Abtak Media Google News

કુદરતી આફતોથી રાજયના ખેડુતોને થયેલા નુકશાનનું રાજય સરકાર દ્વારા થયેલા સર્વેમાં કામી રહ્યાનો ભારતીય કિશાન સંઘનો આક્ષેપ

આરએસએસની સહયોગી ખેડુતહિત માટે કાર્યરત સંસ્થા ભારતીય કિશાન સંઘ રાજય સરકારના પાકને નુકશાન અંગેના સર્વેની વ્યવસ્થા ખામી ભરેલી હોવાનો આક્ષેપ કર્યો છે. વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકશાનમાં ખેડુતોને યોગ્ય રીતે વિમાસહાય મળતી નથી. ભારતીય કિશાન સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કમોસમી વરસાદને કારણે ખષતીના પાકોને થયેલા નુકશાન માટે પાક વિમાની ચૂકવણી માટે કરવામાં આવેલા સર્વેમાજ ખામી રહેલી છે.સરકાર માત્ર પાક વિમાના નામે ખેડુતોએ લીધેલ કરજનેજ વળતરનાં પરિધમાં સમાવી શકી છે.

અમદાવાદ ખાતે ભારતીય કિશાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠલભાઈ દુધાત્રાએ જણાવ્યું હતુ કે રાજયમાં ખેતીના પાકોને થયેલા નુકશાનની આંકડાકીય વિગતો એકઠી કરવાની પધ્ધતિ જ જૂની અને નકામી બની ગઈ છે. જયારે રાજય સરકારનું વ્યવસ્થા તંત્ર નિશ્ર્ચિત આંકડો શોધી શકતુ નથી તો ખેડુતોને નુકશાનનું વળતર કઈ રીતે આપી શકે. અગાઉ સરકાર પૂર્વગ્રામી પાકના આંકડાઓ મુજબ ખેડુતોના નુકશાનનું વળતર આપતી હતી કે જે વ્યવસ્થા લાંબા સમય સુધી ટકી શકી ન હતી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

વિઠલભાઈ દુધાત્રાએ સરકારના ખેડુતોના પાકના નુકશાન માટે વળતર ચૂકવવા ખાસ પેકેજની જાહેરાતને આવકારી પરંતુ સાથે સાથે જણાવ્યું કે પાક વિમાની ચૂકવણીની વ્યવસ્થા સુધારવી જોઈએ.

રાજય સરકાર અત્યારે પાક વિમાના રૂપમાં ખેડુતોએ લીધેલું બેંકનું કરજ માફ કરે છે જે લોકોએ ધિરાણ લીધેલું હોય તેમને વળતર મળે છે રાહત થાય છે. પરંતુ પાકના નુકશાનનું વળતર મળતું નથી કિશાન નેતાએ જણાવ્યું હતુ કે દાખલા તરીકે ખેડુતોએ ૧૦ એકર જમીનમાં માંડવીનું વાવેતર કર્યું હોય અને તે નિષ્ફળ જતા વળતરનાં દાવો કર્યો હોયતો કંપનીઓ ૫૦ હજારની લોનના નુકશાન તરીકે દાવો મંજૂર કરે છષ. નહી કે ખરેખર ખેડુતને ૧૦ એકરમાં મગફળીના નુકશાનના ત્રણ લાખ રૂપીયા વળતર પાત્ર ગણવામા આવતા નથી.ખેડુતોને પાક વિમાનું કવચ આપવા માટે નુકશાનીનું સર્વે કરવામાં આવે છે. અને જે દાવો મંજૂર કરવામા આવે છે તે ખેડુતોએ લીધેલુ બેંકનું કરજ માફ કરવા સુધી સિમિત બની જાય છે. ખેડુતોએ ૧૦ એકરની માંડવી વરસાદકે કુદરતી રીતે નિષ્ફળ જાય તો ખેડુતોને હકિકતમાં ત્રણ લાખ રૂપીયાની આવક ગુમાવવી પડે છે. પાક વિમો ત્રણ લાખ રૂપીયાનો મળવો જોઈએ પરંતુ આવું થતુ નથી ૧૦ એકરની મગફળીનો પાક ગુમાવનાર ખેડુતે બેંકમાંથી લીધેલી રૂપીયા ૫૦,૦૦૦ની લોન પાક વિમાના વળતર પેટે મળે છે. પાક વિમાની સર્વે કરવાની પધ્ધતિમાં જ ખામી હોવાનું ભારતીય કિશાન સંઘે આક્ષેપ કરી વ્યવસ્થામાં સુધારાની માગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.