Abtak Media Google News

કઠોળ શરીર માટે ખૂબ જ જરુરી તેમજ પોષણથી ભરપૂર હોય છે પરંતુ ઘણી વખત કઠોળ ખાવાથી ગેસની સમસ્યા થતી હોય છે. કારણ કે કઠોળને પચાવવા માટે અમુક ટ્રીક અપનાવવી પડે છે. પરંતુ શું તમને ખબર છે કઠોળ શા માટે ગેસ ઉત્પન્ન કરે છે. આપણા શરીરની મોટી આંતરડી લોહીમાંથી મેળવેલા વિટામિન રિલીઝ કરે છે. જે બાદમાં કાર્બોહાઇડ્રેટમાં ક્ધવર્ટ થાય છે. માટે આપણે જેટલ કઠોળ ખાઇએ તે ગેસ ઉત્પન્ન કરે છે. વધારે કઠોળ ખાવથી તમને પ્રેશર પણ આવી શકે છે.

– કઠોળથી થતા ગેસથી બચવા આટલું કરો.

– કઠોળ રાંધતા પહેલા તેને અમુક કલાક અગાઉ પલાડી રાખો, તેથી તે જલ્દી ચડી જશે અને પચી પણ જશે. આ ઉપરાંત તેને સાંચવીને રાખવા માટે તેમાની ઉપયોગ કરેલી દવાઓ પણ પાણીમાં પલાડેલા કઠોળને સરખી રીતે પકાવવા જરુરી છે બાકી કે

– જો તમે ડબ્બામાં પેક હોય તેવા કઠોળનો ઉપયોગ કરતા હોય તો તેને રાંધતા પહેલા પાણીથી સરખી રીતે સાફ કરી પાણી નીતારી લેવું.

– ગેસથી બચાવ માટે તમે કઠોળ એકલા ખાવાને બદલે તમે તેમાં શાકભાજી લઇ શકો છો.

– કઠોળની સાથે બટેકા ખાવાનું ટાળો, કારણ કે તેનાથી ખોરાક પચવામાં તકલિફ પડે છે.

– કઠોળ રાંધતી વખતે તેમાં આદુ, હળદર, હિંગ અને વળીયારીના પાંદ જેવી વસ્તુઓ નાખો માટે પચવામાં તકલિફ પડશે નહીં.

– જો તમે કઠોળને આખુ-પાખુ ખાશો તો તેનાથી તકલિફ થઇ શકે માટે કઠોળ ખાતા સમયે તેને ચાવીને ખાવાનો આગ્રહ રાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.