Abtak Media Google News

રાજકોટની મોદી સ્કૂલના પ્રિન્સિપાલ નીલેશ સેંજલીયાએ આપે છે મહત્વની ટીપ્સ

આગામી દિવસોમાં રાજય માધ્ય. ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આવી રહી છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના જીવનમાં મહત્વની અને કારકીર્દી ઘડવામાં અગત્યનો ભાગ ભજવે છે. પરીક્ષાને વિદ્યાર્થીઓ સતત ચિંતા હોય છે કે કેવું પુછાશે, કેવું વાતાવરણ હશે? આ બાબતે વિદ્યાર્થીઓ ચિંતા મુજબ બની હળવા મને પરીક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન, સમજણ મહત્વના છે. રાજકોટની મોદી સ્કૂલના પ્રિન્સિપાલ નિલેશ સેંજલીયાએ પરીક્ષા પહેલા પરીક્ષા વખતે અને પરીક્ષા બાદ શું કરવું? શું ન કરવું વગેરે અંગે કેટલીક મહત્વની ટિપ્સ, જાણકારી આપી છે જે અત્રે પ્રસ્તુત છે.

આત્મવિશ્ર્વાસ-સંપૂર્ણ વર્ષ દરમિયાન મેં સરસ મહેનત કરી છે.તે જ પૂછાવાનું છે, મને બધુ જ આવડે છે એવોભાવ કેળવો વાલી અથવા પોતે અન્ય વિદ્યાર્થી અથવા તેમા માર્કસ સાથે સરખામણી ન કરવી,પોતે અનન્ય છે.દરેક વિષયનાં અઘરાં ટોપીકની યાદી બનાવવી. તેને સહેલી રીતથી સોલ્વ કરવા પોતાના ટીચર્સનો સહારો લેવો. છેલ્લા સમયે પ્રશ્ર્નોપત્રો વધુમાં વધુ સોલ્વ કરો. પેપર સોલ્વ કરવાથી તમારા આત્મવિશ્ર્વાસમાં ખુબ જ વધારો થશે. આખો દિવસ વાંચેલ બાબતો સાંજે સુઈએ ત્યારે આંખો બંધ કરી,મન શાંત કરી વાંચેલ બાબતોને વાગોળી જવી અને પોતાની જાત સાથે વાત કરતા કહેવું કે મને બધુ જ આવડે છે જે આવડે છે તે જ પેપરમાં પુછવાનું છે.થવા હળવું  મ્યુઝીક, હળવી કસરત કરવી જોઈએ. પરિક્ષા પહેલા પોતાની જાતને અરીસા સામે રાખી પોતાને જ શુભેચ્છા આપો કે, કોઈ પણ પ્રકારનું પેપર આવશે તેને પહોંચી વળવાની હિંમત મારામાં છે.

કોઈ પણ વ્યકિત પેપર ફુટયું છે. મારી પાસે છે તેવી કોઈ પણ વાતોમાં કયારેય આવવું  નહી. પરિક્ષા પહેલા અથવા પરિક્ષા દરમિયાન કયારેય ઉજાગરા ન કરવા પરિક્ષા દરમિયાન પુરતી ઊંઘ લેવી. પરિક્ષાખંડમાં પ્રવેશો ત્યારે પુરા આત્મવિશ્ર્વાસ સાથેે પ્રવેશો પરિક્ષાખંડમાં પોતાના બેઠક ક્રમાંક પર બેશો.ત્યારે બાદ આજુબાજુનાં વિદ્યાર્થીઓની વાતો પર ધ્યાન ન આપતા, આંખો બંધ કરી મનને સ્થિર કરો. પોત પોતાના ઈષ્ટદેવતા, માતા-પિતા અને વિષય શિક્ષકને મનોમન યાદ કરી પ્રણામ કરો. શરૂઆતની ૧૫ મિનિટ  પેપર વાંચન માટે  હોઈ છે તેમાં આવડતા પ્રશ્ર્નોને અને ન આવડતા પ્રશ્ર્નોને અલગ તારવો. ન આવડતા પ્રશ્ર્નોના જવાબની ચિંતા ન કરતા, કારણો મોટા પ્રશ્ર્નનો જવાબ લખશો એટલે તેમાં ૧ અથવા ૨ માર્કસના અમુક પ્રશ્ર્નોના જવાબ આવી જતા હશે.ટાઈમ મેનેજમેન્ટ જાળવો, સમય ખૂટવાનો કયારેય પ્રશ્ર્ન જ ઉપસ્થિત ન થાય.શરૂઆત થી અંત સુધી એક જ સરખી સ્પીડથી સુંદર અને સુવાચ્ય અક્ષરે તમારામાં જે જવાબ લખવાની આવડત છે તેનો ઉપયોગ કરો. દરેક પ્રશ્ર્નનો ઉત્તર તેના આપેલા ગુણ પર આધાર રાખી લખો. કયારેક માર્કસનો પ્રશ્ર્ન ૨ માર્કસમાં પુછાય તો જવાબને સંક્ષેપ કરવો, જયારે ૨ માર્કસનો પ્રશ્ર્ન ૪ અથવા માર્કસમાં પૂછાઈ ત્યારે કેમ વિસ્તુતીકરણ કરવું તે જોવું જોઈએ અને આવડવું જોઈએ.જવાબ લખતી સમયે આજુબાજુમાં ન જોતા, પોતાના પેપરમાં જ ધ્યાન રાખવું જવાબ ભુલી જવાઈ તો એક-બે ઊંડા શ્ર્વાસ લેશો એટલે તુરંત વાંચેલ યાદ આવી જશે ત્યારેબાદ ફરીથી પેપર લખવાની શરૂઆત કરો. મોટા પ્રશ્ર્નોના જવાબમાં અથવા મૌલિકતાવાળા ભાષાના પ્રશ્ર્નોમાં પંકિતઓ, કવોટેશન, વ્યાખ્યા અથવા મહાન વ્યકિતઓના વિચારો લખવાથી આપનો જવાબ અન્ય કરતા અલગ પડશે.

પેપરઅઘરૂં નિકળ્યું હોઈ કે સહેલું તે પેપરને કયારેક સોલ્વ કરવું નહી બીજા પેપરની તૈયારીમાં લાગી જવું. પરિક્ષાખંડમાંથી બહાર નિકળતા સમયે તે શું લખ્યું મેં આ લખ્યું તેની ચર્ચા ટાળવી. માતા પિતાએ પણ પોતાના બાળક સાથે વાણી વર્તન અને વ્યવહાર આ સમયે મોટીવેશનલ હોવો જોઈએ બાળકનું પેપર અઘરૂં ગયું હોય ત્યારે  મોટીવેશન આપો અને બીજા પેપર માટે તૈયાર કરો. ધારો કે તમારૂ પેપર ધારણા કરતાં સારૂં ન ગયું હોય તો પણ ચિંતા છોડી આગળના પ્રશ્ર્નપત્રની આત્મવિશ્ર્વાસથી તૈયારી શરૂ કરી દો.આગળના પેપરમાં વધુમાં વધુ માર્કસ ખેંચવાનો પ્રયત્ન કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.