ઋતુ પ્રમાણેના ફળોનું મહત્વ શું ?

શરીર સુુખી, તે સુખી સર્વ વાતે

બદલતી ઋતુમાં તંદુરસ્ત રહેવા ખાટા ફળ ખાવા જરૂરી

ભારત ઋતુઓનો દેશ છે. ત્યારે અલગ અલગ ઋતુ પ્રમાણે ખોરાક પણ બદલાતો હોય છે. ખોરાકનો જ એક ભાગ એટલે ફળો, ઋતુ પ્રમાણે અલગ અલગ ફળો લોકો આરોગતા હોય છે. ખાસ તો બદલતી ઋતુના કારણે સામાન્ય તાવ, શરદી જેવી બીમારીઓ થતી હોય છે. તો આ બીમારીઓને નાવા યોગ્ય આહાર જરૂરી છે. બદલતી ઋતુ દરમિયાન વિટામીન ‘સી’ વાળા ફળો આરોગવા હિતાવહ છે. જેનાથી ઈમ્યુનિટી પાવર વધે છે અને ચેપી રોગોથી પણ બચી શક્ય. બદલતી ઋતુ સાથે રોજીંદા આહારમાં ખટાશ વાળા ફળો ઉમેરવાથી ત્વચાને પણ ફાયદો થાય છે.

આમ, રોજીંદા જીવનમાં ખાટા ફળો આરોગવા ખુબજ જરૂરી છે. જેથી સ્વાસ્થ્ય તંદુરસ્તી જળવાઈ રહે. આમ, “શરિર સુખી તે સુખી સર્વ વાતે’ને ર્સાક કરવા બદલતી ઋતુમાં વિટામીન ‘સી’ વાળા ખાટા ફળ ખાવા ખુબજ જરૂરી છે.

ઈન્ફેકશન, બ્લડપ્રેસર સહિતના રોગોને નાવા ફલાહાર જરૂરી

નિષ્ણાંતોના મતાનુસાર વિટામીન ‘સી’ વાળા ફળો એટલે કે, મોસંબી, નારંગી, લીંબુ, કીવી આરોગવાી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હાલના જીવન ધોરણને કારણે થતી બીમારી એટલે બ્લડપ્રેસર, કેન્સર સહિતની બિમારીમાં વિટામીન ‘સી’ વાળા ફળો ફાયદાકારક છે. બદલતી ઋતુના કારણે તાવ, શરદી જેવી નાની મોટી બિમારી તી હોય છે. તો તેને અટકાવવા વિટામીન ‘સી’ વાળા ફળો આરોગવા હિતાવહ છે.

Loading...