લોકડાઉનમાં ‘ફિશ ફૂડ’નું શું…..?

58

ફિશ ફુડ લેવો  અમદાવાદ જવું પડતું હોય જીવદયાપ્રેમીઓ હતાશ

રાજકોટમાં નિત જવા શોખ લોકો પોતે પાળી રહ્યા છે જેમાં ડોગ-બર્ડની સાથે વિવિધ રંગબેરંગી માછલીઓ પણ પામી રહ્યા છે. પ૦ રૂ.થી લઇને પ૦૦ રૂ. સુધી વિદેશની રંગબેરંગી માછલીઓ પાળી રહ્યા છે એક અંદાજ મુજબ શહેરમાં પાંચ હજાર વધુ લોકો પોતાનાં ઘરમાં માછલીઘર રાખે છે. લોકડાઉનના પગલે તેમના ખોરાક બાબતની સ્ટોક ખલાસ થવાની મુશ્કેલી ઉભી થઇ છે. હાલ શહેરમાં ૧૦ પેટ શોપ છે. પણ તે બંધ હોવાથી માછલીનાં ખોરાક બાબતે તેના પાઇનારની મુશ્કેલી વધી છે. આવશ્યક ચીજવસ્તુની દુકાન ખુલ્લી રખાઇ છે તેમ એક બે કલાક ખાવા પેટે શોપ ખુલ્લા રાખવાની તંત્રએ મંજુરી આપવી જોઇએ તેમ પેટ શોપના માલિકો વિનંતી કરી રહ્યા છે. હાલ ફિશ શોખીનો હેરાન થઇ રહ્યા છે ને પેટ શોપમાં માલ ખૂટી પડયો છે. ત્યારે આવી મુશ્કેલીમાં અબતક સાથેની વાતચિતમાં ડોડીયા પેટ શોપના રણજીત ડોડીયાએ જણાવેલ કે શહેમાં આ ફિશ ફુડના કોઇ સ્ટોકિસ્ટ નથી બહારના રાજયમાંથી ફૂડ આવતું હોય છે. પણ હાલ લોકડાઉનથી તે આવવાનું બંધ થયું છે. હવે તેનો એક જ રસ્તો છે તંત્ર જો આવા પેટ શોપને અમદાવાદ લેવા જવાની મંજુરી આપે તો ત્યાંથી મળી શકે તેમ છે. શહેરમાં હાલ ફિશ શોખીનો મરીન ફીશ ગોલ્ડ ફીશ, ગપ્પી, મૌલી, ટ્રેટાબીટ, કોયફીશ, શાર્ક, એન્જલ સાથે વિદેશીમાં ડિસકસ, ચીકલેટની વિવિધ જાતો પાળી રહ્વા છે.

માછલી શોખીનો પોતાના ઘરે શ્રેષ્ઠ માછલી ઘરમાં ઓકસિજન  લાઇટીંગ સાથે શ્રેષ્ઠ સુવિધા જેવું તમામ વાતાવરણ માછલી ઘરમાં પુરૂ પાડીને પૂરતા જતનથી લાલન પાલન કરતા હોય છે.

તેમના માટે તૈયાર ફિશફૂડ આવતુ હોવાથી એજ આપે છે પણ ફુડ મળતું બંધ થતાં માછલી શોખીનોની હાલત કફોડી થઇ છે.

Loading...