Abtak Media Google News

માથે હાથ રાખી બેસીને રહેવા કરતા પાર્ટ ટાઈમ નોકરી સારો વિકલ્પ: નિષ્ણાંતો

ભારત કૃતિ પ્રધાન દેશ છે. પરંતુ મોંઘવારી તેમજ અન્ય કારણોને લઈને ખેડુતોની માઠી દશા તેમને આત્મઘાતી પગલા લેવા તરફ દોરે છે. નિષ્ણાંતોના મતે તેઓ દેણાં ચૂકવા માટે તેઓ માત્ર પાર્ટ ટાઈમ ખેતી કરતા હોય છે. ભારતમાં ૬૦ ટકા લોકો ખેતી ઉદ્યોગ દ્વારા ગુજરાન ચલાવે છે. પરંતુ ઓછી આવકને લઈને તેમનું ચૂકવણું વધી જાય છે.

માટે તેમનું પાર્ટ ટાઈમનું વલણ વધ્યું છે. જયારે તેમની પાસે ખેતી માટે સારી સારી તકો હોય ત્યારે તેઓ ફરી ખેતી તરફ આવી શકે છે. બ્રિટન યુનિવર્સિટીના પ્રોફેસર સુસેકસે જણાવ્યું હતુ કે માથે હાથ રાખીને બેસી રહેવા કરતા પાર્ટ ટાઈમ જોબ એક સારો વિકલ્પ છે. છેલ્લા એક દસકામાં ભારતભરમાં દેણામાં ડુબેલા ૧૦ હજાર ખેડુતોએ આત્મહત્યા કરી હતી.

જેનું મુખ્યકારણ વર્ષાદની કમી, ઓછી કિંમતો તેમજ અપૂર્તિ માંગ રહ્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા પાંચ વર્ષોમાં ખેડુતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો છે. ૧૦ માંથી ૭ ગ્રામ્ય વિસ્તારોનાં લોકા જમીન વિહોણા છે. અથવા ૧ હેકટર કરતા ઓછી જમીન ધરાવે છે. જમીન વગર તેમને પાકનો વિમો અથવા લોન મળતી નથી માટે પાર્ટ ટાઈમ જોબનું વલણ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.