Abtak Media Google News

મેષ 

આપે ક્યારેય વિચાર્યૂં છે કે, આપના ઘરમાં આટલા ઝઘડા કેમ થાય છે? કદાચ આપેજ પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે. જો આપ વધુ રચનાત્મક અને સહનશક્તિવાળી વ્યક્તિ બની જાવ તો આપ પોતાનાજ ઘરમાં ખુશનુમા વાતાવરણ પેદા કરી શકશો. યાદ રાખો કે ભૂલ નો દરેક માણસથી થાય છે કોઈ સંપૂર્ણ નથી પોતાના કુટુંબીજનોની સાથે આદરપૂર્વક વર્તી એટલે તેઓ પણ આપની સાથે એવોજ વહેવાર કરશે.

વૃષભ 

અઠવાડીઆથી ચાલી રહેલી બહસ અને તનાવથી આપ પોતાને થાકેલો અનુભવશો. વધુ તનાવમાં ન રહો અને ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના દોસ્તો અને પરિવારજનોથી પ્રેમપૂર્વક વર્તો અને જો કોઈ વાત બગડી પણ થય તો એને પ્રેમપૂર્વક અને સમજદારીથી ઉકેલવાની કોશીશ કરજો. એથી આપને ખુશી અને માનસિક શાંતિ મળશે.

મિથુન 

આજે સાહિત્ય વાંચવાથી ઘણો લાભ થશે. કદાચ આપને એવું લાગશે કે આપે જે કોઈ વાંરયું છે એને આપ પોતાના કામ અથવા વ્યક્તિગત ઉન્નતિ માટે ઉપયોગમાં લઈ શકશો. બની શકે છે કે આ જાણકારીથી જીવન પ્રત્યેનો આપનો દૃષ્ટિકોણજ

કર્ક 

કદાચ આજે આપને એવું લાગે કે આપને લોકો ગલત સમજી રહ્યા છે. યાદ રાખજો આપણે હંમેશા બધાને ખુશ રાખી શકતા નથી. જો કેટલાંક લોકો આપને ગમે તેટલું સમજાવ્યા છતાં સમજી શકતા નથી તો આપ એમને સમજાવવાની કોશીશ ના કરશો. ક્યારેક પોતાને શાંત રાખવાની જરૂર હોય છે.

સિંહ 

  1. બીજાઓને જોઈને અથવા એમના પ્રભાવમાં આવીને આપે પોતાનો મળે કોઈ કારકિર્દી પસંદ કરવી ન જોઈએ. એવી કારકિર્દી પસંદ કરજો જે આપને સારી લાગે છે અને જેને કરવાની આપની યોગ્યતા હોય. આપ પોતાની મહેનત અને ઉત્સાહથી પોતાના ક્ષેક્રમાં ઘણા આગળ જઈ શકો છો.

કન્યા 

આજે આપને લાગશે કે આપ ખૂબજ ભાગ્યશાળી છે. આપની આસપાસના લોકોને પણ એવુંજ લાગશે. આજે આપ આપના પરિવાર અને કાર્યાલયના લોકોને પણ ભાગ્યશાળી નીવડશો. આ તકનો ફાયદો લેતા બીજાની મદદ પણ કરજો. તેઓ આપના એ માટે વખાણ પણ કરશે.

તુલા 

બની શકે છે કે આપ પોતાના કામને નિયત સમયમાં પુરૂં ન કરી શકો એટલે અત્યારથી સાવચેત રહેવાનું છે. જો આપ નોકરીને માટે અરજી કે કોઈ છાત્રવૃત્તિના કાગળો પર કામ કરી રહ્યા છો તો પુરી રીતે સમેત રહેજો જેટલું જલ્દી થાય પોતાનુ કામ પુરૂં કરી લેજો. નહિંતર અણાગમતી મુશ્કેલીઓ આવી શકે છે.

વૃશ્ચિક 

આ વેળાએ આપનું આકર્ષણ ધર્મ તરફ રહેશે. સમાજ સેવાથી આપને માનસિક શાંતિ મળશે. દોડભાગની જીંદગીને આરામ દેવાનો આજ ખરો સમય છે. આપની હાલત જેવી પણ હોય પોતાનો વિશ્વાસ ટકાવી રાખજો.

ધન 

આપને વિદેશથી કોઈ ખુશખબર મળી શકે છે. જો આપ વિદ્યાર્થી છો તો આપને એ ખુશખબર છાત્રવૃત્તિ અથવા પ્રવેશના રૂપમાં મળી શકે છે. એ એક નવી નોકરી પણ હોઈ શકે છે. એટલે ઈ-મેઈલ જરૂર જુઓ.

મકર 

નાની નાની વાતો પર આજે આપની અને પરિવારજનોથી અણબનાવ થઈ શકે છે. આજે કદાચ આપ પોતાને એકલોજ અનુભવ કરશો. આજે આપને જાણશે કે આપની રૂચિ અને પરિવારજનોની રૂચિઓ સાવ જુદીજ છે. આપના ઘરના વડીલોને આપની પસંદ કંઈક વિચિત્ર લાગી શકે છે. આજે ધીરજ રાખવાનો દિવસ ભલે ગમે તે થાય આપે એ વાતની પ્રશંશા કરવી જોઈએ કે આપના પરિવારજન આટલી ભિન્નતા હોવા છતાં એક બીજાને પ્યાર કરે છે.

કુંભ 

વિદ્યાર્થીઓજ પોતાનું ભણતર એક તરફ મૂકી દઈને મોજ મસ્તી કરવા ચાહશે. આજે આપ પોતાના દોસ્તોની સાથે મોજમસ્તી હરવા ફરવા જાવ પરંતુ એ પછી ફરીથી ભણતરમાં લાગી જશો.

મીન 

આજે આપના ઘરમાં સુખ શાંતિ બની રહેશે. આ સમય આપને અને આપના પરિવારવાળાઓને માટે ખૂબજ મહત્વપૂર્ણ હશે. આપ લોકો એક બીજાની સાથે સારી રીતે સમય પસાર કરી શકશો. ઘરવાળાઓનો પ્રેમજ આ સમયે આપને ભાવનાત્મકરૂપે ખુશ રાખશે અને આપ પણ આ વાતનું ધ્યાન રાખજો કે આપ પોતે પણ સંબંધોને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.