Abtak Media Google News

ગાય અને ગવ્ય ગાયને કોણના ઓળખે ?

 

પોતાની માતાને કોઈ ના ઓળખતું હોય એવું મને જ નહિ ને ‘ ગાય માતા અત્યંત પવિત્ર છે. અને બધાને પવિત્ર કરે છે. તેથી તો આપણે ગાયના શુકન લઈને કામ કરીએ છીએ.

ગાય જાતજાતની હોય છે. ધોળી, કાળી, રાતી, પીળી, ભૂરી, કાબરચીતરી એમ જાતજાતનાં રંગની ગીર, કાંકરેજી, જાફરાબાદી એમ જુદા જુદા પ્રકારની હોય, પણ બધી ગાય દુધ તો ધોળુ જ આપે. ગાયને સંસ્કૃતભાષામાં ‘ગો’ કહેવાય. ગાય જે વસ્તુ આપે તે વસ્તુને ‘ગવ્ય’ કહેવાય, ગાય જે દુધ આપે તે એક ગવ્ય. ગાય જે છાણ આપે તે બીજુ ગવ્ય. ગાય જે મુત્ર આપે તે ત્રીજુ ગવ્ય. ગાયના દુધમાંથી દહી બનાવીએ એ પણ ગવ્ય અને દહી વલોવી, માખણ તાવી ઘી બને તે પણ ગવ્ય. આમ ત્રણ ગવ્ય મૂળ ગવ્ય થયા અને બે ગવ્ય ‚પાંતરિત ગવ્ય થયાં. આ પાંચ ગવ્ય તે જ પંચગવ્ય. ગો આપેલી આ પાંચ વસ્તુ પવિત્ર હોય છે. પંચગવ્ય પોતે પવિત્ર છે અને સૃષ્ટિ પણ પવિત્ર કરે છે.

આ તો સામાય પંચગવ્યની વાત થઈ, પરંતુ પંચગવ્યની વિશેષ માહિતી પણ આપણને હોવી જોઈએ.

પહેલા આપણે એક એક ગવ્યની વાત કરીશું અને પછી પંચ ગવ્યની વિશેષ વાત કરીશું.

પહેલુ ગવ્ય ગાયનું દુધ

ગાયનું દૂધ ગુણકારી છે.

રોગ અને શોકને નિવારના‚ છે., ગાયનું દૂધ આયુષ્યવર્ધક છે., ગાયનું દુધ પવિત્ર છે., તેથી મંદિરમાં દેવને ગાયના દૂધનો અભિષેક કરવામાં આવે છે., અભિષેક થયેલા દૂધની અંજલિ આંખે અડાવવામાં આવે છે. યજ્ઞમાં ગાયના દુધની ખીરનો હોમ કરવામાં આવે., ગાયના દુધના પ્રભાવથી અપવિત્ર રજનો નાશ થાય છે. અણુવિકિરણ રજ જેવી અપવિત્ર રજ કેન્સર કર છે. ગાયના દૂધથી આવી રજ નાશ પામે છે. ગાયનું દુધ પીવાથી શરીરમાં રહેલી અપવિત્ર રજ નાશ પામે છે. ગાયના દુધને મેળવવાથી બીજુ ગવ્ય દહી બને છે. ગાયનું દુધ એક અમૃત છે. તેથી પંચામૃતમાં તેનું પ્રથમ સ્થાન છે. ગાયનું દૂધ, ગાયનું દહી, ગાયનું ઘી, સાકર અને મધ એ પાંચેયને પંચામૃત કહેવાય છે.

બીજુ ગવ્ય ગાયનું દહીં

ગાયના દુધને મેળવવાથી દહીં બને છે. ગાયનું દહી પવિત્ર છે., તેથી આપણે શુભકાર્યના પ્રારંભમાં દહીનાં શુકન કરીએ છીએ. મંદિરમાં ભગવાનની મૂર્તિની શુધ્ધિ દહીંથીકરવામાં આવે છે. ગાયનું દહીં પણ અણુવિકિરણ રજનો અને અપવિત્ર રજનો નાશ કરે છે.

ગાયનું દહીં શરીરના વાયુના રોગો મટાડે છે.

ગાયના દહીંનેવલોવીને માખણ છૂટું પાડવામાં આવે છે.

માખણને તાવીને ત્રીજું ગવ્ય ઘી બનાવવામાં આવે છે.

ત્રીજુ ગવ્ય ગાયનું ઘી

ગાયના ઘીના અઢળક ગુણો છે. ગાયનું ઘી રોગ અને શોક નિવારનાર છે. ગાયનું ઘી પવિત્ર છે. ગાયના ઘીના દીવાના પ્રકાશથી અશુભ તત્વો નાશ પામે છે. ગાયના ઘીની વરાળથી વાતાવરણથી અપવિત્રતા નાશ પામે છે. તેથી તો આપણે રોટલી ગાયના ઘીથી ચોપડીને ખાઈએ છીએ. તેથી તો આપણે દાળ, શાક, કઢીમાં ગાયના ઘીનો વઘાર કરીએ છીએ. આપણે દાળભાત, દાળઢોકળી વગેરેં ગાયનું ઘી નાખીને ખાઈએ છીએ.

ગાયના દુધ અને દહીંની જેમથી પણ કેન્સર કરનારી અણુરજનો નાશ કરે છે. ગાયનું શરીરનાં અનિને વધારનાર છે. ગાયનુ ઘી ઓજવર્ધન એટલે કે ઉત્સાહ વધારનાર છે. ગાયનું ઘી અશાંત મનને શાંતિ આપનાર છે, મનના ઉત્પાતને અને ઉકળાટને શાંત કરનાર છે.

ચોથુ ગવ્ય ગાયનું છાણ

ગાયનું છાણ અત્યંત પવિત્ર છે. તેથી આપણા ઘરમાં ભોંય અને દીવાલો ગાયના છાણથી લીપવામાં આવે છે. ગાયનું છાણ ખેતરમાં ખાતર રૂપે નાખવાથી ભૂમી શુધ્ધિ થાય છે અને પવિત્ર અનાજ પાકે છે. ગાયનું છાણ પણ અણુવિકિરણ રજનો નાશ કરે છે. આપણાં ઘરોમાં રસોઈ ઘર અને ચૂલલાને નિત્ય સાંજે વાળીઝૂડીને ગાયના છાણથી લીપીને પવિત્ર કરવામાં આવતા હતા.

ઘરમાં અશુભ તત્વોનો પ્રવે ન થાય તે માટે આંગણુ અવાર નવાર ગાયના છાણથી લીપવામા આવતું હતુ. ગાયના છાણનાં છાણા ઉપર રાંધેલી રસોઈ પવિત્ર હોય છે.

શરીરમાં કે શરીર ઉપર અપવિત્ર પદાર્થો લાગવાથી ચામડીનો રોગ થાય તો ગાયના છાણથી ચોળીને સ્નાન કરવાથી રોગ મટી જાય છે. ગાયના છાણના અડાયા છાણાનો યજ્ઞમાં હોમ કરવામાં આવે છે. તેની ધૂણી આકાશમાં ફેલાવવાથી વાતાવરણને અપવિત્રતાનો નાશ થાય છે.

યજ્ઞમાં ગાયના છાણનાં અડાયા છાણા જ વાપરવા પડે છે.

અટ્ટ એટલે સુકું એવો અર્થ થાય છે. ગોચરમાં, વગડામાં અટવીમાં કે વનમાં ગાય ચરતા ચરતા જે પોદળો મૂકયો હોય તે પડયો પડયો સૂર્યના તાપથી સુકાય છે. આવા છાણાને ‘અટ્ટ’ કહે છે. ‘અટ્ટ’ ઉપરથી અડાયું છાણું કે માત્ર ‘અડ્ડાયુ’ કહે છે. આવા છાણાનાં સૂર્યના તેજતત્વનું સંક્રમણ થયેલું હોય છે. અને છાણાનાં બધા મૂળતત્વ પૂરેપૂરા જળવાયેલાં હોય છે. તેથી તેના હોમહવનથી વાતાવરણની શુધ્ધિનો પૂરેપૂરો લાભ મળે છે.

છાણાની રાખ પણ પવિત્ર છે. એ પવિત્રતાની રક્ષા કરનાર છે.તેથી યજ્ઞકુંડમાંની રાખને રક્ષા પણ કહે છે. એને ભભૂતી પણ કહે છે.શિવજી તો રાખ વડે જ સ્નાન ક્રી લે છે. અર્થાંત્ શરીરે ભભૂતિ ચોળી લે છે. હઠયોગ પ્રદીપિકા નામના ગ્રંથમાં સ્નાનના સાત આઠ પ્રકાર બતાવ્યા છે. તેમાં ‘ભભૂતી ચોળવી’ એને પણ સ્નાનનો એક પ્રકાર ગણાવ્યો છે.

પાંચમું ગવ્ય ગાયનું મૂત્ર

ગાયનું મૂત્ર અત્યંત પવિત્ર છે.

ગાયનૂં મૂત્ર પણ કેન્સર કરનારી અણૂરજનો નાશ કરે છે, તેથી કેન્સરનાં દર્દીઓની ગોમૂત્રથી ચિકિત્સા કરવામાં આવે છે. ગુજરાતમાં ગોમૂત્રથી કેન્સરનાં રોગ મટાડવાની ચિકિત્સા કરનારી એક હોસ્પિટલ વલસાડ પાસે વાગલધરા ખાતે આવેલી છે.

ગૌમુત્ર ખાતરમાં છાંટવાથી શુદ્રજંતુઓનો ઉપદ્રવ ઘટે છે અને પાકની વૃધ્ધિ થાય છે.

ગોમુત્ર ચોળીને સ્નાન કરવાથી ઘણા રોગો મટે છે. ગોમુત્ર પીવાથી નીરોગી રહેવાય છે. વિવિધ શૂભ પ્રસંગોમાં ઘરની અશુધ્ધિ દૂરકરવા માટે ગોમૂત્રનો ઘરમાં બધે છંટકાવ કરવામાં આવે છે. ભૂમિની શુધ્ધિ કરવા માટે ગૌમૂત્રથી ભૂમિને ધોવામાં આવે છે. અશુધ્ધિ દૂર કરવા માટે અને પવિત્ર અવસરોમાં પવિત્રતા માટે ઉપયોગ કરવા માટે ગાયનું સવારનું પ્રથમવારનું મૂત્ર લેવાય છે જેને લોકભાષામાં ‘ઝરણ’ કહે છે.

પંચગવ્ય અને શુધ્ધિકરણ

ધર્મકાર્યોમાં અને યજ્ઞકાર્યોમાં પાંચ પ્રકાર શુધ્ધિ કરવી આવશ્યક છે. શુધ્ધિ વિના કરેલા શુભકાર્યો ફળદાયી બનતા નથી.

વાતાવરણની શુધ્ધિ: વાતાવરણને શુધ્ધ કરવા માટે અને વાતાવરણનાં અપવિત્ર અને મલિન તત્વોને નષ્ટ કરવા માટે ગાયના ઘીનો દીવો કરવામાં આવે છે. તેલમાંથી બનાવેલા વનસ્પતિ ઘી કે બીજા ઘી વાતાવરણને શાંત, સૌમ્ય અને શુધ્ધ બનાવવાને બદલે ઉગ્ર અને અશુધ્ધ બનાવે છે.

ભૂમિની શુધ્ધિ: ભૂમિની શુધ્ધિ કરવા માટે ગોમુત્રથી ભૂમિને ધોઈને ગાયના છાણનું ભૂમિ ઉપર લીપણ કરવામાં આવે છે.

શરીર શુધ્ધિ: શાસ્ત્રપાઠ પ્રમાણે બનાવેલું પંચગવ્ય (જે બનાવવાની રીતે વિશેષ આગળ જણાવેલ છે) શરીર ચોળીને સ્નાન કરવામાં આવે છે.દ્રવ્ય શુધ્ધિ: ધર્મકાર્યો કે યજ્ઞમાં વાપરવાના દ્રવ્યો ભેળસેળ વિનાનો, સડેલા ન હોય તેવા અને શુધ્ધ હોવા જોઈએ. હોમ માટેના દ્રવ્યોમાં ગાયનું ઘી મુખ્ય દ્રવ્ય છે. તેજ પ્રમાણે ગાયના દૂધમાં બનાવેલી ખીર તથા ગાયના ઘીમાં ભીંજવેલા કાળા તલ અને જવ પણ હોમવામાં આવે છે.

મનશુધ્ધિ: ગાયના ઘી અને દૂધ આહારમા લેવાથી, ગોમુત્ર કે પંચગવ્ય ચોળીને સ્નાન કરવાથી,ગાયના ઘીના દીવાના અજવાળામાં રહેવાથી, ગાયનો સ્પર્શ કરવાથી, ગાયના દર્શન કરવાથી, ગાયની બાજુમાં બેસવાથી મનની અપવિત્રતા, અશુભ વિચારો અને મનનાં વિકારો નાશ પામે છે, મન શાંત થાય છે. ઉતાવળ રઘવાટ ઉકળાટ-વ્યાકુળતા ઉત્પાત વગેરે દૂર થઈ મન પવિત્ર અને શુધ્ધ થાય છે.

પંચગવ્ય એક અદભૂત જીવનઅમૃતયોગ

પંચગવ્ય શબ્દનો અર્થ છે પંચ (પાંચ) + ગવ્ય (ગાયથી મળતું) અર્થાત્ ગાયથી ઉત્પન્ન થયેલી અથવા ગાય પાસેથી મળતી પાંચ વસ્તુ. શબ્દનો આ સમાન્ય અથૅ થયો. દૂધ, દહી, ઘી, છાણ અને મુત્ર એ દરેક ગવ્ય ગાય પાસેતી વસ્તુ છે. અને પાંચે માટે ભેગો શબ્દ પંચગવ્ય છે. અહી હવે આપણેજે પંચગવ્યની વાત કરીશું તે ઉપરનાં સામાન્ય અર્થમાં નહિ, પણ વિશેષ અર્થમાં કરીશું.ગાયની આ પાંચે વસ્તુ અલગ અલગ રંગની કે એક જ રંગની ગાય પાસેથી મેળવી ચોકકસ પ્રમાણમાં મિશ્ર કરી પકવવામાં આવે ત્યારે એ શાસ્ત્રીય પંચગવ્ય બને છે.

હોમહવનમાં આજ પંચગવ્ય વાપરવાનું હોય છે.

વિશેષ ધર્મક્રિયાઓમાં પણ આ જ પંચગવ્ય વાપરવાનું હોય છે.વિશેષ રોગો મટાડવા માટે પર આ જ પંચગવ્ય વાપરવાનું હોય છે. પાપનાં પ્રાયશ્ર્ચિતમાં મનની અપવિત્રતા દૂર કરવા માટે પંચગવ્ય ખાવાનું હોય છે.પંચગવ્ય બનાવવાની વિધિ એક કરતાં વધારે હોય છે. શાસ્ત્રોમાં વર્ણવેલી છે.

૧. નીચે પ્રમાણેની વસ્તુઓ એકત્ર કરી તેમનું મિશ્રણકરી એકસરખા કરવાથી પંચગવ્ય બને છે.લાલ ગાયનું મુત્ર ૫૦ ગ્રામ, ધોળી ગાયનું છાણ ૧૫ ગ્રામ, પીળી ગાયનું દુધ ૧૫ ગ્રામ, વાદળી ઝાંખવાળી અથવા કાબરચીતરી ગાયનું દહીં ૧૫ ગ્રામ, કાળી ગાયનું ઘી ૧૦ ગ્રામ, દર્ભનું પાણી ૧૦ ગ્રામ

૨. કાંચનવર્ણી (પીળી) ગાયનું દૂધ ૧ પલ, શ્ર્વેતવણી (સફેદ) ગાયનું છાણ ૧ પલ, તામ્રવર્ણી (રાતી) ગાયનું મૂત્ર ૧ પલ, નીલવર્ણી ગાયનું ઘી ૧ પ્રસુતિ, કૃષ્ણવર્ણી ગાયનું દહી ૩ તોલા. આ પ્રમાણે બધું લઈને મિશ્રણ કરી એકસર કરવાથી પંચગવ્ય બને છે.

૩. જો જુદા જુદા રંગની ગાયોનાં દૂધ, દહી, ઘી, છાણ, મુત્ર ન મળે તો એક જ રંગની ગાયનાં પાંચે દ્રવ્યો લઈને પણ પંચગવ્ય બનાવી શકાય છે. એવો પાઠ નિર્ણયસિંધુ ગ્રંથમાં આપવામાં આવ્યો છે. અહી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાં તો ઉપર આપેલી પહેલી અને બીજી વિધિમાં બતાવ્યા પ્રમાણે જ કરવું અને નહી તો એક જ રંગની ગાયની બધી વસ્તુ લેવી.

જેમ કે, લાલ ગાયનું છાણ, અને ધોળી ગાયનું મૂત્ર લેવાનું છે તેને બદલે ધોળીગાયનું છાણ અને લાલ ગાયનું મૂત્ર ન લઈ શકાય, પરંતુ પાંચે વસ્તુ કોઈ એક જ રંગની ગાયની લઈ શકાય.

૪. પંચગવ્ય બનાવવા માટેનું એક વિશિષ્ટ પ્રમાણ પણ શાસ્ત્રમાં મળે છે. છાણથી બમણું મુત્ર, મુત્રથી બમણું દુધ, દૂધથી બમણું ઘી, ઘીથી બમણું દહી લેવું અને એ બધાનું મિશ્રણ કરી એકરસ કરવું જો છાણ ૧૦ ગ્રામ હોય તો મુત્ર ૨૦ ગ્રામ, દૂધ ૪૦ ગ્રામ, ઘી ૮૦ ગ્રામ અને દહીં ૧૬૦ ગ્રામ લેવું જોઈએ. ઉપરની કોઈ પણ રીતે બનેલું પંચગવ્ય ઉપયોગમાં લઈ શકાય છે.

પંચગવ્ય ધૃત

આ એક અદ્ભૂત યોગ છે.

ગાયનૂં દૂધ ૪ શેર, ગાયનું ઘી ૪ શેર, ગાયનું દહી ચાર શેર, ગાયના છાણનો રસ ૪ શેર અને ગાયનું મૂત્ર ૪ શેર લેવું.

છાણનો રસ લેવા માટે ગાયના તાજા છાણને એક જાડા કપડામાં બાંધીને પોટલી ઉંચી લટખાવી અને નીચે માટીનું પાત્ર રાખવું. છાણની પોટલીમાંથી નાની ધાર થઈને ટીપે ટીપે છાણનો રસ ઝરીને માટીના વાસણમાં ભેગો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.