બિલ્ડરો માટે માઠી સર્જાઇ તેવો ઘાટ!

કબ્જો સોંપ્યા સુધીમાં ઘર ખરીદનાર રૂપિયા પરત મેળવવા હકકદાર!

ક્ધઝયુમર ફોરમનો મહત્વપૂર્ણ નિર્ણય

દેશનાં અર્થતંત્રને વિકસિત કરવા માટે સૌથી વધુ જો કોઈ અસરકર્તા હોય તો તે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડરો છે. લોકોનાં ઘરનાં ઘરનું સ્વપ્નને સાકાર કરવા માટે પણ બિલ્ડરો અત્યંત મદદરૂ પ થતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બિલ્ડરો ઉપર ઘણા પ્રકારની તવાઈ બોલાવવામાં આવી રહી છે જેમાં રેરા જેવા જટીલ કાયદાનાં કારણે અનેકવિધ બિલ્ડરોની હાલત પણ કફોડી બની છે. કેન્દ્ર સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રને બેઠુ કરવા માટે અનેકવિધ પ્રકારે બુસ્ટર ડોઝ આપવા માટે સજજ થયું છે ત્યારે નેશનલ ક્ધઝયુમર ફોરમે વધુ એક નિર્ણય લીધેલો છે જે બિલ્ડરો માટે માઠી સર્જાય તેવો સાબિત થશે.

જે કોઈ ઘર ખરીદનાર વ્યકિત ઘર ખરીદવા અથવા તો પઝેશન ન લેવા ઈચ્છે તો તેને બુકિંગ સિવાયની રકમ જે આપવામાં આવી હોય તે બિલ્ડરોને પરત કરવી ફરજીયાત છે. આ નિર્ણય બાદ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, બિલ્ડરોને આ નિર્ણયથી ખુબ જ ખરાબ અસર પહોંચશે. બીજી તરફ બિલ્ડરો પ્રોજેકટ પૂર્ણ કરવા માટે બેંકો પાસેથી લોન લઈ પ્રોજેકટો પુરા કરતા હોય છે પરંતુ જો કોઈ ઘર ખરીદનાર કબજો સોંપ્યા સુધીમાં ઘર ખરીદવાની કે કબજો લેવાની ના પાડે તો બિલ્ડરોએ તેના રૂ પિયા પરત આપવા ફરજીયાત છે. આ નિર્ણયથી બિલ્ડરોની આવકની સામે દેણામાં અનેકગણો વધારો થવાની પણ શકયતા જોવા મળી રહી છે. હાલ રિયલ એસ્ટેટ કંપની ઉપર અનેકવિધ પ્રકારે હકારાત્મક અસરો પણ જોવા મળી છે. નેશનલ ક્ધઝયુમર ફોરમ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે જે કોઈ ઘર ખરીદનાર લોકો તબકકાવાર નાણા બિલ્ડરોને આપ્યા હોય તો તે પણ તેઓને પરત મળવાપાત્ર છે. આ નિર્ણયથી બિલ્ડર જગતમાં ઉહાપો મચી જશે તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે.

નેશનલ ક્ધઝયુમર ડીસ્પ્યુટ રીડ્રેશલ કમિશન દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, મકાન બુક કરાવવા સમયે જે કોઈ ઘર ખરીદનાર લોકોએ બુકિંગ અમાઉન્ટ આપી હોય તે તેઓને મળવાપાત્ર રહેશે નહીં. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યકિત ૧.૬૮ કરોડ રૂ પિયાનો ફલેટ ખરીદવા માટેનો નિર્ધાર કર્યો હોય અને તે માટે બુકિંગ અમાઉન્ટ પેટે જો ૧૦ લાખ રૂ પિયા આપ્યા હોય અને એજ વ્યકિત જયારે કબજો લીધા પહેલા જ ઘર ખરીદવા અથવા તો ફલેટ ખરીદવાની ના પાડે તો જે-તે બિલ્ડરોએ ૧૦ લાખ સિવાયની આપેલી રકમ જે-તે વ્યકિતને મળવાપાત્ર હોય છે. બિલ્ડરો બુકિંગ અમાઉન્ટ બાદ જે ઘર ખરીદનાર લોકો અન્ય રકમ આપતા હોય છે તેના પર જ તેઓ અધુરા પ્રોજેકટને પૂર્ણ કરવા માટે કાર્ય કરે છે. આ સમયગાળામાં જો ઘર ખરીદનાર લોકો કબજો સ્વીકારવાની ના પાડે તો બિલ્ડરો ઉપર આફતનો પહાડ તુટી પડશે તેમાં સહેજ પણ મીનમેક નહીં.

Loading...