Abtak Media Google News

ભારત સંસ્કૃતિને અનુસરતો દેશ છે. જેમાં સમાજ વ્યવસ્થાના ભાગરુપે લગ્ન વ્યવસ્થાનું ખૂબ જ મહત્વ છે. જ્યાં પરિવારને એક તાંતણે બાંધી રાખવા સમાજે લગ્ન વ્યવસ્થાને માન આપ્યું છે ત્યારે છેલ્લા ૧૨ વર્ષોના ભારતમાં તલાકનું પ્રમાણ બમણું થઇ ગયું છે.

તેવા સમયે પરિપક્વ ઉંમરે તલાક થવાનું મુખ્ય કારણ શું છે…?

લગ્ન જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થાય ત્યારે સિલ્વર જુબલી ઉજવવાની જગ્યા સિલ્વર સેપરેશનનો પ્રવાહ ચાલી રહ્યો છે. જ્યારે દંપતિઓ લગ્ન વિચ્છેદ કરતાં થાય છે. જ્યાં છોકરાઓ મોટા થઇ કરી કામ થઇ ગયા હોય અને અન્ય કોઇ પારિવારિક જવાબદારી નથી હોતી તેવા સમયે દંપતિ પોત પોતાનું જીવન પોતાની રીતે જીવવા ઇચ્છતા હોય છે. એક સમય હતો જ્યારે રીટાયર્ડ થઇ દંપતિ એકબીજા સાથે નિરાંતનો સમય વિતાવવા ઇચ્છતા હતા. પરંતુ હવેની જીવનશૈલી પ્રમાણે જ્યાં માણસ ખૂબ જ વ્યસ્ત થયો છે. ત્યારે પોતાના માટે સમય નથી. મેળવી શકતો ત્યારે આ રીતે પોતાના માટે સમય મેળવવા સિલ્વર સેપરેશનનો રસ્તો અપનાવે છે. આ સિલ્વર સેપરેશન કેટલો યોગ્ય વિકલ્પ છે એ વિચાર્યુ છે…..?

સૌ પ્રથમ એ જરુરી છે કે બાળકો સાથે મધુરા સંબંધો કેળવવા જરુરી છે. જે તમારી સાચી ધરોહર છે. પતિ અને પરિવારતની સંભાળ રાખી તેની લાગણીઓને માન આપવું જોઇએ.

અને આ રીતે પતિ-પત્નિએ એક બીજા સાથે આત્મિયતા કેળવી, એકબીજાને સમજીને જીવનનાં અંતિમ પડાવ સુધી એકબીજાનો સાથ આપી સહારો બનવું જોઇએ. નહિં કે માની નાની મુશ્કેલીને મોટી બનાવી એકબીજાથી અલગ થવું જોઇએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.