શું આવો છે વિકાસ? કુમળી વયના બાળકો ખુંખાર કેવી રીતે બની જાય છે

154

વડોદરાની ભારતીય સ્કુલમાં ૧૬ વર્ષના વિઘાર્થીએ ૧૪ વર્ષના સહપાઠીની ચાકુના ઘા ઝીંકી હત્યા નીપજાવી: બેગમાંથી મરચા વાળી પાણીની બોટલ, ત્રણ છરા, બે મૂઠ સહિતની સાધન સામગ્રી મળી

હાલના સમયે હત્યા ચોરી લુંટફાટ આપઘાત જેવા બનાવોમાં ખુબ જ વધારો થયો છે. તેમાં પણ હત્યા જેવા ગુનાઓનું પ્રમાણ જો બાળકોમાં વધે તો તે કોઇપણ માતા-પિતા કે કોઇપણ સરકાર અને સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. વડોદરાની એક સ્કુલમાં આ જ પ્રકારનો એક ચોંકાવનારી કિસ્સો બન્યો છે. વડોદરાના બરાનપુરા ખાતે આવેલી ભારતી વિઘાલયમાં ૧૬ વર્ષના બાળકે ૧૪ વર્ષના બાળકની ૯૦ સેક્ધડમાં ચાકુના ૩૧ ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

દિલ્હીમાં ગુરુગ્રામની રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં પણ આ પ્રકારે જ અગાઉ ઘટના ઘટી હતી આ પરથી પ્રશ્ર ઉઠે છે કે, બાળકોનો શું આવો વિકાસ છે? કે કુમળી વયના બાળકો ખુંખાર બની જાય છે. આ પાછળનું મુળભુત કારણ સમાજમાં વધી રહેલા ક્રાઇમ, પોતાનો ઝનુની સ્વભાવ વગેરે ગણી શકાય.

સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ પહેલા શિક્ષક હોમવર્ક તપાસી રહ્યા હતા ત્યારે હત્યારા વિઘાર્થીએ બીજાની ચીમકી લઇ શિક્ષકને બતાવી દીધું જેની જાણ શિક્ષકને થતા તેને ફટકાર્યો હતો અને તેણે પોલીસને ફોન કરી ફોન પર ફરીયાદ કરી દીધી હતી. શાળામાં પોલીસ પહોંચી પછી શિક્ષક,: આચાર્યને જાણ થઇ કે તેણે પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ શુક્રવારના રોજ મૃતક વિઘાર્થી અને હત્યારા વિઘાર્થી વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા આ હત્યાની ઘટના ઘટી હતી.

૧૬ વર્ષના વિઘાર્થીએ બાથરુમમાં જ ૧૪ વર્ષના ધો.૯ ના દેવ તડવી નામના વિઘાર્થીને ૯૦ સેક્ધડમાં ૩૧ ચાકુના ઘા મારી હત્યા નીપજાવી નાખી હતી હત્યા બાદ મરચાની ભુકીનું પાણી હથિયારો ભરેલી સ્કુલ બેગ તેમજ પોતાનો સફેદ શર્ટ શાળાની છત ઉપર ભાગી જઇ બાજુના મંદીર પર ફેંકી દીધું હતું. અને પછી સ્કુલમાંથી નાસી ગયો હતો જો કે હત્યાનું કારણ હજુ અકબંધ છે મૃતક દેવ તડવીએ હજુ ત્રણ દિવસ પહેલા જ ભારતી વિઘાલયમાં પ્રવેશ લીધો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે ? પોલીસે સીસીટીવી કુટેજને આધારે હત્યાની શોધખોળ હાથ ધરી છે. ૧૬ વર્ષનો હત્યારો વિઘાર્થી કેટલો ખુંખાર હશે તેનો તેની બેગમાંથી મળી આવેલા હથિયારો પરથી જ જણાઇ આવે છે. તેના બેગમાંથી મરચા વાળુ પાણી, કપડા બે મુઠ, ૩ છરા, સહીતના હથિયારો પોલીસને મળી આવ્યા છે. આ કિશોરવયના વિઘાર્થીએ રીઢા હત્યારાને પણ શરમાવે એવી તૈયારી કરી સહપાઠીની હત્યા કરી નાખી છે. હથિયારોની સાથે બીજા વિઘાર્થી પર હત્યાની શંકો જાય તે માટે તેણે બીજાનો ચોકડા અને કપડાં બેગમાં રાખ્યા હતા. હત્યારાની માતાએ આ વિશે જણાવ્યું કે તેને ત્રણ સંતાનો છે અને આ હત્યારો તેમનો પુત્ર સૌથી નાનાે છે તે ખુબ જ ઝનુની છે કોઇ તેની સામે જોઇને હસે તો પણ તે ઝડઘો કરી બેસે છે.

 

Loading...