Abtak Media Google News

બળાત્કારની મોડી ફરિયાદ અને મિત્રતાના સંબંધ પાછળ ભેદ ભરમ છુપાયેલો હોવા છતાં આર્થિક મદદ બંધ થાય ત્યારે બળજબરીના આક્ષેપ થાય!

સ્ત્રી-પુરૂષની સહમતીથી બંધાયેલા શરીર સંબંધ દુષ્કર્મની વ્યાખ્યામાં કંઇ રીતે બંધ બેસે?

મારી મચડી કાયદાનું અર્થઘટન કરી પુરૂષને બળાત્કારના ગુનામાં સંડોવવાના ષડયંત્ર: કાયદો લોકોની સુખાકારી માટે કે પીડાદાયક

કયાંક તંત્રની કચાસ અને કાયદાની મર્યાદાનો વકીલ અને  અર્થઘટન કરનાર શખ્સો પોતાની ઇચ્છા મુજબ કાયદાનો દુર ઉપયોગ છે

કાયદો લોકોની સુખાકારી અને સુચારી માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ કાયદાની કેટલીક મર્યાદાઓનો લેભાગુઓ દ્વારા દુર ઉપયોગ કરી તેનું ખોટુ અર્થઘટન કરી મારી મચડીને પોતાની ઇચ્છા મુજબ કાયદાનો ઉપયોગ કરી થતો હોય છે બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સ્ત્રી-પુરૂષ વચ્ચેના મિત્રતાના સંબંધમાં વાંધો પડે ત્યારે બળજબરીની વ્યાખ્યાને આગળ ધરી પુરૂષને કાયદાના સકંજામાં સંડોવી દેતી હોય છે. શહેરના બસ સ્ટેશન પાછળ ઓફિસ ધરાવતા યુવક દુષ્કર્મના કાયદાના થયેલા દુર ઉપયોગનો ભોગ બન્યાનું સામે આવ્યું છે.

શહેરના ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતી ત્યકતા દિપેશ દિપનારાયણ મિશ્રાના પરિચયમાં આવતા બંને વચ્ચે મિત્રતા બંધાતા દિપેશ પાસેથી ત્યકતા પોતાના પુત્રના અભ્યાસ માટે આર્થિક મદદ લેવાનું શરૂ કર્યુ હતુ. બંને વચ્ચે ગાઢ બનેલી મિત્રતા શરીર સંબંધ સુધી પહોચી હતી. દોઢ માસ સુધી બંનેની સહમતીથી બંધાયેલા શરીર સંબંધમાં ગમે તે વાંધો પડતા એક સંતાનની માતાએ પોતાના પર બળજબરીથી બળાત્કાર ગુજારાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.એક સંતાનની માતા પરપુરૂષ સાથે શરીર સંબંધ એક વખત નહી પણ અનેક વખત બાંધ્યો હોય તેને કંઇ રીતે બળજબરી કહી શકાય? તેવો સવાલ થઇ રહ્યો છે. સ્ત્રી-પુરૂષ વચ્ચેના મિત્રતાના સંબંધ દરમિયાન થયેલી આર્થિક લેવડ-દેવડ અને સગવડમાં અપેક્ષાનો વધારો થાય ત્યારે મિત્રતામાં તિરાડ પડતી હોય છે અને મરજીથી બાંધેલા શરીર સંબંધને બળજબરી કહેવામાં આવે છે.કાયદાની જોગવાય મુજબ મરજીથી બંધાયેલા શરીર સંબંધને બળાત્કાર કહેવામાં આવતો નથી પણ તેમાં બળજબરી શબ્દ ઉમેરી દેવામાં આવે તો બળાત્કારનો ગુનો બની જતો હોવાથી પુરૂષ સામે પોલીસે પણ ના છુટકે ગુનો નોંધવો પડે છે અને પુરૂષ સાચો હોય તો પણ તેને કાયદાની આટીઘૂટીની જોગવાઇનો શિકાર બની બળાત્કારનો આરોપી બની જતો હોય છે.

પુકત વયની સ્ત્રી પોતાનું સારૂ અને ખબાર પોતાની રીતે વિચારી શકતી હોવાનું કાયદામાં સ્પષ્ટ થયું છે ત્યારે મિત્રતાને કાયદાની જોગવાય મુજબ યોગ્ય ગણવામાં આવે છે અને તેની બીજી સાઇડ બળજબરીને ગુનો કહેવામાં આવે છે ત્યારે પોલીસે આવી આટીઘૂટીમાં ઉંડી તપાસ કરી સત્ય બહાર લાવી દુધનું દુધ અને પાણીનું પાણી કરે તો કાયદાનો દુર ઉપયોગ થતો બંધ થાય તેમજ કાયદાનો ખોટો ફાયદો લેતા લેભાગુઓ સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે.

વકીલોના માર્ગ દર્શન હેઠળ કેટલાક લેભાગુઓ કાયદાનો પોતાની મરજી મુજબ મારી મચડીને દુર ઉપયોગ કરતા થયા છે. તેની સામે પણ તંત્ર દ્વારા ઉંડી તપાસ કરી સત્ય બહાર લાવવું જરૂરી બન્યું છે. કાયદો લોકોની સુખાકારી અને સુચારી માટે બનાવવામાં આવ્યો છે પરંતુ હાલ કેટલાક લેભાગુ તત્વો , કાયદાના જાણકારો અને પોલીસની કચાસના કારણે સુપ્રિમ કોર્ટની ગ્રાઇડ લાઇન મુજબ બળાત્કારની ફરિયાદની તપાસ જીણવટભરી કરી સત્યને ઉજાગર કરી ફરિયાદ નોંધવા કરાયેલા સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં સ્ત્રીને આગળ ધરીને કાયદાની મર્યાદાનો દુર ઉપયોગ કરી પોતાની ઇચ્છા મુજબ ફરિયાદ નોંધાવતા હોય છે.આ રીતે જ કાયદાની મર્યાદાનો દિપેશ મિશ્રા ભોગ બન્યાનું જણાય રહ્યું છે. જોકે દિપેશ મિશ્રા આ પહેલાં ઠગાઇ અને બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કર્યાના ત્રણ ગુનામાં પકડાયો છે. તેમ છતાં તે કાયદાની આટીઘૂટીમાં આવી બળાત્કારનો આરોપી બનતા યુનિર્વસિટી પોલીસે તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.