કચ્છના નાના રણનું ઘરેણું ‘ઘુડખર’ની સંખ્યા કેટલી?

167

‘ગધ્ધે’ કા ભી એક દિન આતા હે

આગામી માસમાં રાજયના છ જીલ્લાઓમાં પ્રથમવખત ધુડખરોની વસતી ગણતરી કરાશે

કચ્છના નાના રણનું ધરેણું ગણાતા ‘ધડખર’ એટલે કે ‘જંગલી ગધેડા’ની રાજય સરકાર દ્વારા દર પાંચ વર્ષે ગણતરી કરવામાં આવે છે. ધુડખરની વધતી વસ્તીના કારણે નાના રણનો વિસ્તાર હવે તેમના માટે ‘નાનો’બની રહ્યો છે. જેથી, ધુડખર હવે કચ્છ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લાના વિસ્તારોમાં પણ જોવા મળે છે. જેથી અત્યાર સુધી કચ્છના નાના રણમાં જ થતી ધુડખરની વસ્તી ગણતરી આ વર્ષે છ જીલ્લાઓમાં થનારી છે. આગામી માસના ર૦ થી ર૭ જાન્યુઆરી વચ્ચેના સમયમાં બે દિવસ માટે આ વસ્તી ગણતરી હાથ ધરાશે જેથી વૈશાખીનંદન ગણતા ગધેડાનો પણ કયારેય દિવસ આવે છે તેમ કહી શકાય.

ઘુડખરો વસવાટ હવે અમદાવાદ અને મોરબી જિલ્લાના અનેક ભાગોમાં ફેલાયો છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાનારી ઘુડખરોની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત અમદાવાદ જિલ્લાના નલસરોવર અને વિરમગામ અને મોરબીમાં પણ યોજાશે. અગાઉ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ઘુડખરોની ગણતરી કરવામાં આવતી હતી. વસ્તી ગણતરીમાં કચ્છના મોટા રણ, બન્નીની ઘાસવારા પ્રદેશ અને ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા જિલ્લાઓને પણ આવરી લેવામાં આવશે. નલ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે જંગલી ગધેડાનું મુખ્ય નિવાસસ્થાન, કચ્છના નાના રણનો ૪,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર સહિત ૧૫,૫૦૦-૧૭,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા વિસ્તારમાં આ વસ્તી ગણતરી કરવામાં આવશે.

જંગલી ગધેડા ગુજરાતીમાં ઘુડખર તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ઘુડખરોઓની કુલ વસતી ડિસેમ્બર ૨૦૧૪ માંની વસ્તી ગણતરી પ્રમાણે, ૪,૪૫૧ હતી. ૨૦૦૯ માં, આ સંખ્યા ૪,૦૩૮ હતી. ગાંધીનગરમાં વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના અંદાજ મુજબ હવે ઘુડખરોવસ્તીની સંખ્યા ૬,૦૦૦ ની સપાટીએ પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘુડખરોનું નિવાસસ્થાન કદાચ ૧૫,૦૦૦ ચોરસ કિલોમીટરનું લક્ષ્ય પાર કરી ગયું હશે. અગાઉ, વસ્તીગણતરીએ આશરે ૧૩,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઘુડખએ હાજરી હતી.

: સામાન્ય રીતે, વસ્તી ગણતરી ડિસેમ્બરમાં કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે રણમાં ભારે વરસાદ અને કાદવની  ચોમાસા અને ૨૨ની સ્થિતિને કારણે પ્રક્રિયા એક મહિનામાં મોડી પડી હતી. કુલ વસ્તી ગણતરી ક્ષેત્રને ૨૦ ઝોન અને ૧૦૦ સબ-ઝોનમાં વહેંચવામાં આવશે, જેના દવાય વૈજ્ઞાનીક વસ્તી ગણતરી થશે. વસ્તી ગણતરીની આ પદ્ધતિને બ્લોક ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. વન સંરક્ષક એસ જે પંડિતે જણાવ્યું હતું કે, અમે આયોજનના તબક્કે છીએ અને ટૂંક સમયમાં બે દિવસીય વસ્તી ગણતરી માટેની માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

Loading...