Abtak Media Google News

પોલીટીક્સ એક એવો વિષય બની ગયો છે. જ્યાં આજની યુવા પેઢીને તેમાં માત્ર રાજ રમત જ દેખાય છે. પરંતુ પોલીટીક્સએ આપણા દેશનાં પાયાનાં સિધ્ધાંતોમાં રહેલ છે. અને દેશને યુવાનોની સૌથી વધુ જ‚રત આ રાજનીતીમાં જ છે જે યોગ્ય વિચારશૈલી અને અભ્યાસનાં યોગ્ય ઉપયોગથી દેશનો વિકાસની ગતીને ધપાવી શકે. પરંતુ રાજનીતીનો ખોટો ઉ૫યોગ તેને વિકાસની દૂર લઇ ગયો છે. ત્યારે યુવાનો ખાલી એટલું જાણો કે દેશના પોલીટીક્સમાં કામ કરતાં પ્રધાનો અને ધારાસભ્યોનો પગાર શું છે…..માત્ર એટલું. જાણીને પણ બીજી કોઇ ફેકલ્ટી પસંદ કરવા કરતાં રાજનેતા બનવાનું વધુ પસંદ કરશો.

તો આવો જાણીએ દેશની સેવા કરવા માટે ક્યા પ્રધાન કેટલો પગાર મેળવે છે?

સૌ પ્રથમ વાત કરીએ દેશના પ્રથમ નાગરીક તરીકે ઓળખાતા રાષ્ટ્રપતિની જેનો પગાર માસિક ૧ લાખ ૫૦ હજાર છે. અને સાથે સાથે અનેક પ્રકારના ભથ્થા પણ મળે છે. ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિનો પગાર જોઇએ તો તેને પણ ૧.૫૦ લાખ ‚પિયા પેટે મળે છે અને અન્ય ભથ્થા રહેવાનું વગેરે મળે છે.

દેશનું સંચાલન કરતાં પ્રધાનમંત્રીનો પગાર ૧ લાખ ૬૦ હજાર ‚િ૫યા છે. તદ્ ઉપરાંત અન્ય ભથ્થા અને બીજી સગવડો પણ ઉપલબ્ધ છે.

ગવર્નરના પગાર બાબતે વાત કરીએ તો તેને ‚.૧ લાખ ૧૦ હજાર છે. દરેક રાજ્યનાં મુખ્યમંત્રીનો પગાર અલગ-અલગ હોય છે જેમાં સૌથી વધુ અગામ મળતા મુખ્યમંત્રીમાં કર્ણાટકનાં મુખ્યમંત્રી ‚.૪ લાખ ૨૧ હજાર મેળવે છે. જ્યા સૌથી ઓછો પગાર મળતા ત્રિપુરાના મુખ્યમંત્રીને માસિક ‚.૫૦૦૦ મળે છે.

લોકસભાના સાંસદને મહિને ‚.૫૦,૦૦૦ પગાર પેટે મળે છે. અને અન્ય લાભો પણ મળે છે. ત્યારે રાજ્યસભાના સાંસદને પણ મહિને ‚૫૦,૦૦૦ અને અન્ય ભથ્થા મળે છે. ધારાસભ્યોના પગાર જોઇએ તો અલગ-અલગ રાજ્યનાં ધારાસભ્યોના પગાર ધોરણ પણ અલગ અલગ હોય છે. જેમાં સૌથી વધુ કમાતા ધારાસભ્યમાં તેલગણાનાં ધારાસભ્યોનો પગાર ‚.૨,૫૦,૦૦૦ છે. તેમજ સૌથી ઓછુ કમાતા ધારાસભ્યોમાં ઓડીશાના ધારસભ્યોને ‚.૨૦,૦૦૦ પગાર આપવામાં આવે છે.

તો આ હતી આપણાં દેશનું સંચાલન કરતા અને દેશની પ્રજાને સગવળતાઓ પુરી પાડતા એવા મંત્રીઓનાં પગાર જે જાણીને કદાચ દરેકને રાજનીતીમાં કરીયર બનાવવાની ઇચ્છા થઇ જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.