Abtak Media Google News

 સુપ્રીમના 5 જજની બેંચ ત્રણ તલાક પર પ્રતિબંધના આપેલા ઐતિહાસિક ચુકાદા પછી આજે ફરી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ સર્વ સંમતિથી જણાવ્યું છે કે, પ્રાઇવસી આપણો મૂળભૂત અધિકાર છે. રાઈટ ટૂ પ્રાઇવસીમાં 3 સપ્તાહની સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે 2 ઓગસ્ટે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો જે આજે રજૂ કરવામાં આવ્યો છે.

– કેસની સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને કહ્યું હતું કે 1950માં એમપી શર્મા મામલામાં સુપ્રીમ કોર્ટની 8 જજોની બેંચ કહી ચૂકી છે કે પ્રાઇવસી મૂળભૂત અધિકાર નથી.
– તેમણે કહ્યું કે આ જ રીતે 1960માં ખડકસિંહના મામલે 6 જજોની બેંચે પણ આ જ કહ્યું હતું. એવામાં આ મુદ્દે 5 જજોની બેંચ સુનાવણી ન કરી શકે. આ માટે 9 જજોની બેંચને મોકલવી જોઇએ.
– આધાર મામલાઓની સુનાવણી કરી રહેલી પાંચ જજોની બેંચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ જે. ચેલામેશ્વર, એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ અને એસ અબ્દુલ નઝીર પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.