કેટલો રહેશે ચોથો ત્રિમાશિક GDPનો આંકડો ?

GDPમાં 3.6 ટકાની વૃદ્ધિની અપેક્ષા

કેન્દ્ર સરકાર આજે માર્ચ ક્વાર્ટર (ચોથા ક્વાર્ટર) અને સમગ્ર નાણાકીય વર્ષ 2019-20 માટે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના વિકાસના આંકડા જાહેર કરશે. કોરોનો વાયરસના પ્રકોપને અટકાવવા દેશભરમાં લોકડાઉન થવાને કારણે આર્થિક પ્રવૃત્તિ સંપૂર્ણ સ્થગિત થઈ ગઈ છે. જેના કારણે GPD ઘટવાનો અનુમાન છે, તેમજ જાન્યુઆરી-માર્ચ 2020માં દેશની જીડીપીમાં 3.6 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે. રેટિંગ એજન્સી કેર રેટીંગ્સે આગાહી કરી છે.

તે જ સમયે, એક ન્યૂઝ એજન્સીના એક સર્વેમાં, તેણે ચેતવણી પણ આપી હતી કે 2019-20ના માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ માત્ર 2.1 ટકા હોઈ શકે છે. જ્યારે WHO અને વર્લ્ડ બેન્ક પણ GDPની વૃદ્ધિનો અનુમાન ખુબજ ઘટાડી દીધો છે

જ્યારે વાત કરીએ છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળાના આંકડાની તો

નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 5% હતો.
નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ માત્ર 4.5% હતી.
નાણાકીય વર્ષ 2019-20ના ત્રીજા ક્વાર્ટરમાં પણ જીડીપી ગ્રોથ માત્ર 4.7% હતી
(આ માહિતીનો સોર્સ છે: સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ)

ત્રણ ક્વાર્ટરના આંકડા જોઈએ તો જીડીપી ગ્રોથ 5% ને પાર કરી શક્યો નથી. આજે જો ચોથા ત્રિમાસિક એટલે કે આ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિમાં મોટો ઘટાડો થયો છે, તો આખા વર્ષમાં GDP વૃદ્ધિનો અંદાજ ખોટો સાબિત થશે. જેના કારણે દેશની GDP ઘટી શકે છે.

Loading...