ઋષિ કપૂર અને ઈરફાન ખાનના મૃત્યુમાં ૨૦૨૦નો શું અનોખો સંયોગ છે?

સોશિયલ મિડીયામાં  ફરતા  થયેલા અનોખા સંયોગના વાયરલની હકિકત શું?

ભારતનાં સિને જગતના એક જમાનાના જોલી અભિનેતા ઋષિકપૂરનું તાજેતરમાં ૬૭ વર્ષની વયે થયેલા નિધનથી દેશ શોકમાં ગરકાવ બની ગયો હતો. તે પહેલા અભિનેતા ઈરફાન ખાનની વિદાયથી શોકમગ્ન થયા હતા બે દિવસમાં જ ફિલ્મી જગતના બે ચમકતા સિતારાઓ ગુમાવી દીધા હતા. બંને સિતારાઓની વિદાયના શોક વચ્ચે સોશ્યલ મિડિયા પર બંને અભિનેતાઓની જન્મ તારીખ, ઉંમર અને ૨૦૨૦ સાથે માનાંકના સમયના યોગાનુયોગે બધાની નજર ખેંચી રહ્યું છે.

ઋષિકપૂર કે જેનો જન્મ ૧૯૫૩માં થયો હતો. અને ૬૭ વર્ષની વયે તે ગુજરી ગયા જયારે ઈરફાનખાન કે જેનો જન્મ ૧૯૬૭માં થયો હતો અને તે ૫૩ વર્ષની વયે ચાલ્યા ગયા હતા એક દુ:ખદ બીના હતી પરંતુ ગણિત અને આંકડાકીય રીતે બંનેની જન્મ તારીખ, ઉમર અને માનાંકનો સરવાળો અલૌકિક બન્યો છે. સોશ્યલ મીડીયા આ બંને કલાકારોના ગણીતીક સંયોગ અને બંને સિતારાઓ વચ્ચે આંકડાની રીતે અલૌકિકત સંબંધોનાં સંયોગમાં ઉભી થયેલી ચર્ચાની આંધીમાં, ફિલ્મ ગપસપની જેમ મરી મસાલાઓ ભરીને એવી તો ચર્ચાઓ શરૂ થઈ છે.

આ બંને સિતારાઓમાં એકઆંતરા મૃત્યુ સહયોગો દેશભરમાં અને સોશ્યલ મીડિયા જગતમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. જોઈએ કે આ કલાકારોનાં ગણીતિક રીતે સંયોગ રચાયો છે. બંનેનાં જન્મ વર્ષ અને ઉંમરનો સરવાળો ૨૦૨૦ થાય છે. ઋષિકપૂરનાં ૧૯૫૩+૬૭=૨૦૨૦, અને ઈરફાનખાનના ૧૯૬૭+૫૩=૨૦૨૦ પરંતુ આ એક અંકગણિતની ગણતરી છે.

ટુંક સમયમાં જ ઘણા લોકોએ એ વાત સમજાય ગઈ કે કોઈપણ વ્યકિત કોઈપણ ઉંમરે ૨૦૨૦માં ગુજરે તો જન્મનો વર્ષ અને ઉંમરનો ઉમેરો કરોતો સરવાળો ૨૦૨૦ થાય જો તમે ૧૯૭૦માં જન્મ્યા હોવ અને ૫૦ વર્ષની વયે ૨૦૨૦મા ગુજરી જાવ તો જન્મનું વર્ષ અને મૃત્યુની વયના સરવાળો કરોતો ૨૦૨૦ થાય જેથી આ બંને અભિનેતાના મૃત્યુમાં કોઈ સંયોગ નથી.

Loading...