Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની છેલ્લી ‘મનની વાત’ કાર્યક્રમમાં દેશને સંબોધિત કર્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ તેમણે અનેક મુદ્દે પ્રજાનો આભાર માન્યો અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી છે. તેમણે સ્વચ્છાતા અને 21મી સદીના મતદાતાઓ વિશે વાત કરી હતી. તો, આવો આપણે જાણીએ તેમણે કયા મુદ્દાઓ પર મનની વાત કરી.

– PM મોદીએ દેશની જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે નવા વર્ષમાં નવી વાતો કરવાની તેમણે વાત કરી હતી. સેવા પરમો ધર્મ આપણી પરંપરા છે. ક્રિસમસ પણ આપણને સેવા કરવાનો સંદેશો આપે છે.

– ગુરુ ગોવિંદ સિંહે પણ મહાન શિક્ષણ આપ્યું છે. તેમણે જાતિ અને ધર્મના બંધન તોડીને લોકોને શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાના જીવન દ્વારા ત્યાગ અને કર્મનો સંદેશ આપ્યો છે. હું ભાગ્યશાળી છું કે મને પટણા સાહિબના 350મા વર્ષમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું.

– 1લી જાન્યુઆરી વિશેષ દિવસ છે. ભારતીય લોકતંત્ર હવે 21મી સદીના નવા મતદાતાઓનું સ્વાગત કરે છે. ઈન્ડિયા યુથ આગળ આવે અને નક્કી કરે કે તેમને કેવું ભારત જોઈએ છે. તમે પણ આગળ વધો અને દેશ પણ આગળ વધે. સમયની માગ છે કે આપણે સશક્ત અને દિવ્ય ભારતના જનાંદોલનની શરૂઆત કરીએ.

– યુવાનો નવા ભારતનું નિર્માણ કરે અને નવા રસ્તાઓ શોધે. 2018નું સ્વાગત સકારાત્મકતાથી કરો. લોકોએ અનુભવો અને ટ્વિટ પણ શેર કર્યાં છે.

– કેટલાક લોકોએ પોતાની અંગત વાતો શેર કરી છે, પણ તેમાં સકારાત્મકતા હતી. આ જ લોકો તો ન્યૂ ઈન્ડિયા છે. તાજેતરમાં જ મને કાશ્મીરના રહેવાસી અને ટૉપર અંજુમ બશીર વિશે સાંભળવા મળ્યું. એક બાળકના મનમાં ઝેર ભરવા માટે આ કાફી હતું, તેમ છતાં તેમણે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.

– 4 જાન્યુઆરીથી દેશના 4000 શહેરોમાં 40 કરોડ લોકો સાથે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામા આવશે. જેમાં ખુલ્લામાં શૌચથી મુક્તિ અને સફાઈનું કામ જોવામાં આવશે. શું એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે જેના કારણે સ્વચ્છતા લોકોની આદત બની જાય, તે પણ જોવામાં આવશે.

– જો કોઈ મુસ્લિમ મહિલા હજ એકલી જવા માગતી હોય તો તે પુરુષ વિના જઈ શકતી નથી. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓને આ અધિકાર અપાયો નથી. હવે અમારી સરકારે આ પ્રતિબંધ હટાવી લીધો છે. હવે મુસ્લિમ મહિલાઓ પોતાના પતિ વગર જઈ શકશે. ત્રિપલ તલાકનો કાયદો પણ સમાજની ભલાઈ માટે બનાવવામાં આવ્યો છે. મહિલાઓને પણ સન્માન મળવું જોઈએ.

– 26 જાન્યુઆરી આપણા માટે મહત્વની છે. આ વખતે ગણતંત્ર દિવસ પર 10 એશિયા દેશોના નેતાઓ ભારત આવશે. જે પહેલા ક્યારેય થયું નથી. જાન્યુઆરીમાં મકરસંક્રાતિ આવશે. જે પંજાબમાં લોહડી, યુપી-બિહારમાં ખિચડી અને આસામમાં બિહૂ તરીકે મનાવવામાં આવે છે. તમામ દેશવાસીઓને તહેવારોની શુભેચ્છાઓ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.