કેવી હશે નિવૃત્તિ બાદની તમારી લાઈફ…??? કંટાળાજનક કે આનંદદાયક…!!!

99
Life After Retirement
Life After Retirement

તમે થોડા સમય પહેલા આવેલી હિન્દી ફિલ્મ 102 નોટ આઉટ જોયું છે…?? જો હજુ જોઈ ના હોય તો જરૂરથી જોઈ લેજો અને એ પણ નિવૃત્તિ લીધા પહેલા. આ મુવીમાં પિતા અને પુત્રની કહાની દરસહાવી છે જેમાં પુત્ર 75ની ઉમરનો છે અને પિતા 102વર્ષના છે પરંતુ પિતાએ તેની ઉમરને બધા ન ગણતાં જીવનને જીવંત બનાવ્યું છે. જ્યારે પુત્ર જે 74ની ઉમરનો છે તેને પોતે વૃધ્ધત્વ સ્વીકારી લીધું હોય તેમ નિરસતાથી જીવન જીવી રહ્યો હોય છે. અને એવી જ માનસિકતા મોટા ભાગના વૃધ્ધોની પણ જોવા મળે છે. તેવા સમયે એ સેકન્ડ ઇનિંગની લાઈફને વધુ એંજોએબલ બંવવાના કેટલાક ફંડા વિષે અહી વાત કરીશું.

અરે ભાઈ વો જીના હી ક્યા જીના જિસમે કુછ નયા ન હો… ! નાનપણમાં જ્યારે કોઈ જ વાતની કઈ ખબર ન પડતી હોય કે કઈ બાબત સારી કે કઈ બાબત ખબર તે સમયે દરેક બાબતમાં કઈકને કાઇન નવું કરતાં હતા પરંતુ જેમ જેમ સમાજ વધતી ગયી તેમ તેમ એ વાત ભૂલાતી ગયી અને એક રૂટિન લાઈફ જીવવા લાગ્યા બધા. પરંતુ એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ વૃધ્ધ થાય છે ત્યારે બાળક જેવુ વર્તન કરતો હોય છે. તે સમયે એક વૃધ્ધ જીવનમાં બધુ કરી લીધું એવું માની છી કે બસ હવે તો બાકી રહેળ દિવસો જ કાઢવાના બાકી છે એવું વિચારી કઈજ નવું નથી કરતાં. પરંતુ આવું ન વિચારતા જીવનમાં હજુ ઘણું બધુ બાકી છે અને જે ઈચ્છા થાય તે વસ્તુ શીખવાનું શરૂ કરવું જોઈએ અને જુઓ જાગું તમારી નિવૃત્તિ બાદની બોરિંગ લાઈફ કેટલી આનંદદાયક બની જાય છે.

હું જ્યારે મરણ પથારીએ હોઈશ ત્યારે મને એટલો તો સંતોષ હોવો જ જોઈએ કે મારી જીતળી પણ ઈચ્છાઓ હતી તે દરેક મે પૂરી કરી છે. પરંતુ દરેક વ્યક્તિ જીવન બાબતે આવું એનથી વિચારતા હોતા અને આખું જીવન પરિવાર અને કામમાં વ્યસ્ત રહી જાય છે, તેમજ પોતાની ઈચ્છાઓ અને આકાંશાઓને એક બાજુ પર મૂકી ડે છે. તેવા સમયે જ્યારે નિવૃત્તિનો સમય આવે છે ત્યારે અફસોસ કરતાં રહેતા હોય છે કે જીવનમાં હજુ આ ઈચ્છા અધૂરી રહી ગયી છે, પરંતુ તે સમયે જ્યારે તમે સાવ ફ્રી બેસી રહો એના કરતાં તમારી અઢી રહી ગયેલી ઇચ્છાઓને પૂરી કરવાનું શરૂ કરી દો અને જુઓ તમાઈ નિવૃત્તિમાં ખુશીઓના રંગથી છલકાઈ જાશે.

મોટા ભાગના બાળકો એવું કહેતા હોય છે કે મારા દાદા દાદી મને સમજતા જ નથી. અને દાદા દાદીનું એવું કહેવું હોય છે કે આજકાલની પેઢીને સમજવી ખૂબ અઘરી છે. અહી સમજવાની વાત જ નથી. મહત્વની વાત એ છે કે સામાની સાથે સાથે તાલથી તાલ મિલને વિચારશરણીને બદલાવવી જરૂરી છે. ક્યારેક એવું પણ બને છે કે જૂના વિચારો જીવનમાં ઘણા કારગર સાબિત થતાં હોય છે પણ એ નવી જનરેશન માટે સમજવા સરળ નથી હોતા એટ્લે જ નિવૃત્તિ બાદ સમય સાથે તાલથી તલ મિલાવી લાઈફને એન્જોય કરવી જોઈએ.

નિવૃત્તિમાં પ્રવૃત્તિ એવું ઘણા લોકો કહેતા હોય છે પરંતુ વધુ પડતાં લોકો એવું માનતા નથી હોતા જેનું મુખ્ય કારણ એ જ છે કે તેઓએ તેની ઉમરને સ્વીકારી તેના શરીરને પણ વૃધ્ધ કર્યું હોય છે. પરંતુ જો તેઓ એવું ન માનતા ખાલી લાઈફ એક જ વાર મળે છે અને તેને છેલ્લા શ્વસ સુધી માનવી જોઈએ તેવું વિચારીને જીવીએ તો જીવન ખુશહાલ જ રહે છે. અને એવું જ કઈક મારૂ મન પણ કહે છે કે દિલ જવાન તો ઉમર શું નડવાની છે.

Loading...