Abtak Media Google News

એ લે સ્નીકર ખાલે ક્યુકી જબભી તુજે ભૂખ લગતી હૈ તું ….., જી હા આ એડમાં એકદમ સાચું કહ્યું છે. માણસને જયારે ભૂખ લાગે છે અને તેની ખબર નથી હોતી ત્યારે તેને ગુસ્સો આવ્યા વગર રહેતો નથી. આજે અહીં એના વિષે થયેલા એક અભ્યાસ વિષે જ વાત કરીશું.

વૈજ્ઞાનિકોએ આ વાતની શોધ કરી જાણ્યું છે કે આપણને જયારે ભૂખ લાગે છે ત્યારે સાથે સાથે ગુસ્સો પણ આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર આવું જીવવિજ્ઞાનની પરસ્પરની ક્રિયા, વ્યક્તિત્વ અને આસપાસના વાતાવરણના કારણે થતું હોય છે.

Maxresdefault 14અમેરિકાની યુનિવર્સીટી ઓફ નોર્થ કેરોલાઇનના એક વિદ્યાર્થી ના જણાવ્યા અનુસાર આપણે બધા જાણીયે છીએ કે ભૂખનો અનુભવ કરવાથી ક્યારેક ક્યારેક આપણી ભાવનાઓ અને દુનિયા પ્રત્યેના આપણા વિચારો પ્રભાવિત થતા હોય છે.તાજેતરમાં જ ઓક્સફોર્ડ શબ્દકોષે હેંગરી શબ્દનો સ્વીકાર કર્યો છે. જેનો અર્થ ભૂખના કારણે આવતો ગુસ્સો એવો થાય છે.

7A995F40B66F1A9C3A7Bda1447Ffcbde 1400 લોકોનો અભ્યાસ કાર્ય બાદ એવું તારણ આવ્યું છે કે માત્ર માહોલ જ આ વાતને અસર નથી કરતો કે કેમ કોઈ ભૂખના કારણે ગુસ્સો કરે છે? એ લોકોની ભાવનાત્મક જાગૃતતા પણ નક્કી થાય છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ ભાવનાત્મક પરિસ્થિતિઓનો મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો એ છે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોમાં  ભાવનાત્મક જાગૃતતાનું સ્તર ઉંચુ હોય છે એવા લોકોને ભૂખ લાગી છે કે નહિ તે વાતની અનુભૂતિ વધુ થાય છે અને તેવા લોકોમાં ભૂખના કારણે ઓછો ગુસ્સો આવે છે.

Stop Feeling Hungry Banner E1508418920397તો હવે જયારે તમને કારણ વગરનો ગુસ્સો આવે તો એ ચેક કરવાનું ભૂલતા નહિ કે ક્યાંક ભૂખના કારણે તો ગુસ્સો નથી કરતાને??? અને જો એવું હોઈ તો પહેલા કઈક ખાઈ લો અને ભૂખને શાંત કરી પોતે પણ શાંતિ અનુભવો.

Maxresdefault 15

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.