Abtak Media Google News

મેષ 

આજે આપે પોતાની સમજણ અને ચતુરાઈને પરખવી પડશે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓને ઉલ્લંઘીને આપની પરેશાનીનું કારણ બની રહ્યા છે. આપે શાંત રહેતા એમને રોકવાનો પ્રયાસ કરવો પડશે. શાંતિપૂર્વક તે લોકોને પોતાનો સંદેશ પહોંચાડી દયો.

વૃષભ 

આજે આપનું મન કોઈ તીર્થ યાત્રા પર જવાનું થઈ રહ્યું છે. આપનું વલણ અધ્યાત્મની તરફ રહેશે. આપ પોતાના જીવનમાં ધર્મના મલવને પણ જાણવા ચાહશો. આ રાહ પર ચાલવાથી આપને ખુશી અને શાંતિ મળશે.

મિથુન 

જે લોકો પરિક્ષા દેવાની તૈયારીમાં છે આજનો દિવસ એમને માટે તનાવભર્યો હોઈ શકે છે. કદાચ આપનું મન ભણતરમાં ન લાગે પરંતુ આપે મન લગાડીને ભણાવાનો પ્રયત્ન કરવો જોઈએ કોઈ પણ નકારાત્મકતાને પોતાના મનમાં આવવા ન દેશો નહિતર કંઈક ભૂલ કરી બેસાશો. પોતાને કણે કે આ પોતેજ કરી શકો છો. પછી જુઓ આપ બધુંજ કરી શકશો.

કર્ક 

આપને થોડાંક દિવસોથી સમજમાં નથી આવતું કે આપે શું કરવાનું છે. પરંતુ આપની વિચારોમાં સ્પષ્ટતા આવીજ જશે. આ તકનો લાભ ઉઠાવતાં આજે આપ પોતાના અટકેલા બધા કામો કરી લો. જલ્દીથી એ બધાં વિચારોને એક કાગળ પર લખી લો જે આપના મગજમાં આવી રહ્યો છે. નહિતર બની શકે છે કે આપ એને ભૂલી પણ જાવ

સિંહ 

આજે આપે પોતાના ગુરૂની સલાહ લાંબા સમયથી ચાલ્યા આવતા દુઃખોને ખત્મ કરવાને માટે લેવી જોઈએ. આપે પોતાની રીતે બધુંજ ઠીક કરવાની કોશીશ કરી પણ આ વખત છે એવા જાણકારની સલાહ લેવાનો જે આપની નજીક હોય અને આપની ખેવના કરતો હોય. પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાને માટે ઓપની સલાહનો ઉપયોગ કરવામાં સ્હેજ પણ અચકાશો નહીં.

કન્યા 

આજે આપ કોઈ હરિફાઈના મૂડમાં છો. જીંદગીના કેટલાક ક્ષેત્રોને માટે એ ઠીક પણ છે. પરંતુ ધ્યાનમાં રાખજો કે આ વધુ ઉગ્ર ન બનશો ખાસ કરીને પોતાના પરિવાની બાવતમાં. આજે આપે પોતાની ભાવનાઓને સંતુલિત રાખજો.

તુલા 

કોઈ નજીકનો સગાસંબંધી આજે આપની મદદે આવશે. કોઈ પણ પડકારયુક્ત સમસ્યાનો સામનો કરવાને માટે આપને પોતાના, લોકોની મદદ અને માર્ગદર્શનની જરૂર પડશે. આજે આપને એ વાતની પ્રતીતિ થશે કે આપ કેટલા ખુશ કિસ્મત છો કે જરૂર પડવા પર આપના પોતાના આપની સાથે છે. આપે તેઓને આપની મદદ કરવા બદલ ધન્યવાદ દેવો જોઈએ.

વૃશ્ચિક 

આજે પરિસ્થિતિ આપને ગમે તેટલી ઉશ્કેરાવે પણ ઘરની શાંતિ ભંગ થવા ન દેશો. ક્યારેક પોતાનો ગુસ્સો બી જ્વામાંજ ભલાઈ છે. આપ પોતાના ગુસ્સાને સંપૂર્ણપણે કાબુમાં રાખજો. ગુસ્સા પર કાબુ નહીં રાખો તો પોતાના ઓ વચ્ચે અંતર આવી શકે છે. ઝઘડાથી આપને કોઈ ફાયદો નહીં થાય બલ્કે આપની મુશીબત વધુ બધી જશે.

ધન 

આજે આપને થોડીક આળસ આવી શકે છે. પરંતુ આ સમય ખાલી બેસવાનો નથી. આરામ છોડીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો. આપ કોઈ નવી ચીજમાં ભાગ લઈ શકો છો અથવા પચી દોસ્તોની સાથે બાહર ફરવા પણ થઈ શકો છો. આપ પોતાનું અધૂરૂં કામ પુરૂં કરી શકો છો.

મકર 

આજે આપને ઘર અને કામમાં ઘણો ભાર અનુભવાશે. ઘણા લોકો આપની સલાહ માંગશે. આપ પ્રમાણિકતાથી બધાને સલાહ આપજો અને જે કામ આપ કરી રહ્યા છો એની પુરી જવાબદારી સંભાલશો. આ ખરાબ સમય પણ જલ્દીથી વીતી જશે અને બધુંજ સામાન્ય થઈ જશે

કુંભ 

જો આપને એવું લાગે છે કે, કોઈ મુઝવણનો સામનો એકલાજ કરી રહ્યા છો અને કોઈ પણ આપને સાથ નથી આપી રહેલ તો આજે આપના મિત્ર અને પરિવારજન આપની દરેક પ્રકાર મદદ કરવા તૈયાર છે. મદદ માટે આપ એમના પર નિર્ભર રહી શકો છો. તેઓ આપને સાચી સલાહ આપશે. એમની સલાહથી આપને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ મળશે. એમનો એમની મદદ માટે આફાર જરૂર માનજો.

મીન 

આજે આપનું સામાજીક જીવન ઘણી બધી પ્રવૃત્તિઓથી ભરપૂર રહેશે. આપ પોતાના દોસ્તોની સાથે ખુબ મઝા કરશો અને સાથેજ પોતાના કામમાં મળેલી સફળતાનો પણ આનંદ ઉઠાવો આ સમયનો પુરો આનંદ લો કારણ કે પાછળથી આપે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.