Abtak Media Google News

બાયના રન તો વિકેટકિપરની ચુકથી હોય શકે પરંતુ લેગ બાયનાં રન શેના ?

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટસમેન માર્ક વો તમામ પ્રકારનાં ક્રિકેટમાંથી લેગ બાયને હાંકી કાઢવાની હાંકલ કરી છે. માર્ક વોનાં જણાવ્યા પ્રમાણે બેટસમેન જયારે દડો ચુકે અને તેના પેડ પર દડો લાગે તો તેનો રન ન આપવો જોઈએ. જોકે બેટને બોલ અડયા વગરના રન શું કામનાં, બાયના રન તો વિકેટ કિપરની ચુકથી મળી જતા હોય છે પરંતુ લેગ બાયનાં રન શેના ?

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ બેટસમેન માર્ક વોએ ક્રિકેટની તમામ ફોરમેન્ટમાંથી લેગ બાયનાં તમામ રન હટાવી દેવાની વકિલાત કરીને જણાવ્યું હતું કે, બેટીંગ કરનારી ટીમને બોલ ચુકવા માટે રન આપવા જોઈએ નહીં. મારા મતે ક્રિકેટની તમામ ફોરમેન્ટમાં ખાસ કરીને ટી-૨૦માં લેગ બાયનો રન ન હોવો જોઈએ તેવો નિયમ હોવો જોઈએ. બેટસમેન બોલ ચુકી જાય તેમાં ફિલ્ડીંગ ભરતી ટીમને શા માટે દંડ થવો જોઈએ. બીગબેસ લીગમાં કોમેન્ટ્રી કરતી વખતે માર્ક વોનાં પ્રસ્તાવનાં સંબંધમાં ઈંગ્લેન્ડનાં ભુતપૂર્વ સુકાની માઈકલ વોને જણાવ્યું હતું કે, લેગ બાય રમતનો એક ભાગ છે. માર્ક વોએ ઉમેર્યું હતું કે જયારે બોલ પેડ ઉપર અથડાય તો શા માટે રન આપવો જોઈએ. બેટીંગનો મતલબ બોલને હિટ કરવાનો છે. જેને પણ આ નિયમ બનાવ્યો છે તે ઘણો સામાન્ય બેટસમેન હશે. મારા મતે ૧૯૦૦માં આ પ્રકારના રનની શરૂઆત થઈ હશે.

Admin

માર્ક વોને પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, ક્રિકેટની રમતમાં ઘણા બધા ફેરફારો થયા છે. હવે ટી-૨૦ આવી ગયો છે. આગામી દિવસોમાં યુ.કે. ખાતે ૧૦૦ બોલની રમત રમવાની શરૂઆત થવાની છે. તેમજ ૫ દિવસીય ટેસ્ટને ૪ દિવસમાં રમાડવાની વાત કરવામાં આવી રહી છે. માઈકલ વોને જણાવ્યું હતું કે, ક્રિકેટમાં બદલાવ લાવવા માર્ક વોએ મેલબોર્ન ક્રિકેટ કલબમાં સભ્ય થવું પડશે ત્યાં જઈને તેની વિચાર શ્રેણી બદલવી પડશે.

જોકે બેટને બોલ અડયા વગરના રન કંઈ કામના નથી. બાયનાં રન તો વિકેટકિપરની ચુકથી બેટસમેનને મળી જતા હોય છે પરંતુ લેગ બાયનાં રન શેના? આ મુદ્દે ઓસ્ટ્રેલિયાના બેટસમેન માર્ક વો અને ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ સુકાની માઈકલ વોન માટે ચર્ચાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.