Abtak Media Google News

ભાઈ બહેનના સંબંધને આમતો કોઈ પણ શબ્દોની વ્યાખ્યામાં બાંધી નથી શકતા. ભાઈ ગમે તેવી મસ્તી કરતો હોય પણ જો ઘરે આવે અને બેનને ન જુએ તો તરતજ પૂછે છે કે ક્યાં ગયી ઓલી…??? અને એવુજ કઈક બહેનનું પણ છે કે જો ભાઈ તેના સમય કરતાં થોડો પણ મોળો આવે તો તરતજ પ્રશ્ન કરે કે કેમ હજુ નથી આવ્યો ઓલો…???પરંતુ આવા મીઠા અને લાગણીભર્યા સંબંધો ખાશ હોય છે એકબીજા સાથે હોય ત્યારે મસ્તી અને ઝગડાઓ થતાં હોય છે.

Sister અને જ્યારે સાથે નથી હોતા ત્યારે એકબીજા વગર ચાલતું નથી હોતું. તેવા સમયે ભાઈના જીવનમાં બહેનનું મહત્વ વિજ્ઞાને પણ સાબિત કર્યું છે. તો આવો જોઈએ શું કહે છે વિજ્ઞાન આવિશે …???

610142292

ફેમિલી સાયકોલોજીની એક જર્નલના એક અધ્યયન પ્રમાણે ભાઈના જીવનમાં બહેનના હોવાથી તે એક સારો માણસ બને છે. અને એટલેજ એ દરેક ભાઈ લકી છે જેના જીવનમાં બહેન છે. ભહેન હીવાથી ભાઈના વિચારો પણ સકારાત્મક બને છે. અને જીવનમાં ક્યારેય પણ, કોઈ પણ કપરી પારિસ્થિતિમાં ભાઈને એકલતાનો અનુભવ નથી થવા દેતી. આ ઉપરાંત ભાઈને હમેશા મોતીવેટ કરવો તેનો કોન્ફિડન્સ વધારવો અને સેલ્ફ રિસ્પેક્ટ જાળવી રાખવા માટેની પૂરતી કોશિષ કરતી હોય છે.

Images 4 2બ્રિંગહામ યુનિવર્સિટીમાં પણ આ બાબતે અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરૂપ એવુજ સામે આવ્યું છે કે બેહેનનું ભાઈના જીવનમાં હોવું એ ભાઈને સમજદાર,લાગણીશીલ અને મહેનતુ બનાવે છે. આ ઉપરાંત એક એવી વાત જાણવા મળી હતી કે ભાઇન હોવાથી ભાઈના વાતચીત કરવાનો અંદાજ પણ સુધરે છે.

Download 8જે ભાઈ બહેન સાથે સાથે મોટા થયા હોય છે એ ભાઈનો સ્ત્રી સાથે વાતચીત કરવાનો અંદાજ એકલા સંતાન કે પછી બહેન વગરના ભાઈ કરતાં અનેકગણો સારો હતો. તો આમ ભાઈના જીવનમાં બહેનનું હોવું એ માત્ર એક સંબંધ નથી પરંતુ એકબીજાના પૂરક છે. બહેન હોવાથી ભાઈને સ્ત્રીનું મહત્વ સમજાય છે અને તેના પ્રત્યે સમ્માન થાય છે , અને ભાઈને એક મોરલ સપોર્ટ આપવા એક બહેન તો જોઈએ જ… એટલે જો હવે બહેનના થોડા નખરાં ઉઠાવવા પડે તો ઉઠાવો પણ તેને ક્યારેય દૂ:ખી કે નારાઝ ના કરો….

Love 996887 960 720

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.