રાજકોટ રૂરલના નાયબ ઈજનેરના રંગરેલીયા પ્રકરણમાં ભીનુ સંકેલાયું ?

નાયબ ઈજનેરે કારસ્તાન આચર્યું ત્યારે તેમની કંટ્રોલરૂમમાં ફરજ ચાલુ હોવાની ચર્ચા: પીજીવીસીએલના મેનેજમેન્ટને ઓફિસીયલી હજુ કોઈ જાણ થઈ નથી

તાજેતરમાં પીજીવીસીએલ ના એક નાયબ ઈજનેર રંગરેલીયા કરતા પકડાઈ ગયા હતા અને તેઓને પાડોશીઓએ ભેગા થઈ લમધાર્યા પણ હતા. આ સમગ્ર કરતુત નાયબ ઈજનેરે ચાલુ ફરજ દરમિયાન કરી હોવાની પણ ચર્ચા જાગી છે. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં હાલ ભીનુ સંકેલાઈ ગયું હોવાના સંકેતો મળી રહ્યાં છે. રાજકોટ રૂરલની પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા એક નાયબ ઈજનેર રાજકોટ સિટી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના ઘરે રંગરેલીયા મનાવવા ગયા હોય પાડોશીઓએ જનતા રેડ પાડીને બન્નેને મેથીપાક ચખાડ્યો હતો. જો કે, રંગીન મિજાજી આ અધિકારી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યાં હતા. ચોંકાવનારી વિગતો પ્રમાણે પકડાયેલા બન્ને પીજીવીસીએલના કર્મીઓ પરણીત હતા. ઉપરાંત એવી પણ ચર્ચા થઈ રહી છે કે, નાયબ ઈજનેરે જ્યારે આ કરતુત કરતા પકડાયા ત્યારે તેઓની કંટ્રોલરૂમમાં ફરજ ચાલુ હતી. જો કે, બનાવ બન્યો ત્યારે મેનેજમેન્ટ સખત કાર્યવાહી કરવામાં આવે તેવા અણસાર મળી રહ્યાં હતા પરંતુ આ અંગે જ્યારે મેનેજમેન્ટને પુછવામાં આવ્યું ત્યારે મેનેજમેન્ટે જણાવ્યું કે, હજુ અમને કોઈ ઓફિશીયલી જાણ થઈ નથી એટલે કાર્યવાહીની વાત જ આવતી નથી. આમ નાયબ ઈજનેરના રંગરેલીયા પ્રકરણમાં ભીનુ સંકેલાયું હોવાનું ધ્યાને આવ્યું છે.

Loading...