Abtak Media Google News

‘જેનું જીવન સાદું એનું નામ સાધુ’ અને ‘શ્રમ-ઉદ્યમ વિના સિધ્ધિઓનાં ગલગોટા કે સફળતાના ગુલાબ સાંપડતા નથી’ એ કહેવતો માનવ જીવનનાં સોનેરી સુત્રો છે. એમાનું ‘એક ગંગોત્રી’ છે અને બીજું ‘જમુનોત્રી’ છે બંને સાથે મળે ત્યારે ‘ગંગા-જમના’ બને છે, અને એમાં મંગલમય ભકિતભીનું જ્ઞાન ભળે એટલે એ ‘ત્રિવેણી સંગમ’નું સ્વરૂપ પામે છે.

આવું ‘કલ્યાણકારી પરિવર્તન’ સર્જવાના પવિત્ર અને પ્રમાણિક પુરૂષાર્થને આપણે ‘ગૂરૂપૂર્ણિમા’નો સંદેશ લખવો જોઈએ.

માત્ર ‘ખાધું, પીધું અને રાજ કર્યું’ એવો સંદેશ ‘ગૂરૂપૂર્ણિમા’ના અવસરમાંથી નિષ્પન્ન થતો નથી.

જેમ કુંભમેળો ખાધું, પીધું, પૂણ્ય સ્નાન કર્યું અને માનવ જીવનની મોક્ષગતિનો જંગ જીતી ગયા, એટલા પૂરતો જ મર્યાદિત નથી, તેમ ‘ગૂરૂપૂર્ણિમા’નો અવસર પણ ‘ખાધું, પીધું’ને રાજ કર્યું, જેટલો મર્યાદિત નથી…

આપણી સમાજ વ્યવસ્થામાં કુટુંબ વ્યવસ્થાનો જે રિવાજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તે દુનિયાભરમાં વિખ્યાત છે. એટલું જ નહિ પણ એને દુનિયાભરમાં એ સરાહનીય બની છે. મધર્સ ડે, ફાધર્સ ડે વેલેન્ટાઈન વગેરેની ઉજવણી કરવી પડે એવું ભારતમાં હતુ જ નહિ ‘ભારતમાં વ્યકિતને પૂર્ણ વ્યકિત બનાવવા તેના ચાર શ્રમ ધર્મ -અર્થ-કામ અને મોક્ષ આપ્યા અને સાથે સાથે ચાર આનમ આપ્યા. બ્રહ્મચર્યોશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાનશ્રમ અને સન્યાસાશ્રમ,

વ્યકિત સર્વાગગુણ સંપન્ન બને, વ્યકિત શાસ્ત્ર અને શસ્ત્ર (ઓજારો ટેકનિકલ બાબતો) બંનેમાં પારંગત હોય તેનો પણ ખ્યાલ કરાયો. વ્યકિત પરિવાર, સમાજ કે રાષ્ટ્ર માટે કેન્દ્ર સ્થાને છે. માટે તો વ્યકિત નિર્માણ ઉપર તમામ પંથો ધ્યાન આપે છે. વ્યકિત કેન્દ્ર સ્થાને છે માટે જ તે પરિવાર સાથે સંવેદનશીલતાના સંસ્કારથી જોડાયેલો હોવો જોઈએ. સમાજ સાથે સેવાભાવથી અને રાષ્ટ્ર સાથે સંસ્કૃતિ પરંપરા અને ઈતિહાસથી જોડાયેલા હોવો જોઈએ.

વ્યકિત કેન્દ્ર સ્થાને છે. એટલે જે અત્યંત જવાબદાર છે. વ્યકિતની પરિવાર સાથષની ભાવના જોડાયેલી રહે માટે ભારતીય સમાજમાં બે સંસ્કાર અપાયા ‘માતૃદેવો ભવ; પિતૃ દેવો ભવ:’, વ્યકિત સમાજ સાથે જોડાયેલી રહે માટે સંસ્કાર અપાયો ‘અતિથિ દેવો ભવ’ અને રાષ્ટ્ર સાથે જોડાયેલી રહે માટે સંસ્કાર અપાયો ‘રાષ્ટ્ર દેવો ભવ’,

સમાજ અને રાષ્ટ્ર માટે ‘પરિવાર’ એ અત્યંત મહત્વનું સાધન છે. ભારતની પરિવાર વ્યવસ્થામાં સંયુકત પરિવારની જ કલ્પના છે. દશરથપુત્રો હોય કે પાંચ પાંડવો હોય સંયુકત પરિવારની જ કલ્પના દેખાય. પણ… અર્થપ્રધાન દુનિયાએ આજે સંયુકત પરિવારોનું અસ્તિત્વ મિટાવી દેવાની ચેષ્ટા થઈ છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે.

આજે પોતાની જાતને અતિ સુધારવાદી અને પ્રગતિવાદી સમજનારા લોકો ટીકા કરે છે. કે કુંભના નામે કરોડ લોકો અબજો કલાકો અને અબજો રૂપીયા બગાડી રહ્યા છે ! પરંપરાના નામે આવું કયાં સુધી? મિડિયા પણ મોબાઈલ, લેપટોપ વાપરતા અને અધતન ગાડીઓમાં ફરતા મહામંડલેશ્ર્વરી કે સાધુઓને બતાડી પરોક્ષ કે પ્રત્યક્ષ ટીકા કરવાનું ચૂકતું નથી. પર્યાવરણવાદીઓ એવીબુમા બુમ કરતા હોય છેકે કરોડો લોકોના સ્નાનના કારણે ગંગા મેલી થઈ જશે ! હિન્દુ તહેવારો પરંપરાઓની ટીકા કરવીએ ‘અહિન્દુઓ’ની ફેશન બની છે.

શું ખરેખર ગંગા મેલી થઈ જશે ? કુંભ મેળાએ જવું એ રૂપિયાને સમયનો બગા છે? ના…ના… અને ના…

શાસ્ત્રો કહે છે કે જળ એજ જીવન છે, ‘યથાપિંડે તથા બ્રહ્માંડે’ એટલે કે શરીરમાં જે છે તે બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં છે તે શરીરમાં છે. પૃથ્વી ઉપર ૬૫ ટકાથી વધુ જળ છે. શરીરમાં પણ ૬૫ ટકા પાણી છે. કુંભ સ્નાનથી જળ એ જીવનનું જ્ઞાન પાકુ થાય છે. એટલું નહિ સ્વનો સમષ્ટિ સાથેના સંબંધની અનૂભૂતિ અનુભવાય છે.

હાથ-પગ કે મો ધોવાથી કેબાથ‚મમં નાહવાથી જે આનંદ મળે છે. તેના કરતા અનેક ઘણો આનંદ જળમાં, કુવામાં વાવમાં, હોજમાં કે નદીમાં ડુબકી મારવાથી મળે છે. આવું કેમ??

અગ્નિ જળમાં છૂપાયો છે. આપણા શરીરમાં પણ ૯૮.૫ નામનું ઉષ્ણતામાન (અગ્નિ) પાણીમાં જ છૂપાયું છે. એટલે તો એમ જ પુછાય છે કે તબીયત પાણી કેમ છે? તબીયતને પાણી (જળ) માં છુપાયેલા અગ્નિ સાથે સીધો સંબંધ છે. ડૂબકી મારતા જ નદીના જળમાં અને આપણી શરીરમાં છૂપાયેલો અગ્નિ એક થાય છે. આસમયે શરીરના જળનો અને નદીના જળનો વિધુત સંચાર એક થતા આપણા શરીરના કોષો વધુ તાજા બની રીચાર્જ થાય છે. માટે તો શરીરની સ્ફૂર્તિ, તાજગી વધી જાય છે. પરિણામે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

હવે એક સાથે સેંકડો કે હજારો લોકો એક સાથે નદીના જળમાં સમૂહ ડુબકી મારે તો આ વિધુત સંચાર વધુ તીવ્ર બને છે. પરિણામે નદીનું જળ વધુને વધુ ઈલેકિટ્રફાય થાય છે. શુધ્ધ થાય છે. તાજુ થાય છે. વધુ એનર્જીવાળુ થાય છે. માટે જ ભારતના ઋષી વૈજ્ઞાનિકોએ સમૂહ સ્નાન કરવાની વૈજ્ઞાનિક પરંપરા ઉભી કરી છે. કુંભમાં તો આ પરંપરા છે જ પણ અધિકમાસ, શ્રાવણમાસ કે માધમાસમાં સમૂહ સ્નાનની પરંપરા આજે પણ વિધમાન છે.

દુનિયામાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ કબૂલ્યું છે કે સમૂહમાં નદીસ્નાન કરવાથી પણ વધુ ઈલેકટ્રીફાય થાય છે. જાપાનીઝ લોકો તો દર સપ્તાહે સમુહ સ્નાન કરે છે.

આમ કુંભ મેળામાં કરોડોના સમૂહ સ્નાનથી ગગા મેલી નહિ, પરતુ વધુ ઈલેકિટ્રફાય થાય છે અને તેનો લાભ લેવા રૂપીયા અને સમય બંને ખર્ચવું જોઈએ.

ઋગ્વેદના પ્રથમ ખંડમાં, યજુર્વેદના ૧૯માં અધ્યાયમાં, સામવેદના ઉત્તરાય ખંડ અને અથર્વવેદના ચોથા ખંડમાં કુંભમેળાનું વર્ણન આવે છે.

હકિકત એ છે કે કુંભ મેળાની વાતો સાંભળવાથી કે તેના અંગે વાંચવાથી માત્ર જાણકારી મળે છે.કુંભ મેળાની અનૂભૂતિ કરવી હોય તો તમારે કુંભ મેળામાં રૂબરૂ જવું પડે, અને જયારે એ વિરાટતાના દર્શન કરશો ત્યારે જ ખબર પડશે હિન્દુ સંસ્કૃતિની આ વિરાસત કેટલી ભવ્ય છે.

જયારે એક જગ્યાએ કરોડો લોકો ભેગા થતા હોયત યારે તેઓની વ્યવસ્થા કરવી એ ખૂબજ દુષ્કર કામ છે. ભૂતકાળમાં કુંભ મેળા વખતે શાહી સ્નાનમાં સાધુઓ વચ્ચે પ્રથમ સ્નાન કોણ કરે તે માટે સર્જાયેલી મડાગાંઠને કારણે તથા કુંભ મેળામાં થયેલી ભાગદોડે કારણે સેંકડો લોકોના મોત નીપજયા હોવાના બનાવો નોંધાયા છે.

ચતુર: કુંભાશ્ર્વતૂર્ધા દશમિ શ્રીરેણુ પૂર્ણાન્

ઉદકેન દધ્નૌ એતાસ્ત્વાં ધારા પયન્તુ સર્વા: ॥

આ પવિત્ર ભારતભૂમિમાં ચાર કુંભપર્વો (નાસિક-ઉજજૈન-હરિદ્વાર-પ્રયાગ)મનુષ્યને તમામ પ્રકારનું સુખ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે. વિશેષરૂપથી દર બાર વર્ષે આવનારા આ કુંભપર્વમાં દાન -પૂણ્ય કરવાનું અધિક મહત્વ પૂરાણોમાં બતાવ્યું છે. સામવેદમાં તો એમ પણ કહ્યું છે કે શાસકીય કર્મચારી અને અધિકાર વર્ગે પ્રજાનાં કલ્યાણ માટે આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનીને તમામ પ્રકારની સુખ સુવિધાઓ ઉભી કરવાની દિશામાં કર્મ કરવું જોઈએ.

આપણા દેશની પ્રજાએ સ્વાતંત્ર્ય પ્રાપ્ત પછીયે દુષ્ટો વેઠવામા અને જાતજાતની પીડા ભોગવવામાં કશું જ બાકી રાખ્યું નથી.

પંડિત જવાહરલાલ નહે‚એ આપણા દેશના આકાશમાંથી અંગ્રેજી સલ્તનતના રાષ્ટ્રધ્વજ ‘યુનિયન જેક’ને હટાવ્યો અને ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગી ઝંડાને લહેરાવ્યો તે વખતે રાષ્ટ્રને કરેલા ઐતિહાસીક સંબોધન વખતે જણાવ્યું હતુ કે આ દેશમાં જેટલી જનસંખ્યા છે. એટલી જ સમસ્યાઓ છે અને હલ કરવાના ભગીરથ કાર્યમાં સહુ લાગુ જવું પડશે અને આરામ હરામ હૈના મંત્ર સાથે કઠોર પરિશ્રમ કરવાનો રહેશે… અને બન્યુ પણ એમ જ લાંબા વખતની ગુલામી બાદ સાંપડેલી સ્વતંત્રતા પછી પણ આ દેશની પ્રજા દ્રષ્ટો બેઠતી રહી છે અને વિવિધ પીડાઓ ભોગવતી રહી છે.

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાને જ શસ્ત્રો બનાવીને આપરા દેશને અનોખુ નેતૃત્વ આપ્યું અને કદાવર અંગ્રેજી સલ્તનને નમાવીને સ્વતંત્રતા મેળવી આપીએ એક અસાધારણ ઘટના હતી.

આજે આ મહાપુરૂષ સદેહે આપણી વચ્ચે નથી છતા તેઓ ડગલે ને પગલે આપણી આસપાસ છે જ!

આપણા દેશની વર્તમાન વિષમ પરિસ્થિતિમાં તેઓ સાંભર્યા વિના રહ્યા નથી.

અહી જાતજાતની હિંસા પ્રવર્તે છે. તરેહ તરેહની હિંસા પ્રવર્તે છે. હિંસાના અનેક સ્વરૂપો છે હિંસાની વ્યાખ્યા પણ વિભિન્ન બનતી ગઈ છે.

કરોડો ગરીબોને ગરીબ રહેવા દઈએ એ હિંસા છે. દેશની પ્રજાને સારા શિક્ષણની તક ન આપીએ તે હિંસા છે. ઈશ્વરે સર્જેલા તમામ મનુષ્યોને સમાન દરજજો અને સમાન તકો ન આપીએ તે હિંસા છે. ગૂરૂપૂર્ણિમાનો સંદેશ આ બધી હિંસાને ખતમ કરીને સર્વાંગ પરિવર્તન લાવવાનો છે એ ન મૂલીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.