ખરા અર્થમાં રાજનીતિ શું છે..?? મહાભારતની ગાંધીયુગની કે પછી મોદીયુગની…???

113

સમયની સાથે રાજનીતિમાં પણ આવ્યા છે આવા પરિવર્તનો…તેનાથી ફાયદો થયો કે નુકશાન…???

રાજનીતિ એ શાશન માટેના પાયો છે એ પછી રાજાશાહી હોય, લોકશાહી હોય કે તાનાશાહી…!! પરંતુ દરેક સમયમાં શાશનને સફળ બનાવવા માટે કુશળ રાજનીતિ જ જવાબદાર હોય છે. તેવા સમયે વાત કરીએ વિવિધ સમયગાળાના શાશન દરમિયાન સફળ રીતે અજમાવાયેલી રાજનીતિની તો શરૂઆત કરીએ આપણી જ ભારતીય સંકૃતિના પાયામાં રહેલા મહાભારતની તો તે સમયે કૃષ્ણએ કૌરવો અને પાંડવો વચ્ચેના શાશનના પ્રશ્નને ઉકેલવા એક સફળ રાજનેતાની ભૂમિકા ભજવી હતી અને તેમાં તેને કર્મના આધારે સત્યને સાબિત કર્યું હતું જેના જેવા કર્મો હશે તેને તેવું જ ફળ મળશે. આ ઉપરાંત ધર્મનું પણ માનવ જીવનમાં એટલું જ મહત્વ છે એ પણ એક રાજનૈતિક દ્રષ્ટિકોણ દ્વારા જ અર્જુનને સમજાવ્યું હતું અને મહાભારતના યુદ્ધને સાચો અંજામ આપ્યો હતો.

એજ રીતે એક ગાંધી યુગ આવ્યો જેમાં મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના માર્ગે ચાલી અસંખ્ય દેશવાસીઓને પણ એ રસ્તે ચાલી દેશને આઝાદી અપાવવાની પ્રેરણા પુરી પડી હતી અને તેની સાથે લગભગ આખો દેશ એ રાહ પર ચાલી નીકળ્યો હતો અને દેશવાસીઓએ આઝાદ ભારતમાં મુક્તિનો શ્વાસ લીધો હતો. આ તમામ ઘટના પાછળ પણ એક નિસ્વાર્થ સેવાની અને કર્મની જ રાજનીતિ જવાબદાર છે. જેના દ્વારા ગાંધી બાપુ લોકોનો વિશ્વાસ જીતી શક્યા અને આખો દેશ એકતાના તાંતણે બંધાયો હતો,જેને અંગ્રેજો તોળવામાં અસફળ રહ્યા અંતે દેશને છોડીને જવાનો વારો આવ્યો હતો.

વાત કરીએ વાતમાં સમયના હિન્દુસ્તાનની તો વિકાસના નારાએ વિશ્વાસનો માટે આપી જંગી બહુમતીથી શાશન બદલી નાખ્યું પરંતુ કેટલાક એવા નિર્ણયો પણ આયા જેના કારણે જનતાના વિશ્વાસને ઠેંસ પહોંચી છે ખરી. શું એ નિર્ણયો રાજનીતિનો જ એક ભાગ હતા કે પછી ખરા અર્થમાં જનતાના હિતમાં હતા એ હજુ પણ જનતાની સમાજથી બહાર છે. અત્યારની રાજનીતિ આ જોઈએ તો રાજનૈતિક પક્ષોના હિતને લક્ષીને હોય તેમ જનતાને કહેલી વાતો માત્ર શબ્દો સુધી જ સીમિત હોય તેમ રહી જાય છે. મત માટે નેતા કઈ પણ કહી જાય અને બિચારી પબ્લિક તેમાં ભોળવાઈને પોતાનો અમૂલ્ય મત વિચાર્યા વગર વિશ્વાસ રાખીને બંધ આંખે આપી દે છે.

જયારે ખરા અર્થમાં શાહસાન હાથમાં આવે અને જનતાની સેવાનો મોકો મળે છે ત્યારે કયો નેતા તેના કહેલા શબ્દોને અનુસરે છે? એવું જ કઇંક વર્તમાન સરકાર એટલે કે મોદી સરકારના યુગમાં પણ થયી રહ્યું છે જેમાં મોંઘવારી અને તેના જેવી અનેક સમસ્યાઓનો જ જાણે વિકાસ થયી રહ્યો અને જનતા તો એક સાઈડમાં બેઠી બેઠી બધું વેઠી જ રહી છે જો આમ જ ચાલ્યું તો વિશ્વાસનો મત ક્યાંક ખોવાઈ જાય તો એમાં કઈ ખોટું નથી…

Loading...