કોરોનાંથી મુત્યુ થવાનું કારણ આખરે શું છે…?

કોરોવાઈરસ ચેપ કોવિડ -19 ને કારણે સમગ્ર વિશ્વમાં ઘણું સંશોધન થયું છે. વિવિધ દેશોના સંશોધકોએ કોરોનાના લક્ષણો, તેના નિદાન અને તેનાથી શરીર પર કેવી અસર પડે છે તેના લક્ષણો શોધવા સંશોધન હાથ ધર્યું છે. સંશોધનકારોએ મૃત્યુનાં કારણોનો પણ અભ્યાસ કર્યો છે. તે કહે છે કે લોકો કોવિડ -19 ને કારણે મુખ્યત્વે રોગ પ્રતિકારક ક્ષમતાં ખૂબ વધી જવાનાં કારણે મૃત્યુ પામે છે. જો કે, કોરોના આપણા શરીરના કોષો અને અવયવોને કેવી અસર કરે છે તે વિગતવાર જાણવું મહત્વપૂર્ણ છે.

સ્વાસ્થ્ય જર્નલ ‘ફ્રન્ટીઅર્સ ઇન પબ્લિક હેલ્થ’ માં પ્રકાશિત થયેલા અધ્યયનમાં સંશોધનકારોએ તબક્કાવાર રીતે જણાવ્યું છે કે વાયરસ પ્રથમ શ્વસન માર્ગને ચેપ લગાડે છે, કોષોની અંદર અનેકગણો વધારો કરે છે અને ગંભીર કેસોમાં રોગપ્રતિકારક શક્તિને વધારે સક્રિય કરે છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં ‘સાયટોકાઇન સ્ટોર્મ’ કહે છે. સાયટોકીન તોફાન એ શ્વેત રક્તકણોની હાયપરએક્ટિવિટીની સ્થિતિ છે. આ સ્થિતિમાં લોહીમાં મોટી માત્રામાં સાયટોકીન્સ ઉત્પન્ન થાય છે.

આ અભ્યાસના લેખક અને ચીનના જુનિયી મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર ડેશૂન લિયુએ જણાવ્યું હતું કે સાર્સ અને મર્સ જેવા ચેપ પછી પણ આવું જ બને છે. આંકડા સૂચવે છે કે કોવિડ -19 થી ગંભીર રીતે સંક્રમિત દર્દીઓમાં ‘સાયટોકીન સ્ટોર્મ સિન્ડ્રોમ’ હોઈ શકે છે. તેઓએ જણાવ્યું હતું કે ખૂબ ઝડપથી વિકસતી સાયટોકાઇન્સ લિમ્ફોસાઇટ અને ન્યુટ્રોફિલ જેવા રોગપ્રતિકારક કોષોને વધુ પ્રમાણમાં આકર્ષે છે. આનાથી આ કોષો ફેફસાના પેશીઓમાં પ્રવેશ કરે છે અને ફેફસાના નુકસાનનું કારણ બની શકે છે.

સંશોધનકારો કહે છે કે ‘સાયટોકાઇન તોફાન’ શરીરમાં તીવ્ર તાવ અને લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. તેમણે કહ્યું કે શ્વેત રક્તકણો પણ તંદુરસ્ત પેશીઓ પર હુમલો કરે છે અને ફેફસાં, હૃદય, યકૃત, આંતરડા, કિડની અને જનનાંગો પર પ્રતિકૂળ અસર કરે છે જ્યાંથી તેઓ કાર્ય કરવાનું બંધ કરે છે.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે ઘણા અંગોનું કામ બંધ થતાં ફેફસાં કામ કરવાનું બંધ કરી શકે છે. આ સ્થિતિને ‘એકયુટ રેસયૂપેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી થતા મોટાભાગના મૃત્યુ શ્વસનતંત્રની સમસ્યાઓના કારણે થાય છે.

Loading...