તમારી દ્રષ્ટિએ બજેટ કેવું ?: પ્રજાના પ્રશ્ર્નોને આવકારતા નાણામંત્રી

વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ માટે નાણા મંત્રાલય લોકો પાસેથી સુચનો મંગાવશે

કોઈપણ દેશનો નાણા વિભાગ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને સુદ્રઢ બનાવવા માટે હરહંમેશ કાર્ય કરતું હોય છે ત્યારે ભારત દેશ માટે વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ લોકોની દ્રષ્ટિએ કેવુ હશે ? નાણા મંત્રાલય દ્વારા પ્રજાના પ્રશ્ર્નોને આવકારવા માટે એક નવું પગલું ભર્યું છે જેમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન લોકો પાસેથી આગામી વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રોજેકટ માટેના સુજાવો માંગશે. આવતીકાલથી દેશના લોકો બજેટ માટેના સુજાવો ઈ-મેઈલ મારફતે આપી શકશે જે માટે સરકારે વિશેષરૂપથી માય ગર્વમેન્ટ વેબસાઈટનું નિર્માણ કર્યું છે જેના પર લોકો પોતાના આર્થિક પ્રશ્ર્નો અને ઉદભવિત થતી સમસ્યાઓ અંગે પુછી શકશે. નાણા મંત્રાલયના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે લોકોના સુઝાવોને આવકારવામાં આવશે તેઓને ઈ-મેઈલ અથવા તો ફોન મારફતે જાણ પણ કરાશે.

ભારત સ્વતંત્ર દેશ હોવાથી જનભાગીદારી અને લોકોના પણ સુજાવો દેશના અને દેશની અર્થવ્યવસ્થાના ઉથાન માટે કરવામાં આવે તે દિશામાં હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે. યુનિયન બજેટ ૨૦૨૧-૨૨ માટે દેશના લોકો કાર્યમાં ભાગ લે અને સ્વતંત્રતાને ચરિતાર્થ કરી શકે તે માટે આ તમામ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે લોકો બજેટમાં પોતાના સુજાવો આપવા માંગતા હોય તેમના માટે સરકારે માઈક્રો સાઈટનું નિર્માણ પ્રથમ વખત કર્યું છે જે ચાલુ માસના અંત સુધી ચાલુ રહેશે. આ અભિયાનમાં જે કોઈ લોકોએ પોતાના સુજાવો આપ્યા હશે તે સુજાવોને વિવિધ વિભાગો દ્વારા તેનું અવલોકન અને મુલ્યાંકન પણ કરવામાં આવશે જે અંગે તેઓને યોગ્ય સમયે જાણ પણ કરવામાં આવશે. યુનિયન બજેટમાં કોઈપણ પ્રકારની તકલીફ દેશના અર્થવ્યવસ્થામાં  ન પડે તે માટે આ યોજનાને અમલવારી કરવામાં આવી છે.  ગત વર્ષે સરકારે યુનિયન બજેટ માટે દેશની જનતાના સુજાવો માંગ્યા હતા ત્યારે પ્રથમ વખત આ એટલે કે નવા નાણાકિય વર્ષ માટેના બજેટમાં વિવિધ ઔધોગિક સંસ્થાઓની સાથે લોકોના પણ સુજાવો મંગાવવામાં આવશે જેના પર વિચાર વિમર્શ અને અભ્યાસ કર્યા બાદ બજેટનું નિર્માણ કરાશે. કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકાર દ્વારા વિશેષરૂપથી ઈ-મેઈલ એડ્રેસ બનાવવામાં આવ્યું છે જેમાં દેશની આવામ, વ્યાપારીક સંસ્થાઓ અને ઔધોગિક સંસ્થાઓ પોતાનો ભાગ ભજવશે અને સુચનો પણ આપશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ નાણા મંત્રાલયને અનેકવિધ સુચનો અને સુજાવો બજેટ પૂર્વેની કામગીરી માટે નકકી કરવામાં આવ્યા છે જેના ફોરમેન્ટ પણ અલગ નિર્ધારીત કર્યા છે જેના ભાગરૂપે નાણા મંત્રાલય દ્વારા એક વિશેષ ઈ-મેઈલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ નાણાકિય વર્ષના સુચનો અને સુજાવો માટે ઉપયોગમાં લેવાશે.

Loading...