Abtak Media Google News

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુશન દ્વારા ફેસબૂક-યુ-ટયુબના માધ્યમથી ‘ઓનલાઈન કેરીયર ગાઈડન્સ પેનલ ડિસ્કશન’નું આયોજન

શૈલેશભાઈ સગપરીયા, મેહુલભાઈ દવે, હિતેષભાઈ શુકલ અને ડો.એસ.બી.જાડેજા સહિતના નિષ્ણાંત જોડાશે: સુકાન ડી.વી.મહેતા સંભાળશે

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ધોરણ-૧૦ બાદ પ્રવાહની પસંદગી સૌથી પેચીદો પ્રશ્ન હોય છે અને તેમા કોઇ નિષ્ણાતની સલાહ અને માર્ગદર્શનની ખુબ આવશ્યકતા રહે છે. રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને આ પ્રવાહ પસંદગીની વિડંબના અને કયા પ્રવાહમાં જવાથી કઈ પ્રકારની કારકીર્દી ઘડી શકાય, તે અંગેનું સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ટીમ સાથે આ લોકડાઉનના સમયમાં ફેસબૂક અને યુ-ટ્યુબના માધ્યમથી ઘરબેઠા વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના સમાધાન માટે નિ:શુલ્ક ઓનલાઈન પેનલ ડિસ્કશનનુ આયોજન કરવામાં આવ્યુ છે.  હવે જયારે ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ જાહેર થશે, ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ કયા પ્રવાહમાં પ્રવેશ લેવો તે કારકીર્દી લક્ષી અનેક મુંજવતા પ્રશ્નો ઉદભવતા હોય છે. આ પ્રશ્નોના તજજ્ઞો દ્વારા નિરાકરણ આવે તો તેનાથી ઉતમ બીજુ શું હોય? આ લોકડાઉનના સમયમાં ફેસબૂક અને યુ-ટ્યુબના માધ્યમથી ઘરબેઠા વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના સમાધાન માટે ઓનલાઈન પેનલ ડિસ્કશનનું આયોજન આગામી તારીખ ૨૪ મે, ૨૦૨૦ રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ તેમજ જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ પર લાઇવ કરવામાં આવશે.

આ પેનલ ડિસ્કશનમાં નિષ્ણાત તરીકે સ્પીપા રાજકોટના નાયબ નિયામક શૈલેશભાઇ સગપરીયા, આઇઆઇટીઇ ગાંધીનગરના સેન્ટર ફોર એકસટેન્શન સ્ટડીસના ડાયરેકટર મેહુલભાઇ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એમબીએ ભવનના એસોસીએટ પ્રોફેસર હિતેષભાઇ શુકલ અને બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સીપાલ ડો. એસ. બી. જાડેજા જોડાશે. જયારે આ સમગ્ર પેનલ ડિસ્કશનનુ સુકાન જાણીતા શિક્ષણવિદ, કેળવણીકાર અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશનના ચેરમેન ડી. વી. મહેતા સંભાળશે.

નિષ્ણાતોના પરિચયમાં શૈલેશભાઇ સગપરીયા, કે જેઓ સ્પીપા રાજકોટના નાયબ નિયામક છે. તેઓ રાજકોટ ખાતે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા)માં કલાસ-૧ અધિકારી તરીકે ફરજ બજાવે છે. સ્પીપામાં સરકારી અધિકારીઓને અને યુપીએસસી પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમો આપવામાં આવે છે. શૈલેષભાઇ ગુજરાતી ભાષાના સારા લેખક છે, તેમના ઘણા પુસ્તકો બેસ્ટ સેલર બન્યા છે. તેઓ સારા વકતા પણ છે. તેઓ ગુજરાતભરમાં વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમોમાં વિષય નિષ્ણાત તરીકે અને મોટીવેશનલ સ્પીકર તરીકે વકતવ્યો આપવા માટે ખુબ જાણીતા છે. વિવિધ સોશીયલ મિડિયા પર તેમનો બહોળો ફેન ફોલોંવીંગ છે અને દરેક ઉમરના લોકો તેમની ફેસબુક પોસ્ટના પ્રતિભાવો જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

આ પેનલ ડિસ્કશનમાં મોડરેટર તરીકે જાણીતા શિક્ષણવિદ, કેળવણીકાર અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશનના ચેરમેન ડી. વી. મહેતા સુકાન સંભાળશે, જેઓ એક શિક્ષણવિદ ઉપરાંત વાલીઓના સંપર્કમાં રહેતા હોવાથી તેમને મુંજવતા પ્રશ્નો પ્રત્યે પણ તેટલા જ ચિંતિત હોય છે, તેથી તેઓ વાલીઓના અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપશે. આ લાઇવ પેનલ ડિસ્કશન ફેસબુક પેઇજમાં ચાલશે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના પ્રશ્નો કોમેન્ટ સેકશનમાં રજુ કરી શકશે, જેના ઉત્તરો આપવા નિષ્ણાતો પ્રયત્ન કરશે.

આવતીકાલથી ‘અનલોક યોગા ટેલેન્ટ’ના ઓનલાઈન પાઠ ભણાવાશે

હાલમાં પ્રવર્તમાન વૈશ્વિક સમસ્યા કોવિડ-૧૯ મહામારીના પગલે સમગ્ર દેશ લોકડાઉનના બંધનમાં બંધાયેલા છે, આવા સમયમાં સ્વાભાવિકપણે બાળકોને ઉનાળુ વેકેશન દરમિયાન દર વર્ષની માફક વિવિધ પ્રવૃતિઓ શીખવાનો વિકલ્પ બંધ યેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિવિધ વિષય નિષ્ણાતોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ માટે ધર બેઠા ઓનલાઈન સમર એકટીવીટી શીખવા માટેના નિ:શુલ્ક વર્ગોના આયોજન કરવામાં આવેલ છે.

અનલોક યોર ટેલેન્ટ શિર્ષક હેઠળ આયોજીત આ ઓનલાઈન સમર એક્ટીવીટીમાં ધોરણ ૩ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વયજુને ધ્યાનમાં રાખીને તેમની ક્ષમતા અનુસાર ઘર બેઠા બાળકોને તેમની મનપસંદ પ્રવૃતિઓ શિખવા અને માણવાનો આનંદ મળી શકે તે માટે તારીખ ૨૫ મે ૨૦૨૦ થી ૩૦ મે ૨૦૨૦ દરમિયાન જે-તે વિષયોના નિષ્ણાત દ્વારા ઓનલાઈન પ્રવૃતિઓ શિખવાડવામાં આવશે. જેમાં યોગાસનો, આર્ટમાં વિવિધ પ્રકારના ડ્રોઈંગ-ક્રાફટ, કંઠય અને વાદ્ય સંગીત, ઝુમ્બા ડાન્સ, ઈન્ટરનેશનલ ડાન્સ સ્ટાઈલ્સ અને ફિટનેસ એકસરસાઈઝ જેવી અનેક પ્રવૃતિઓનો લાભ બાળકો લઈ શકશે. આ માટે અહીં આપેલ લીંક પર વીઝીટ કરીને રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.

આ તમામ ઓનલાઇન પ્રવૃતિઓ તદન નિ:શુલ્ક હોય તેનો કોઇપણ બાળક (શાળાનો વિદ્યાર્થી હોવુ જરુરી ની) લાભ લઈ શકે છે. તારીખ ૨૩ થી ૩૦ મે દરમિયાન ધોરણ ૦૫ થી ૦૮ ના વિદ્યાર્થીઓ માટે અમર લાંબા દ્વારા રાગ અને વોઈસ મોડયુલેશનના આધાર પર ભારતીય શાથીય સંગીતની સમજ આપવામાં આવશે. ૨૩ થી ૨૫ મે દરમિયાન પરાગ નિર્મલ દ્વારા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ શિખવવામાં આવશે. ભગિર બારોટ દ્વારા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે કલર ટેકનિક અને ગ્લાસ પેઇંન્ટીંગ ના ઓનલાઈન વર્ગો તારીખ ૨૩ થી ૨૯ મે દરમિયાન રહેશે. કાજલ  રાઠોડ દ્વારા આંખોની તેજસ્વીતા માટે યોગ અને તંદુરસ્તી માટે પ્રાણાયામનુ શિક્ષણ ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓને તારીખ  ૨૭ થી ૨૯ મે દરમિયાન આપવામાં આવશે.

૨૪ થી ૩૦ મે દરમિયાન ફિટનેસ ટ્રેનર વિવેક જ્યોર્જ દ્વારા ધોરણ ૦૫ થી ૦૮ના વિદ્યાર્થીઓ માટે કાર્ડીઓ, બોડી ફેટ, સ્ટ્રેન્ અને શારીરીક તંદુરસ્તી વધારવા માટે વિવિધ કસરતો શિખવવામાં આવશે. ત્રીષ્ના વિરાણી તારીખ ૨૪ થી ૨૮ મે દરમિયાન ધોરણ ૦૫ થી ૦૮ના વિદ્યાર્થીઓને વિવિધ આર્ટ જેમકે વોટરફોલ કાર્ડ, સ્ક્રેપ બુક બનાવવી અને એક્સપ્લોઝન બોક્સ બનાવતા શિખવશે. ધોરણ ૦૫ થી ૦૮ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ઝુમ્બા ડાન્સના ઓનલાઈન વર્ગો તારીખ ૨૩ થી ૨૬ મે દરમિયાન જાનવી પટેલ દ્વારા લેવામાં આવશે. જય બાબરીયા દ્વારા ઈન્ટરનેશલ યુનિક ડાન્સ સ્ટાઈલના વર્ગો તારીખ ૨૭ થી ૩૦ મે દરમિયાન ધોરણ ૦૫ થી ૦૮ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યા છે. જ્યારે નિરજ ર્મક દ્વારા તારીખ ૨૫ થી ૨૯ મે દરમિયાન ધોરણ ૦૩ થી ૦૮ના વિદ્યાર્થીઓ માટે ડ્રમ શિખવવામાં આવશે, આ વર્ગની વિશેષતા છે કે જેમની પાસે ડ્રમ ની તેને એપલીકેશન ડાઉનલોડ કરીને શિખવવામાં આવશે, જે બાળકોને રોમાંચીત કરનારુ રહેશે. રીંકી શેટ્ટી તારીખ ૨૩ થી ૨૬ મે દરમિયાન ધોરણ ૦૫ થી ૦૮ ના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ઝુમ્બા ડાન્સ શિખવશે. આ તમામ પ્રવૃતિઓનું વિદ્યાર્થીઓની વયજુ મુજબ અલગ-અલગ સમયમાં વિભાજન કરવામાં આવ્યુ છે.

ઓનલાઈન વર્ગોમાં ૧૦૦% હાજરી  આપનાર વિદ્યાર્થીઓને ઈ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.  આ ઓનલાઈન સમર એક્ટીવીટીના સફળ આયોજન માટે સંસના ચેરમેન ડી. વી. મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલના સેકશન હેડ શ્રીકાંત તન્ના, સ્પોર્ટસ એન્ડ કલ્ચરર હેડ મનિન્દર કૌર કેશપ, કાજલ શુકલ, હિના દોશી, તેમજ જય ઇન્ટરનેશનલ સ્કૂલના સેકશન હેડ વિપુલ ઘન્વા, અને પ્રજ્ઞાબેન દવે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.