Abtak Media Google News

પરત ફરેલી નોટોનો હિસાબ ન આપવા માટેની દલીલો મામલે ચીફ ઈન્ફોર્મેશન કમિશનર આર.કે.માુર કાળઝાળ

નોટબંધી બાદ કેટલી નોટો પરત આવી તેના હિસાબની વાત આવે ત્યારે તંત્ર આંખ મીચામણા કરી દે છે. નોટબંધીી દેશને ર્આકિ ફાયદો યો હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આ મામલે કોઈ તથ્ય રજૂ કરવામાં આવતું ની. ત્યારે નોટબંધીી ફાયદો શું યો તે પ્રકારનો સવાલ ચિફ ઈન્ફોર્મેશન કમિશનર આર.કે.માુરે અધિકારીઓને પૂછયો છે. આ મામલે વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓને નોટિસ ફટકારી નોટબંધીની વિગતો જાહેર કરવાી દેશના ર્અતંત્રને શું નુકશાન થશે તેનો ફોડ પાડવા જણાવ્યું છે.

નોટબંધી બાદ નાણા વ્યવહારને કયાં પ્રકારની અસર પડી અને અપેક્ષા મુજબની ચલણી નોટો પરત આવી છે કે કેમ તેવા સવાલોનો સરકાર અત્યાર સુધી ઉડાઉ જવાબ આપી રહી છે. આરટીઆઈ હેઠળ પણ બહાના બાજી બતાવવામાં આવી છે. માટે પરત આવેલી નોટોનો હિસાબ આપવાી ર્અતંત્રને કયાં પ્રકારનું નુકશાન થશે તેવા વેધક સવાલો પુછવામાં આવી રહ્યાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે, નોટબંધી બાદ સાડા પંદર લાખ કરોડની જૂની નોટો પરત ફરશે તેવી અપેક્ષા નાણા મંત્રાલયને હતી. અલબત નોટબંધીને ખાસ્સો સમય વીતી જવા છતાં હજુ સુધી આ નોટોનો હિસાબ મળી રહ્યો નથી.

નાણા મંત્રાલયના અધિકારીઓ-કર્મચારીઓની ફોજ મહિનાઓી ગણતરી કરી રહી છે પરંતુ કોઈ હિસાબ મળતો ની તેવું જાણવા મળે છે. નોટબંધી બાદ સીસ્ટમમાં કાળુ નાળુ ઘુસી ગયું હોવાની દલીલોને પણ નકારી શકાતી નથી સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે આંકડા જાહેર ન કરતી હોવાનું પણ વિરોધીઓ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.