Abtak Media Google News

આપણે વાત કરી એ મુજબ જે વ્યક્તિને પેનિસમાં કે તેની ઉપરના ભાગના જરા પણ ગાંઠ જેવુ લાગે તો તેને ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ડોકટર પણ તેના માટે બાયોપ્સી કરી નમૂનાઓનું પરીક્ષણ કરી રોગનું મૂળ જાણે છે અને જો સેમ્પલ્સમાં કેન્સરના અંશ જણાય તો યોગ્ય ઈલાજ કરવાનું સૂચન આપે છે. બાયોપ્સી ઉપરાંત પેનિસનું એમ.આર.આઈ. કરાવીને પણ આ બાબતે માહિતી મેળવવામાં આવે છે.

પેનિસ કેન્સરના પ્રકારો…

પેનિસ કેન્સર બે પ્રકારે થાય છે એક ઈનવેસિવ પેનિસ કેન્સર અને બીજું નોન ઈનવેસિવ પેનિસ કેન્સર.

નોન ઈનવેસિવ પેનિસ કેન્સરના ઈલાજ માટે ડોક્ટર દવાનો ઉપયોગ કરવાનું કહે જે ડાયરેક્ટ પેનિસની સ્કીન પર લાગવાની પણ હોય છે. આ ઉપરાંત અન્ય થેરાપીઓ દ્વારા પણ નોન ઈનવેસિવ પેનિસ કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે.

લેઝર થેરાપી0Fdc249693Fce0C6D286528Cb278Fe58

લેઝર થેરાપી જેમાં તીવ્ર પ્રકાશ કિરણો દ્વારા ટયૂમર અને કેન્સરના કોશનો નાશ કરવામાં આવે છે.

કિમો થેરાપી5317935556D1E0Cc5A75471Fcc5685De

કિમો થેરપી દ્વારા એન્ટિ કેન્સર દવાઓનો ઉપયોગ કરી કેન્સરના કોશનો નાશ કરવામાં આવે છે.

રેડીએશન થેરાપીF1135Cd6D5159B3Eb708E8Ad39104E78

રેડીએશન થેરાપીમાં ઉચ્ચ તાપમાન યુક્ત વિકિરણોનો ઉપયોગ કરી ત્યમરને ઓછું કરવામાં આવે છે, તેમજ કેન્સરના કોશનો પણ નાશ કરવામાં આવે છે.

ક્રાયોસર્જરીCryosurgery Thumb

ક્રાયોસર્જરી માટે નાઇટ્રોઝન જેવા ઠંડા તરલ દ્રવ્યનો ઉપયોગ કરી કેન્સરને વધતું અટકાવવામાં આવે છે. તેમજ શક્ય તેટલો કેન્સર યુક્ત કોશનો નાશ કરવામાં આવે છે.

ઈનવેસિવ પેનિસ કેન્સર કેવા પ્રકારનું હોય છે..??

ઈનવેસિવ પેનિસ કેન્સર એટલે પેનિસમાં થયેલું કેન્સર જે 3 કે 4 સ્ટેજમાં પહોચેલું કેન્સર. જેમ સર્જરી કરવી અનિવાર્ય બને છે. સર્જરી દરમિયાન પેનિસના ઇન્ફેકટેડ ભાગ અથવા તો આખા પેનિસને દૂર કરવામાં આવે છે.

ઈનવેસિવ પેનિસ કેન્સરના ઉપચાર માટે આ ઉપરાંત એક્સિઝનલ સર્જરી, મોહસ સર્જરી અને પાર્શિયલ સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે.  કેન્સરના પ્રકાર અને તેના ફેલાવાના આધારે કઈ સર્જરી અપનાવવી તે નક્કી કરવામાં આવે છે.

એક સામાન્ય બાબત ગણીને જેને તમે અવગણો છો ત્યારે તે બાબતે ભવિષ્યમાં તેના ગંભીર પરિણામનો સામનો કરવાનો વારો આવતો હોય છે, તો આ બાબતે શરમાયા વગર કોઈ પણ સામાન્ય લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ લેવાનું ભૂલવું ન જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.