Abtak Media Google News

અમિત અને સુજાતા બંને એકજ કોલેજમાં અભ્યાસ કરતાં હતા. અમિત સુજાતા કરતાં એક વર્ષ આગળ હતો, બંનેની ઓળખાણ લાયબ્રેરીમાં એક પુસ્તકની આપ-લે બાબતે થયી હતી અને બંન્નેને વાંચનનો શોખ એટ્લે એ મુલાકાતો વધતી ગયી, જેમ જેમ મુલાકાત વધી તેમ તેમ પરિચય પણ વધ્યો અને એ પરિચય પ્રેમમાં પરિણમ્યો.

Untitled 1 103

જ્યારે અમિતનો કોલેજ અભ્યાસ પૂર્ણ થયો ત્યાર બાદ કોલેજમાં તો બંનેની મુલાકાત શક્ય ન હતી એટલે કઈ પણ કરીને કોલેજની બહાર બંને મળતા હતા. આ રીતે કોલેજના છેલ્લા વર્ષમાં સુજાતાનુ ધ્યાન ન રહેતા સુજાતા નાપાસ થયી. આ બાબતથી તેના પિતા એ તેનો અભ્યાસ બંધ કરાવી સીવણ શીખવા માટે મોકલી દીધી. આ રીતે સુજાતાને પણ કોઈને કોઈ રીતે અમિત સાથે મળવાનું પણ થઇ ગોઠવાઈ જતું હતું અને સીવણ પણ શીખાય જતું હતું.


હવે આ બંનેનો પ્રેમ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો કારણકે આમને આમ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું. અમિત હજુ લગ્ન માટે ના કહેતો હતો અને સુજાતાને ઘરેથી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. અને અંતે છેલ્લે બંને એ ઘરેથી ભાગીને લગ્ન કર્યા. આ વાતને આજે છ વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ પણ સુજાતા કે અમિતના પરિવારના લોકો એ તેમની સાથે સંબંધની શરૂઆત નથી કરી. પરિવાર સાથે ફરી સંબંધ સારી કરવામાં તે બંને એ ખુબ કોશિશ કરી હતી, જયારે સુજાતા પ્રેગ્નેન્ટ હતી ત્યારે અને છેલ્લે જયારે સુજાતાને દીકરી જન્મી ત્યારે પણ પરિવારને તે ખુશીમાં સાંકળવા માટે ખુબ કોશિશ કરવામાં આવી હતી પરંતુ કોઈનો પરિવાર આવ્યો નહિ. 


હવે તો મુસ્કાન પણ ચાર વર્ષની થયી ગયી છે અને સ્કુલ પણ જવા લાગી છે. પરંતુ લગ્નના બે વર્ષ બાદ જ અમિતની જોબ છૂટી ગયી હતી અને ત્યારથી તે જ્યાં પણ કામે લાગે છે ત્યાંથી થિંદા જ સમયમાં છૂટો થયી જાય છે અને આ જ પરિસ્થિતિમાં તે જીવ્યા કરે છે જેના કારણે ઘરની આર્થિક પરિસ્થિને ભારે અસર પહોંચી હતી, જેના કારણે સુજાતાને પણ ઘરના બે છેડાં ભેગા કરવા સિલાઈ કરી કમાવવું પડતું હતું. અને હવે તો પરિસ્થિતિ ખુબ વણસી હતી. અમિત ક્યાંય પણ કામમાં ટકી રહેતો નહતો, અને એને દારૂ પીવાનું વધારી દીધું હતું.

Shutterstock 536500282

જેના કારણે સુજાતા એ જ ઘરનું કામ, કમાવવાનું કામ તેમજ દીકરીની જવાબદારી તમામ જવાબદારીઓ એકલી એ જ નિભાવવી પડતી હતી. તેવા સમયે જો એ કઈ પણ અમિતને કહે તો ઘરમાં જ ઝઘડા થાય એટલે તે કઈ કહેતી નહોતી અને જે કરવાનું છે કરતી રહેતી હતી. આખો દિવસ સિલાઈ મશીન પાર બેસીને કામ કાર્ય રાખવાનું, મુસ્કાન આવે એટલૅ તેને જમાડી સુવડાવવાની અને રાત્રે  પણ કામ કરીને થાકીને માંડ હજુ પથારીમાં પડી હોય ત્યાં અમિત એક બે વાગ્યે પીધેલી હાલતમાંઆવે એટલે અનિચ્છાએ પણ તેની શારીરિક સંબંધની વાસનાને પુરી કરવાની. આવું છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું પરંતુ હવે સુજાતા આ પરિસ્થિતિથી કંટાળી ગયી હતી. હવે તેને આ રીતે ચુપ ચાપ બધું સહન નહોતું કરવું.


એક દિવસ સવારે મુસ્કાન જયારે સ્કુલ જવા નીકળી ગયી ત્યાર બાદ અમિત તૈયાર તો થયો પરંતુ તેનો ચહેરો એકદમ ગુસ્સાવાળો હતો અને સુજાતા તરફ આવીને કહેવા લાગ્યો, કાલે રાત્રે તે જે કર્યું એ સારું નથી કર્યું. હવે સુજાતા પણ ચૂપ નહોતી રહેવા માંગતી એટલે તેને પણ કહ્યું કે અમિત જેમ તારી ઈચ્છાઓ રોજ તું જબરદસ્તી પુરી કરે છે એમ હવે નહિ થાય, મારી પણ કઈ ઈચ્છા હોય એને તો તું કયારેય સમજવાની કોશીશ તો કર.ત્યાં તો અમિતે એ કઈ સાંભળ્યું જ ના હોય તેમ કહેવા લાગ્યો કે મારે હવે એક દીકરો જોય છે. એટલે આ બધું બંધ કર અને હું જેમ કહું છું તેમ કર. સુજાતાની સહનશક્તિ હવે પુરી થયી ગયી હતી એટલે તેને પણ સાફ ઇન્કાર કરતા એવું કહ્યું કે એવું તો હવે ક્યારેય નહિ થાય.ઘરના બે છેડા ભેગા કરવા આખો દિવસ હું સિલાઈ કામ કરું છે અને તું ક્યારે ક્યાં કામ કરે છે તેનું કઈ ઠેકાણું નથી હોતું અને જે કઈ પણ કમાય છે એ બધું તારક દારૂ પાછળ બાર્બ કરે છે એટલે બીજા બાળકની અપેક્ષા નહિ રાખતો.

D205 104 004 0004 600

મુસ્કાન પણ હવે સ્કૂલ જાય છે તેના ભણવાના ખર્ચ પણ વધશે એટલે એને પુરા કરવા ઘર ચલાવવું એ બધું મારે જ જોવાનું આવે છે તારે ક્યાં કઈ ચિંતા જ હોય તારે તો તારા દારૂના થયી જાય એટલે બધું પૂરું થયી જાય છે. તું ખરેખર એ જ અમિત છે જેને મેં ગાંડાની જેમ પ્રેમ કર્યો હતો ,જેના માટે એક પણ વિચાર કર્યા વગર પરિવારને છોડી તારી સાથે ચાલી નીકળી હતી…??? આ વાત સાંભળીને તો અમિત સૌ જંગલી જ બની ગયો અને ગુસ્સામાં ટેબલ પાર પડેલી ડીશ લઈને સુજાતા તરફ ફેંકી પરંતુ સુજાતા પોતાનો બચાવ કરતા રૂમમાં ડોળી ગયી અને રૂમ અંદરથી બંધ કરી દીધો. આ બાજુ અમિત રાઘવાયેલી હાલતમાં આમથી તેમ આતા મારતો હતો.બીજી બાજુ સુજાતાને પણ કઈ સમજાતું નહોતું કે શું કરવું પછી તેને ટીવીમાં જોયેલી નારી શક્તિની સરકારી એડ યાદ આવી અને તેને તરત જ પોલીસને ફોન કરી તેની આપવીતી જાણવી અમિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ આવીને અમિતને પકડીને લઇ ગયી. આ બાજુ જયારે અમિતને પોલીસ લઇ જતી હતી ત્યારે પાડોશી પણ એવું જ કહેતા હતા કે હવે સુજાતા એ જે કર્યું એ સાચું કર્યું અને આ જંગલીના પંજા માંથી છૂટી. અને સુજાતાને પણ પોતે એ ચુપ્પી તોડીને પરીસ્થીતીથી દબાઈને રહેવા કરતા પરિસ્થિતિનો સામનો કરીને રહેવામાં જે મુકતિનો અહેસાસ થયો અને પોતાની જાતને સાંભળી જે કર્યું તે સાચું કર્યું તેવો વિચાર આવતો હતો. 


આવી રીતે દબાઈને અન્યાયને સહન કર્યા કરવા તેનો સામનો કરી મુક્તિનો શ્વાસ લેવો જોઈએ. આ કહાની તો કાલ્પનિક છે પરંતુ કહેવાય છે ને કે કલ્પનાઓ પણ સમાજનો અરીસો છે, અને સમાજમાં પણ હજુ કેટલીય એવી સ્ત્રીઓ છે જે સુજાતાન જેવી પરિસ્થિને જીવી રહી છે અને ચુપ્પી સાધીને બેઠી છે, આ કહાની તે સ્ત્રીઓને નામ છે જેને મુક્તિના શ્વાસ માટે પોતે જ લડવાનું રહેશે….. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.