Abtak Media Google News

તંત્ર પર ઠીકરૂ ફોડીએ છીએ તો દરેક જગ્યાએ તંત્ર પહોંચી શકતું નથી ?

સગીર વયના સંતાનોની કાળજી રાખવાની જવાબદારી કોની?: સ્કૂલ, કોલેજોના સંચાલકોએ આવી ઘટનાઓ ન બને તે માટે શું પગલા લેવા જોઈએ?

શહેરમાં ગત નવેમ્બર મહિનામાં પોલીસ ચોપડે નોંધાયેલા દુષ્કર્મના આંકડા જોતાની સાથે જ ખ્યાલ આવે છે કે,  હાલ શહેરમાં દુષ્કર્મના બનાવો વધ્યા છે. રાજકોટના ભાવનગર રોડ પર ફૂટપાથ પર પરિવાર સાથે સુતેલી આઠ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ કર્યાની ઘટના અને હૈદરાબાદમાં મહિલા તબીબ સાથે ચાર શખ્સોએ દુષ્કર્મ ગુજારી જીવતી સળગાવી નાખ્યાની ઘટનાએ દેશમાં પ્રજાના હાજા ગગડાવી નાખ્યા છે અને પ્રજામાં નરાધમો સામે ફીટકાર વર્ષી રહ્યો છે. ત્યારે દુષ્કર્મના વધતા જતા બનાવોને અટકાવવા શું સમાજ, કુટુંબ, માતા-પિતા અને સ્કૂલ, કોલેજના સંચાલકોની કોઈ જવાબદારી ની ? દુષ્કર્મનો બનાવ બને કે તરત જ લોકો તંત્ર પર ઠીકરું ભાગી નાખે છે. પરંતુ શું એ શક્ય છે કે તંત્ર દરેક જગ્યાએ પહોંચી શકે ખરું? ૨૦૧૨ની સાલમાં દિલ્હીમાં નિર્ભયાકાંડ સર્જાયો તો જેમાં ચાલુ બસમાં પ્રેમીની નજર સામે યુવતિ પર નરાધમોએ ગેંગરેપ કરી વાસનાનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બનાવના પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સરકારે પણ બળાત્કારીઓને કડક સજા કરવા પોસ્કોનો કાયદો અમલમાં મુકયો હતો. બળાત્કારના બનાવોમાં સરકાર દ્વારા કાયદામાં સુધારા કરી બળાત્કારીઓને કડક સજા કરવાની શરૂ કરી છે. છતાં હૈદરાબાદની મહિલા તબીબ પર ગેંગ રેપ કરી યુવતી સળગાવી નાખવાનો બનાવ અને રાજકોટમાં આઠ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાની ઘટના બની છે. જેમાં હજુ પણ કાયદો વધુ કડક બનાવવાની પ્રજામાં માંગ ઉઠી છે તેની સાથે સાથે દુષ્કર્મના કૃત્યને અટકાવવા માટે સમાજની કોઈ જવાબદારી ની? આજના આધુનિક યુગમાં લોકો ૨૧મી સદીમાં જીવી રહ્યાં છે અને ફાસ્ટ યુગમાં લોકો દોડધામ વચ્ચે જીવન જીવતા થઈ ગયા છે ત્યારે કામકાજમાં વ્યસ્ત રહેતા માતા-પિતાને તેના સગીર સંતાનોની દેખરેખ કે તેની કાળજી રાખવી તે શું કરે છે? તે કયા જાય છે? તેના મીત્રો કેવા ? સ્કૂલ, કોલેજ ગયા પછી તે સગીર બાળક શું કરી રહ્યાં છે તે અંગે શું માતા-પિતા કે કુટુંબની કોઈ જવાબદારી નથી. ?

સ્કૂલ કોલેજના કેમ્પસમાં રીશેષ કે ફ્રી પીરીયડ કે પછી સ્કૂલ, કોલેજના અભ્યાસના સમય બાદ ખુણે ખાંચરે બેઠા રહી યુવક-યુવતીઓ ફોનમાં મશગુલ કે ઠાઠા મશ્કરી, કે પછી અન્ય કોઈ પ્રવૃતિઓ કરતા હોય ત્યારે પ્રેમ પ્રકરણમાં પણ કર્યા, નાદાન યુવક-યુવતીઓ ભાગી જઈ ન કરવાનું કરી બેસે છે અને બાદમાં સગીર હોવાી પોલીસમાં પકડાયા બાદ પણ માતા-પિતા પોલીસમાં ફરિયાદ કરતા હોય છે તો આવા બનાવો અટકાવવા માટે સ્કૂલ, કોલેજના સંચાલકોની કોઈ જવાબદારી ની બનતી? આધુનિક લાઈફ જીવતા દરેક પરિવારજનોએ પોતાના સંતાનોની કાળજી સાથે સાથે તેની પ્રવૃતિ અને કાર્યો અંગે પણ સભાન બનવું જોઈએ. સમાજની પણ ફરજ છે કે પોતાની આસપાસ ઘટતી ઘટનાઓમાં અને આવી ઘટનાઓ ન બને તે માટે થઈ સમાજના આગેવાનોએ પોતાની જવાબદારી સમજી સગીર વયના બાળકોને જરૂરી સમજણ આપી કાયદા અંગે પુરી સમજણ આપવી જોઈએ જેી કાયદાી અજાણ યુવક-યુવતી કોઈ ગેરકાયદે પગલું ન ભરી સમાજ અને પરિવારના ઘડતરમાં ઉપયોગી બની શકે.

યુવક-યુવતિઓ પોતાના અભ્યાસના સમય દરમિયાન મોબાઇલની પાછળ યુવાધન પાગલ બન્યું હોય જેના કારણે પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. માતા-પિતા તથા પરિવારજનોએ પોતાના બાળકોને મોબાઇલનો ઉપયોગ સીમીત કરવો જોઇએ અને આજના આધુનિક યુગમાં મોડર્ન જમાનાનું આંધળુ અનુકરણ કરતા અટકાવવા જોઇએ. માતા-પિતાએ પોતાની સતત વ્યસ્ત લાઇફમાંથી થોડો સમય પોતાના સંતાનો માટે અને પોતાના કુટુંબના સંસ્કાર તથા સમાજમાં થતા કેટલાક દુર્ગુણોથી દુર રહેવાની સમજણ આપવી જોઇએ. સમાજના આગેવાનોએ પણ યુવાધનને ગેરમાર્ગે જતા અટકાવવા જરૂરી કાર્યક્રમો દ્વારા સમજણ આપવી જોઇએ તથા કાયદાકીય જ્ઞાન પણ આપવું એટલું જ જરૂરી છે.

અદાલતે મહત્તમ છ મહિનામાં દુષ્કર્મના કેસનો નિર્ણય કરવો  જોઈએ: એડવોકેટ તુષાર ગોકાણી

Tushar

દુષ્કર્મ, ગેંગરેપ જેવા બનાવો બને ત્યારે પોલીસે તાત્કાલીક તમામ પુરાવાના નાશ કે ફેરફાર ાય તે પહેલા એકત્ર કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી દેવું જોઈએ અને અદાલતે પણ આવા દુષ્કર્મ કે ગેંગરેપના કેસાથેને પ્રાયોરીટી આપી મહતમ છ મહિનામાં કેસનો નિર્ણય કરવો જોઈએ.

સમાજમાં વધતા જતા દુષ્કર્મના કેસ અતિ આપત્તિજનક: એડવોકેટ ભાવનાબેન જોષીપુરા

Bhavna

સમાજમાં વધતા જતાં દુષ્કર્મના કે સાથે અતિ આપતીજનક, ખેદજનક બાબત છે. અમારા જેવા મહિલા, સામાજીક, કાર્યકર અને એડવોકેટ ઉંડા આઘાતની લાગણી અનુભવે છે. ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ જે નાની વયની દીકરી જેમ કે હાલમાં જ રાજકોટની આઠ વર્ષની નાની બાળકી પરિવાર સાથે ઉઘતી હતી ત્યારે તેને નરાધમ ઉપાડી ગયો. હૈદરાબાદમાં એક મહિલા તબીબ જે દેશનું ભવિષ્ય છે તેની બહેનને અગાઉથી કાવતરુ રચી આ પ્રમાણે બળાત્કાર કરીને મારી નાખી છે. ૨૦૧૨માં નીભર્યાકાંડ થયો હતો જ્યારે આખો દેશ જાગૃત થયો. સામાજીક ચેતના અને સામાજીક સંવેદના જાગૃત થઈ હતી. કાયદામાં પણ સુધારો આવ્યો પરંતુ એવું તો શું બન્યું કે ફરીથી આવા કાંડ સર્જાવવા લાગ્યા. સામાજીક-સહચીંતન જાગૃતિ અને સાથે સાથે દરેક માતા-પિતાએ કાળજી અને જાગૃત થવા જોઈએ. સંસ્કાર તરફ કુચ કરવી જોઈએ.

 માતા-પિતાએ પોતાની દીકરીઓને સ્ટ્રોંગ બનાવવી જોઈએ: મનિષાબા વાળા (શહેર કોંગ્રેસ મહિલા સમિતિ પ્રમુખ)

Manisha

દુષ્કર્મની ઘટનાઓ અટકાવવા સરકારે તાત્કાલીક નિર્ણય લેવા જોઈએ એક મહિનામાં ગુજરાતમાં ૨૪ બનાવો બન્યા જેમાં રાજકોટ શહેર બીજા નંબરે છે. મુખ્યમંત્રીના ટાઉનશીપમાં આવી ઘટના બની હાયે તે અતિ શરમજનક ઘટના કહેવાય. આપણે એક તરફ બેટી બચાવો, બેટી પઢાવોના નારા અને સ્લોગન કરીએ છીએ બેટી કોનાથી બચે ?  હાલ મહિલાઓ સુરક્ષિતની અને દિવસે ને દિવસે મહિલાઓ તો ઠીક પણ અત્યારે નાની-નાની બાળા કે જેને દુનિયા શું છે તે ખ્યાલ ની એવી બાળાને ઘરની બહાર સુતી હોય નરાધમ તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારે તેવી ઘટના બની છે તે અતિ શરમજનક ઘટના કહેવાય. આવી ઘટનાઓ અટકાવવા માટે સરકારે જરૂરી પગલા લેવા જોઈએ. આની સાથે સાથે સમાજે પણ અને માતા-પિતાએ પણ પોતાની દીકરીને સ્ટ્રોંગ  બનાવવી જોઈએ. સુચનો દેવા જોઈએ કે તે બહાર નીકળે ત્યારે સામાવાળાનો સામનો કરી શકે અને પોતાનો દિકરો હોય તેને પણ એવી સલાહ આપવી જોઈએ કે કોઈ પણ બેન-દિકરી આપણી બેન-દીકરી છે. તેવી નજરી જોવું જોઈએ માતા-પિતાએ સારા સંસ્કાર આપવા જોઈએ. પોલીસે પણ અવાવરૂ સ્ળોએ વધુ પડતું પેટ્રોલીંગ કરવું જોઈએ. કદાચ કોઈ યુવતી એકલી અવાવરૂ સ્થળે હોય તેની પુછપરછ કરી તેને તેના ઘર સુધી પહોંચાડવાની સગવડ કરવી જોઈએ.

મહિલાઓ, યુવતીઓ અને બાળાઓએ અજાણ્યા લોકોનો વિશ્ર્વાસ ન કરવો જોઈએ: ગાયત્રીબા વાઘેલા (ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ)

Img 20191203 Wa0132

ફાસ્ટ્રેક કોર્ટની અંદર ઝડપી કેસ ચલાવવાની જે વ્યવસ્થા હોવી જોઈએ તેની. લોકો જોવે છે કે જયુડસી સિસ્ટમમાં મહિલા જજ અને વકીલોની નિમણૂંક થવી જોઈએ એ જ નથી તેની. તેની નિમણૂંક કરવામાં સરકાર પોતે ઉદાસીન હોય તેવું લાગી રહ્યું છે. જેના લીધે આવા કેસાથેને ઝડપી ન્યાય નથી મળતો જેના કારણે ગુનેગાનરોને પ્રોત્સાહન મળતું હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે સમાજમાં યુવક-યુવતીના માતા-પિતા અને વાલીઓને પણ કહીશ કે આપની દીકરીઓને સ્ટ્રોંગ બનાવો કોઈનો વિશ્ર્વાસ ન કરો અને મહિલાઓ પાસે એક શક્તિ હોય જ છે કે જે સામેવાળાની નજર પારખી શકે, સામે વાળાની નજર પારખવી જોઈએ અને જો બહેનો થોડીક સ્ટ્રોંગ હશે તો તેને કોઈ હાથ પણ અડાડી નહીં શકે જેથી હું દીકરીઓને સહકાર આપુ છું કે તમે પણ થોડા સ્ટ્રોંગ થાવ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.