણાં બધા ક્ષેત્રોમાં ઉન્નતિની ધીમી ગતિને કારણે થોડાંક હતાશ પણ છો. પરંતુ આ પરિસ્થિતિથી પણ ગભરાશો નહીં. આથી આપને ખબર પડશે કે આપ કેટલા પાણીમાં છો. એથી આપ પોતાના ઉદ્દેશોની પ્રાપ્તિને માટે નવી યોજનાઓ બનાવી શકો છો.

મિથુન 

આજે આપ માનસિક રૂપે મજબુત રહેશો. આપની યોગ્યતા અને જ્ઞાનમાં વધારો થવાથી આપનો આત્મવિશ્વાસ તો વધરોજ સાથે આપને લાભ પણ મળશે. આપ ફલે વિદ્યાર્થી હો અથવા નોકરી ધંધાવાળા હો આજે આપના પોતાની વિચારસરણને સુધારવાના પ્રયાસ સફળ થશે અને આવવાવાળા સમયમાં એનાથી આપને લાભ પણ થશે.

કર્ક 

આજે આપ એવી સ્થિતિમાં છો કે આપને કેટલાયે અધિકાર અને સત્તા મળશે. એથી આપને ખૂબજ ખુશી થશે. પરંતુ ધ્યાન રાખજો આ અધિકારો સાથે આપના માથે નવી જવાબદારીઓ પણ આવી જશે. સત્તા અને અહં વચ્ચે વધુ અંતર નથી હોતું એટલે ધ્યાન રાખજો કે આપ ક્યાંય પોતાની સત્તાની ગેરલાભ ન લેશો.

સિંહ 

આજે આપની જીંદગીમાં એવી વ્યક્તિ આવશે જે સારાને માટે આપના જીવનમાં ઘણું બધુ બદલી નાંખશે. આપ અચાનકજ કદાચ એવી વ્યક્તિને મળી શકો છો જે આપને આપના વ્યાવસાયિક અને નિજી જીવન સંબંધિત સલાહ આપશે. પોતાના વડીબોથી સલાહ લેવાને માટે તૈયાર રહો કારણકે એમના અનુભવ અને સમજથી આપને ઘણો બધો ફાયદો થશે.

કન્યા 

આજે આપના અને આપના કુટુંબીજનો વચ્ચે નાનો મોટો ઝઘડો થઈ શકે છે. જેના કારણે આપ ઉદાસ થઈ શકો છો. લગે છે કે આજે બધા લોકો સારા મૂડમાં નથી. એટલે આપે સાવધાની રાખવી પડશે. પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં સ્હેજ પણ અચકાશો નહીં એથી આપ આપનાં સંબંધોને મજબુત બનાવી શકશો.

તુલા 

આ સમય સ્પર્ધા પરિક્ષામાં ભાગ લઈ શકો છો. આપને સફળતા જરૂર મળશે. પોતાનો આત્મવિશ્વાસ જરૂર ટકાવી રાખજો. અને આ પરિક્ષામાં પુરી આત્મવિશ્વાસ સાથે ભાગ લેશો.

વૃશ્ચિક 

આજે આપને ભરપુર ખુશીઓ મળશે. આજે આપ પોતાના પરિવારજન અને અથવા દોસ્તોની સાથે કોઈ ખુશીનો ઉત્સવ મનાવશો. અથવા પછી ક્યાંક બહાર કરવા જશો. સાથે પસાર કરેલી આ પળો હમેંશા મીઠી પાદના રૂપમાં આપની પાસે રહેટો – એટલે આપ ખૂબ મઝા કરો.

ધન 

આજે આપનો કોઈ મિત્ર આપની પાસેથી મદદ માંગી શકશે. આ મિત્રને કદાચ આપની મદદની જરૂર પણ હોય. આ મિત્રની સાથે વફાદારી નિભાવજો એના ભલા માટે આપે એની આલોચના પણ કરવી પડે તો પણ પીછેહટ ન કરશો. જો આપનો મિત્ર કોઈ ભૂલ કરે છે તો એની ભૂલની એને પ્રતીતિ અવશ્ય કરાવો.

મકર 

આજે ઓચિંતાજ આપને ત્યાં મહેમાન આવી શકે છે. આપે એમનું સ્વાગત કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. આજે આપ ગયે તેટલા વ્યસ્ત કેમન લે સામાજીક ઉત્સવમાં જરૂર ભાગ લેજો. આવો અવસર વારંવાર નથી આવતો. આપનાં ઘરમાં ખુશીનો અવાજ ફેલાઈ જશે. આ ક્ષણોને કેમેરામાં કદે કરવાનું ન ભૂલશો.

કુંભ 

આજે આપ એવી સ્થિતિમાં હશો કે પોતાના જરૂરિયાતવાળા દોસ્તની વાત સાંભળીને એની મદદ કરી શકશો. આપના વહેવારના વખાણ થશે. આજે આપની દોસ્તી આપના મિત્રને ખૂબજ લાભદાયક પુરવાર થશે. અને ભવિષ્યમાં એ પણ આપની મદદ માટે તૈયાર રહેશે.

મીન 

આજે આપ નિસ્વાર્થ ભાવે પોતાની આસપાસના લોકોને મદદ કરશો. એવી આપને ખૂબજ ખુશી થશે. આપ પોતાના સંબંધોને ખૂબજ મહત્વ આપશો. ભલે તે સગા નજીકના હોય કે આધેના આપના પોતાના પ્રિયજનોના સાથથી આપને પ્રેમની અનુભૂતિ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.