Abtak Media Google News

કેટલીક ધાર્મિક પરંપરાનો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. હિન્દુધર્મમાં પુજા-પાઠ અને શુભ પ્રસંગોએ કાંડા પર દોરા બાંધવાની પરંપરા છે.આ દોરાઓ માત્ર એક રિવાજ નથી પણ તમને ઘણી બધી  બિમારીઓથી બચાવે છે.આ સાયન્સની પરિક્ષણમાં પણ સિધ્ધ થયું છે.

ધર્મશાસ્ત્ર પ્રમાણે કાંડા પર દોરા બાંધવાની પરંપરાની શરૂઆત દેવી લક્ષ્મી અને રાજા બલીએ કરી હતી.આ દોરાને રક્ષા કવચ પણ માનવામાં આવે છે.એવી માન્યતા છે કે તેને બાંધવાથી આવનારી મુશ્કેલી ટળે છે.તેમજ બીજી માન્યતામાં દોરો બાંધવાથી ત્રણ દેવ બ્રહ્મા-વિષ્ણું  અને મહેશ તથા ત્રણ દેવીઓ સરસ્વતી, લક્ષ્મી -પાર્વતીની કૃપા આપણાં પર સદૈવ વરસતી રહે છે.વેદો અનુસાર વૃત્રાસુરના યુધ્ધમાં જતી વખતે ઈન્દ્રાણી એ પણ ઈન્દના જમણાં હાથે રક્ષાસૂત્ર એટલે કે દોરો બાંધયો હતો.

7537D2F3 15

પુરૂષો અને કુંવારી યુવતીઓ ડાબા હાથમાં અને વિવાહિત મહિલા જમણાં હાથમાં દોરો બાંધવામાં આવે છે.માન્યતા એવી પણ છે કે વાહનો, ખળાવહી, મુખ્યદ્વારા, આવી અને તિજોરી વિગેરે પર પણ દોરો બાંધવાથી ફાયદો થાય છે.દોરાથી બનેલ સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં સમુધ્ધી આવે છે.

શરીરના ઘણા મુખ્ય અવ્યવો સુધી લોેહી પહોંચાડનાર નસને કાંડા મારફતે પસાર થવું પડે છે.જયારે કાંડામાં દોરો બાંઘવાથી આનસોની ક્રિયા નિયંત્રિત થાય છે.આનાથી ત્રિદોષ વાત-પિત્ત અને કફને દુર બાંધવાથી લોહીનું દબાણ, હ્વદયરોગ, ડાયાબિટીસ અને લકવો વિગેરે જેવી બિમારીઓ સ્વાસ્થ્ય સમસ્યાઓથી કેટલીક જીદ સુધી મચી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.