ખુશી વાસ્તવમાં છે શું ? ? સુખી થવા આટલું કરવું જરૂરી

ખુશીની શોધ માટે ચારે તરફ ભટકતા માનવે જાણવું જરૂરી છે –  ખુશી વાસ્તવમાં છે શું?

ખુશી એ કોઇ ભૌતિક ચીજ કે વસ્તુ નથી જેનું કોઇ માપદંડ કરી શકે, ખુશી કોઇ બજારમાં મળતી વસ્તુ નથી કે જેને આપણે પૈસા આપી ખરીદી શકીએ, એક વ્યકિત બીજા વ્યકિતને ખુશીની વાત સંભળાવી શકશે પરંતુ ખુશી નહી આપી શકે, દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું તે આપણી પોતાની ચોઇસ છે.

રાજાના સમયમાં ઘરથી થોડા દુર હરવા-ફરવા, મોજ-મજા જઇએ છીએ. જયાં આનંદ માણીને આવીએ છીએ પરંતુ આનંદને લઇને નથી આવતા કારણ કે….

ખુશી એ તો પરમાત્મા તરફથી મળેલ ગીફટ છે માટે સ્થાન ગમે તે હોઇ… ગીફટને સંભાળવી આપણી જવાબદારી છે., ખુશી અંતર આત્માનો નીજી સ્વભાવ છે. સ્વભાવ માટે કોઇ પુરૂષાર્થ કે મહેનતની જરુર  ન હોય, આવશ્યકતા છે માત્ર આ બાબતની જાગૃતિની કે નહું સ્વયં જ ખુશ છું, ખુશી મારી પોતાની પર્સનલ પ્રોપર્ટી છે, ખજાનો છે, અવિનાશી સંપતિ છે, મારી સંપતિ પર મારો પુર્ણ અધિકાર છે માટે હું હંમેશા નિશ્ર્ચિ છું, ‘ખુશી જેવો ખોરાક નહીં’.. હંમેશા ખુશ રહેનાર વ્યકિત ભોજન પર નિયંત્રણ રાખી શકે છે કારણ કે અંતર આત્મા ખુશીના ખોરાકથી સશકત છે., ખુશી માટે શરીરના રૂપ, રંગ, શૃંગારના આધારની જરુર નથી કારણ કે ખુશીએ આત્માનો અસલી શૃંગાર છે., જીવનમાં  હંમેશા ખુશ રહેવું એ સદભાગ્યની નીશાની છે વળી અન્યને ખુશ રાખવા, ખુશીનું દાન કરવું એ શ્રેષ્ઠ પુણ્ય છ, ખુશ નસીબ જીવન ઉતમ કળા છે.

હંમેશા યાદ રાખીએ જીવનમાંથી કદાચ બધુ જ જતુ રહે પરંતુ ખુશી ન જાય કારણ કે ખુશીની ચાવી મારી પાસે છે જે આગળ વાંચીશું.

Loading...