Abtak Media Google News
  • 1/2 કિલો મોટા બટેટા,
  • 4-5 લીલાં મરચાં,
  • 1 કપ ઝીણી સમારેલી કોથમીર( ધોઈ ને કોરી કરેલી),
  • 1 ચમચો જીરુ,
  • મીઠું સ્વાદાનુસાર,
  • ચપટી હિંગ( તમે ઉપવાસ માટે બનાવતા હોવ તો ના ઉમેરો),
  • 1-2 ચમચી તેલ પાપડ ના લુઆ બનવા માટે.

બનાવવાની રીત :

  • સૌ પ્રથમ મોટા બટેટા જે આપણે વેફર અને સેવ માટે પસંદ કરીએ છીએ એવા બટેટા લો . અને ધોઈ ને સાફ કરી ને કુકર માં બાફી લો. બહુ પાણી પોચા બટેટા ના થઇ જાય એનું ખાસ ધ્યાન રાખો. બાફી ને બટેટા ને 1-2 કલાક બહાર ઠંડા થવા દો. ત્યારબાદ છાલ નીકાળી ને બટેટા ને એક બાઉલ માં છીણી લો. હવે તેમાં લીલાં મરચાં ને ચીલી કટર થઈ ક્રશ કરી લો કે પછી મરચાંની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર, જીરું, મીઠું અને હિંગ ઉમેરો.
  • હવે હળવા હાથે બધું મિક્સ કરો
  • અને જ્યાં સુધી બટેટા ચીકાશ પકડે અને કણક જેવું થાય ત્યાં સુધી અને મસળો
  • હવે જરા તેલ વાળા હાથ કરી ને નાના નાના લુઆ કરો. બધા લુઆ ઉપર તેલ લાગી જાય એ રીતે બનાવો.
  • એક મોટું સાફ કરેલું પ્લાસ્ટિક પાથરો પાપડ મુકવા માટે. અને એક નાનું ચોરસ પ્લાસ્ટિક પાપડ થી થોડી મોટી સાઈઝ નું કટ કરો.
  • પહેલા મોટું પ્લાસ્ટિક પાથરો અને બટેટા ના લુઆ જેમાં તેલ લગાવેલું છે એ મુકો. હવે લુઆ ઉપર નાનું પ્લાસ્ટિક મુકો અને હાથે થી બધું બાજુ પ્રેસ કરતા જાવા બને એટલો ગોળ શેપ આપો. બહુ જ આસાની થી પાપડ બની જશે.
  • જો તમે ઇચ્છો તો બે પ્લાસ્ટિક વચ્ચે પાટલી- વેલણ માં અથવા પાપડ ના મશીન માં એક એક કરી ને પણ પાપડ બનાવી શકો છો. પરંતુ મારી રીત થઈ ખૂબ જ ઝડપ થી બનશે અને પાતળા પાપડ જ બનશે. જેમાં ખૂબ ઓછું તેલ લગાવી ને બની જશે.
  • હવે બધા પાપડ આ રીતે પ્લાસ્ટિક માં થોડા દૂર અંતરે બનાવી લો. અને 1-2 દિવસ માટે તાપ માં અથવા તો પંખા નીચે સુકવી દો. ઉપર નો ભાગ સુકાય એટલે પાપડ ને બીજી બાજુ ફેરવી દો અને એ સાઇડ પણ સુકવી દો. ખૂબ તાપ હશે તો 1 જ દિવસ માં પાપડ સુકાય જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.