Abtak Media Google News

હિન્દુ ધર્મમાં સાથિયાનું ખૂબ જ મહત્વ છે. હંમેશા આપણે જોયુ છે કે લોકો પોતાનાં ઘરમાં, મંદિરમાં, સંસ્થાનોમાં વગેરે જગ્યાએ સાથિયો બનાવે છે. અનેક લોકો તેને પોતાના ઘરનાં દ્વાર પર પણ બનાવે છે. કહેવાનો મતલબ એ છે કે હંમેશાથી આપણે સાથિયાને જોયો છે પરંતુ તેનું મહત્વ શું છે….? એ જાણવાની કોશિશ કરી છે….? તો આવો અહિં જાણીએ કે સાથિયો છે શું અને તેનું મહત્વ શું છે….?

આપણા વેદ અને પુરાણોમાં સ્વત્વિકને ધનની દેવી લક્ષ્મી અને બુધ્ધિનાં દેવતા ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. જ્યો સનાતન ધર્મમાં તેને પરબ્રહ્મ સમાન ગણવામાં આવે છે.

સ્વસ્તિક સંસ્કૃતિના બે શબ્દો સુ અને અસ્તિથી બન્યો છે.જેનો અર્થ શુભ થાઓ અને કલ્યાણ થાઓ થાય છે.

જ્યારે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સ્વસ્તિક ચાર પદાર્થો હવા, વાયુ, જલ અને અગ્નિથી મળીને બન્યો છે. જેને ‘ગતિશીલ સૌહ’ પણ કહેવાય છે.

આ ચિહ્ન શાંતિ અને સમૃધ્ધિનું પ્રતિક છે જેને જર્મનીની નાઝી પાર્ટીએ ત્રણ હજાર વર્ષ માટે પસંદ કર્યુ છે જે આજે પણ તેનાં ઝંડામાં જોઇ શકાય છે.

સ્વસ્તિકની પૂજા અને જ્યોતિષ વિજ્ઞાન : જ્યારે પણ ઘરનાં મંદિરમાં ભગવાનની સ્થાપના કરો ત્યાં પહેલાં સાથિયો કરો, તેના પર ભગવાનની સ્થાપના કરો. મનોકામના પૂરી કરવા કોઇ મંદિરમાં પહેલાં ઉંધો સાથિયો કરો. સુખ સમૃધ્ધિ માટે ઘરની બહાર સાથિયો કરો. જો અનિંદ્રા સતાવે છે તો ઘરનાં મંદિરમાં તર્જનીથી સાથિયો બનાવો મન શાંત થશે અને ઉંઘ થાશે વેપારનાં લાભ માટે ઘરનાં ઇશાન ખૂણાને ગંગાજળથી સ્વચ્છ કરી ત્યાં સાથિયો બનાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.