Abtak Media Google News

જીનીયસ સ્કૂલ પ્રેઝન્ટ એજયુકેશન અબતક

આર્ટસ, કોમર્સ કે સાયન્સ? કયો વિભાગ પસંદ કરવો? તે મુદે દિલ્હી પબ્લીક સ્કુલના પ્રિન્સીપાલ મનોજ દુબે સાથે વાર્તાલાપ

Vlcsnap 2018 05 26 12H33M22S248

એજયુકેશન અબતકમાં દરેક અલગ અલગ વિષય પર નિષ્ણાંતો સાથે વાર્તાલાપ કરીએ છીએ જે અંતર્ગત એજયુકેશન સિસ્ટમ કેવી હોવી જોઇએ ? તેમાં કેવા ફેરફાર કરવાની જરૂર છે ? ફિનું માળખુ કેવું હોવું જોઇએ ? જેવા મુદ્દાઓ આવરી લેતા હોઇએ છીએ આજનો મુદ્દો છે કે ધો.૧૦ કે ૧ર પછી કયા વિભાગમાં અભ્યાસ અર્થે જોડાવું જોઇએ ?

ધો.૧૦ થછી આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિભાગોમાંથી કયો વિભાગ પસં કરવો ? જેવા મુદા પર ચર્ચાઓ કરવા અબતક એજયુકેશનમાં દિલ્હી પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ મનોજભાઇ દુબે જોડાયા છે. તેઓ જણાવે છે કે એજયુકેશન સિસ્ટમ પરિવર્તનશીલ હોવી જોઇએ. ધો. ૧૦ પછી બાળકે કયા વિભાગમાં જોડાવું એ અંગે વાલીઓ દબાણ ઉભો કરતા હોય છે.

જે રીતે ખુબ ખોટી છે. બાળક કયાં વિભાગમાં જોડાવા માંગે છે તે પણ પૂછયું જોઇએ તેમજ તેની ક્ષમતા જાણવી ખુબ જરુરી બને છે. વર્તમાન પરિસ્થિતિમાં વાલીઓ એવું જ ઇચ્છે છે કે બાળક ઇન્જીનીયર બને તેના કારણે દર વર્ષ દેશભરમાંથી ૧૬.૫ લાખ ઇન્જીનીયર્સ તૈયાર થાય છે. જયારે તેની સામે ર લાખને જ રોજગાર મળતો હોઇ છે.

આ કારણે તેઓ અનય ક્ષેત્રોમાં જોડાઇ છે. અને જે નાના મોટી નોકરી મળે તે કરવી પડે છે. આ બધી તકલીફો પાછળ આપણે ખોટો નિર્ણય જ જવાબદાર છે.

બાળકની પ્રતિભાની ઓળખ કરવી ખુબ જરુરી છે. તે મુજબ તેનું ક્ષેત્ર નકકી કરવામાં આવે તો વ્યકિગત અને સામાજીક  બધા હિતો પાર પાડી શકાય છે. વાલીઓ પોતાના બાળકની બીજા બાળકો સાથે સરખામણી કરતા હોઇ છે. ત્યારે પાંચ આંગણી સરખી નથી એ વાત અહીં સમજવાની જરુર છે.

તેમજ બે સગા ભાઇઓ વચ્ચે પણ ઘણી જ સામ્યતા જોવા મળે છે. વાલીઓ-પરિવાર એવું જ ઇચ્છા હોઇ છે કે તેઓ જે ક્ષેત્રમાં છે તેમના બાળકો પણ એ જ ક્ષેત્રમાં છે તેમના બાળકો પણ એ જ ક્ષેત્ર પસંદ કરે અને તેમાં જ આગળ વધે.

સફળ થવું એનો મતલબ એ નથી છે ડોકટર કે ઇન્જીનીયર જ બનવું પરંતુ જે કોઇપણ મન ગમતા ક્ષેત્રમાં પારંગત બને એ જ સાચી સફળતા છે. પરીક્ષા સમયે ૩ થી ૪ કલાક વાંચન કરવું યોગ્ય છે. પરંતુ જરૂરી નથી કે સતત વાંચન જ કરવું સાથે ઘણું મનોરંજન પણ જરુરી જ છે.

અત્યારની બોર્ડની પરીક્ષાઓને જોતા લાગે છવે કે નોલેજ ઇઝ નોટ પાવર બટ અપ્લાઇડ નોલેજ ઇઝ પાવર સુત્ર અહીં ફીટ બેસે છે. બાળકો  પાસે જે જ્ઞાન છે. તેનો ઉપયોગ કરાવતા શિખવવું જરુરી છે. વાલીઓએ બાળકની કારકીર્દી કયાં ક્ષેત્રમાં બનાવવી એ માટે ત્રણ વસ્તુઓ ઘ્યાનમાં રાખવી જોઇએ.

૧) કેલીબર અને કેપેબલીટી ર) બાળકની મરજી અને ૩) વાલી તથા શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન ત્રણ તબકકાના સહારે બાળકનું ઉજજવ ભવિષ્ય નભે છે. વાલીઓને સમજાવવાના પ્રયત્નો કરીએ ત્યારે હકીકત ન સ્વીકારતા તેઓ અન્ય સ્કુલમાં બાળકોને ટ્રાન્સફર કરી નાખે છે.

સીબીએસઇ ના વધતા જતા ટ્રેન્ડને જોઇએ તો રાજકોટમાં ૧૧ થી ૧ર, સીબીએસઇ સ્કુલસ છે. ત્યારે પ્રવેશ પહેલા એ જરુરી છે. કે સીબીએસઇ સ્કુલ છે કે નથી તેની ચકાસણી કરી લેવી સ્કુલના સંચાલકો દ્વારા જાણ્યા બાદ તેની ખાતરી કરવી પણ ખુબ જ જરુરી છે. ધો.૧૦ ના પરિણામોના આંકડા પરથી જ જાળી શકાય છે.

કે બાળકની ક્ષમતા કયા ક્ષેત્રમાં છે જેના આધારે તેની પસંદગીનું ક્ષેત્ર તેને આપી શકાય છે. ઘણાં હોશિયાર વિઘાર્થીઓ પણ કોમર્સ અમે આર્ટસમાં પ્રવેશ લે છે કારણકે તેમનો ખબર હોઇ છે કે તેઓ શું બનવા ઇચ્છે છે. દિલ્હી પબ્લિક સ્કુલમાં સ્પોટર્સ, સ્વીમીગ પુલ, એકસસાઇઝ કોઇ સ્પેશિયલ રમત માટે ખાસ તૈયારી માટે માર્ગદર્શન વગેરે દ્વારા વિઘાર્થીઓની આગવી પ્રતિભાને નિખારી શકાય છે.

જેમ કારકીદી માટે ભણતર જરુરી છે. તેમ જ તદુરસ્તી માટે રમત જરુરી છે. તેમ જ તંદુરસ્તી માટે રમત જરુરી છે. ઉપરાંત જો બાળક તંદુરસ્ત નહી હોઇ તો ભણતર પણ નહીં કરી શકે માટે ૧ કલાકની રમત ખુબ જરુરી છે.

જે બાળકો રમતમાં સારા હોઇ તે ભણતરમાં ખુબ સારા હોઇ જ છે રમતથી ટીમ સ્પીરીટ, હારની સ્વીકૃતિ વગેરે જેવા લીડરના ગુણ રમત દ્વારા બહાર આવે છે. સ્કુલમાં અલગ અલગ સ્પર્ધાઓ કરાવવામાં આવે છે જેથી આગળ વધવાની જીતવાની આશા જાગે છે.

મા-બાપ બન્ને જોબ કરતા હોઇ છે ત્યારે બાળકને નાની ઉંમરથી જ પ્લે હાઉસમાં જતા કરી દે છે જે બાળક માટે ખુબ જ નુકશાન રુપ સાબીત થાય છે. અત્યારે પ્રેકટીકલ સ્ટડી એટલે કે એકટીવીટી બેઇઝ લનીંગ ખુબ જરુરી છે. જેમ કે છોડને પાણી પાવું, નદીના મહાન્તા માટે નદીના લઇ જવા  વગેરે પ્રયત્નો દ્વારા વિઘાર્થીઓને વાતાવરણ સાથે સિઘ્ધા સંપર્કમાં લાવી શકાય છે.

હાલ ફી સ્ટ્રકચરનો મુદ્દો ઘણો વિવાદમાં છે ત્યારે કોર્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે સ્કુલની સગવડોને ઘ્યાનમાં  રાખીને ફી વસુલ કરવી યોગ્ય છે. ઉ૫રાંત ભારતમાં ડીઝીટલ યુગમાં  ઇ-બુકસ તથા પ્રોજેકટર દ્વારા અભ્યાસ પણ આપવો જોઇએ.સ્માર્ટ અભ્યાસ સ્માર્ટ બોર્ડ કે સ્માર્ટ કલાસરૂમ દ્વારા નહીં. સમયની સાથે સાથે બાળકો પણ ખુબ આધુનિક છે જેમ તેઓને માહીતી જ્ઞાન કે માર્ગદર્શન મળતું જાય છે. તેમ તેઓની આધુતિકતામાં બહોળો વધારો થતો જાય છે.

૧૨ વર્ષના અનુભવમાં એ વાત જરુરે અનુભવી છે કે બાળકો તથા વાલીઓ બન્નેમાં નોંધપાત્ર પરિવર્તનો આવ્યા છે બાળકોને અભ્યાસ તથા કામ માટે દુર પણ મોકલવા જોઇએ.

દિલ્હી પબ્લિક સ્કુલમાં શિક્ષકોની પસંદગી કમીટી દ્વારા કરવામાં આવે છે એ અંગે દિલ્હીથી ટીમ આવી ઇન્ટવ્યુ કરે છે. તેમાંથી બેસ્ટ કેન્ડીડેટસની પસંદગી કરવામાં આવતી હોઇ છે. હાલ બધા શિક્ષકો એક્ષપર્ટ છે. તથા તેમની બધી જરુરી વિગતો વેબસાઇટ પર પણ છે.

બાળકોને ખાસ નમ્ર સલાહ કે જીવનમાં ખુબ પ્રસન્ન, ઉત્સાહિ, હસતા રહો વાલીઓ પણ આ સ્વભાવમાં પોતાનું યોગદાન આપી કોઇ પ્રકારનું દબાણ ન બનાવવું જોઇએ. કારણ કે જેટલા ખુશ થઇને કાર્ય કરીશું તેટલું કામ સારુ થઇ શકશે.

દિલ્હી પબ્લિક સ્કુલ સોસાયટી ૧૯૫૦ થી કાર્યરત છે. જે હાલ ૨૩૦ જેટલી સ્કુલ ભારતના મોટા શહેરોમાં શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. રાજકોટમાં ૨૦૦૨ થી આયોજન કરીને ૨૦૦૪ થી સ્કુલ રાજકોટમાં સેવા આપી રહી છે.

દિલ્હી પબ્લિક સ્કુલનાં પ્રિન્સીપાલ મનોજભાઇ દુબે સાથે એજયુકેશન અબતકમાં સ્કુલ કેવી હોવી જોઇએ. બાળકો તથા વાલીઓ માટે જાગૃતિઅર્થે કેવા પગલા લેવા જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી વધુ માહીતી આપતા અંકે જોઇશું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.