Abtak Media Google News

આશરે ૨૧૦ સરકારી વેબસાઈટો આધારની માહિતી જાહેર કરે છે !!!

એક આરટીઆઈને લગતી કવેરીના પ્રત્યુતરમાં યુઆઈડીઆઈએ જણાવ્યું હતું કે, ૨૦૦ જેટલી સરકારી વેબસાઈટો આધારની માહિતી જાહેર કરે છે પરંતુ અહીં મસમોટો સવાલ એ ખડો થાય છે કે આધારકાર્ડની માહિતી લિક થાય તો રાઈટ ટુ પ્રાઈવસી (આરટીપી)નું શું? અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આશરે ૨૧૦ જેટલી કેન્દ્ર અને રાજય સરકારની વેબસાઈટો પર લોકોના આધારની વિગતો છે. જેમાં ખાસ કરીને સરકારી શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ સ્કિમના લાભાર્થીઓના નામ, સરનામા આધાર નંબર તથા અન્ય વિગતો વેબસાઈટ પર મુકે છે જે કોઈપણ સામાન્ય સ્તરની જનતા પણ જોઈ શકે છે. જોકે, હવે યુઆઈડીએઆઈ એટલે કે આધારકાર્ડને લગતું તમામ કામકાજ અને પ્રક્રિયા જોતી સરકારી એજન્સીને ભાન થયું છે એટલે હવે આ ૨૧૦ વેબસાઈટો પરથી આધારને લગતી વિગતો હટાવી દેવાઈ છે. સરકારી એજન્સીએ આરટીઆઈ અરજીના પ્રત્યુતરમાં આમ જણાવ્યું છે.

અત્યારે સરકારે તમામ સરકારી કામકાજ માટે આધારકાર્ડ ફરજીયાત કરી દીધું છે. આ સિવાય વિવિધ સેવાઓ, મોબાઈલ સેવા, બેકિંગ સેવાઓ સાથે પણ આધાર નંબરને જોડવા માટે તારીખ ૩૧ ડિસેમ્બરનું અલ્ટીમેટમ અપાયું છે. આ સિવાય તાજેતરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ઢુકડી છે ત્યારે વિરોધ પક્ષો પણ બીજેપી સરકાર પર તડાપીટ બોલાવી રહી છે કે આધાર નંબર અન્ય સરકારી સેવાઓ સાથે જોડવાથી માહિતી લીક થાય તો રાઈટ ટુ પ્રાઈવસીનું શું ? આનાથી લોકો હેકર્સનો હાલતાને ચાલતા ભોગ બનશે. લોકોના બેંક ખાતાની સલામત નહીં રહે. આ સિવાય કોઈપણ વ્યકિત અન્યની અંગત વિગતો સરકારી વેબસાઈટ પર જોઈને તેનો ગેરઉપયોગ કરી શકે છે. જોકે હવે ૨૧૦ વેબ પરથી આધારની માહિતી હટાવી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.