રેલવે ઈ-ટિકિટ કૌભાંડનો પર્દાફાશ: પાકિસ્તાન-દુબઈ સુધી છેડો

93

આતંકવાદ ફંડીંગ અને મની લોન્ડ્રીગનું કારસ્તાન પણ ખુલ્યું કરોડો રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરી દુબઈમાં બેઠેલા આકાઓને મોકલી દેવાયા

ભારતીય રેલવે પ્રોટેકશન ફોર્સ આરપીએફ દ્વારા અવેધ ટિકિટીંગના કૌભાંડનો પર્દાફાશ કરીને ઝારખંડમાંથી સોફટવેર ડેવલોપરને ઝડપી લઈ તપાસ કરતાં ઝડપાયેલો શખ્સ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈના કેટલાક દેશદ્રોહી તત્ત્વો સાથે જોડાઈને ટેરર ફાયનાન્સીંગનું નેટવર્ક ચલાવતો હોવાનો પર્દાફાશ થયો છે. આરપીએફએ ભુનેશ્વરમાંથી ગુલામ મુસ્તુફા-૨૮ નામના શખ્સને ઝડપી લઈ તપાસ કરતાં આખી ટીમ તેના માટે કાર્ય કરતી હોવાનું બહાર આવ્યું છે. ૨૦૧૫માં બેંગ્લોરમાં ટિકિટ કાઉન્ટરી કારકિર્દી શરૂ કરનાર ગુલામ મુસ્તુફા ત્યારપછી ઈ-ટિકિટ અને અવેધ સોફટવેરના ગોરખધંધામાં પડી ગયો હોવાનું આરપીએફએ જણાવ્યું હતું.

૧૦ દિવસી આ પ્રકરણમાં આઈબી સ્પેશીયલ બ્યુરો, ઈડી, એનઆઈએ, કર્ણાટક પોલીસ મુસ્તુફાની તપાસ કરી મનીલોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સીયલ અંગે તપાસ કરી રહી હોવાનું આરપીએફના આઈજી અરૂણકુમારે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુસ્તુફા પાસે ૫૬૩ વ્યક્તિઓની આઈઆરસીટીસી યુઝર આઈડી અને ૨૪૦૦ એસબીઆઈ બ્રાન્ચ અને ૬૦૦ પ્રાદેશિક ગ્રામિણ બેંકોની બ્રાંચોનું લીસ્ટ હતું. જ્યાં તે શંકાસ્પદ ખાતાઓ ધરાવે છે. મુસ્તુફા પાસે ખાસ પ્રકારના સોફટવેર અને તેના લેપટોપમાંથી હેકિંગ સિસ્ટમ મળી આવી હતી. આ રેકેટમાં દેશભરમાં અલગ અલગ શાખા ધરાવતી અને વિદેશમાં પણ એક નેટવર્ક ધરાવતી સોફટવેર કંપનીની સંડોવણી ખુલી છે.

આરપીએફ ડીસી અરૂણકુમારે સોફટવેર કંપનીનું નામ આપ્યા વગર જણાવ્યું હતું કે, આ કંપની સિંગાપુરમાં યેલ મનીલોડરિંગ  કેસમાં સંડોવાયેલી છે. મુસ્તુફાના ફોનમાંથી પાકિસ્તાની, બાંગ્લાદેશી, મધ્ય-પૂર્વ, ઈન્ડોનેશિયન અને નેપાલી અસંખ્ય ફોન નંબર ઉપરાંત છ ભેદી નંબરો અને તેની પાસેી બનાવટી આધારકાર્ડ માટેની એક લીંક પણ મળી આવી હતી.

મુસ્તુફાના લેપટોપની તપાસમાં તે પાકિસ્તાનમાં સ્થિત ધાર્મિક સંસ્થાનો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. મુસ્તુફાની ડિજીટલ ફૂટપ્રિન્ટ સરકારી વેબસાઈટમાંથી મળી આવી છે. હમીદ અશરફ નામનો આરપીએફ અધિકારી આ રેકેટનું માસ્ટર માઈન હોવાનું અને મહિનાના દસ થી પંદર કરોડ રૂપિયાની આવક રડતો હોવાનું બહાર આવ્યું છે. અશરફ પણ સોફટવેર ડેવલોપર છે અને તેણે ૨૦૧૯માં ઉત્તરપ્રદેશના ગોડાં જિલ્લામાં શાળામાં બોમ્બ ધડાકો કર્યો હતો અને અત્યારે તે દુબઈ ભાગી ગયો છે. આરપીએફના હો પકડાયેલ આ જુથ નાણાનું ટર્નઓવર ઉભુ કરીને ટેરર ફાયનાન્સીંગની પ્રવૃતિ કરતા હતાં. ઝડપાયેલા શખ્સોની તપાસ દરમિયાન મની લોડરિંગ અને ટેરર ફાયનાન્સનો પર્દાફાશ થયો હતો.

આખા ઓપરેશનની વિગતો આપતા ડીજીએ જણાવ્યું હતું કે, અશરફ એક આખી ટીમ ચલાવી કલાઉડ હોસ્ટેડ સર્વરના વિક્રતાઓ કે જેઓ રૂપિયાનો વહિવટ કરીને અલગ-અલગ હવાલા ખાતાઓ મારફત હમીદને રોકડ નાણાના અને ક્રિપ્ટો કરન્સીના રૂપમાં નાણા મોકલી દેતા હતા. અન્ય ૨૦૦ થી ૩૦૦ વિક્રેતાઓ કે જેઓ ડેવલોપર પાસેી સોફટવેર ખરીદીને એજન્ટોને મોકલી દેતા હતો. એક ટૂકડીના ૨૦ આઈડીના જુ દ્વારા પ્રતિ મહિને ૨૮ હજાર રૂપિયા તેમની આઈડીના માધ્યમી સોફટવેર એજન્ટોને નેટવર્કમાં મહિનાનો ૧૦ થી ૧૫ કરોડ રૂપિયાનું કાળુનાણુ ફેરવવામાં આવતું હતું. તપાસનીશ એજન્સીએ હવે આ એજન્સીમાં સંડોવાયેલ ગુરૂજી નામના જુથ અને નાણાકીય હેરફેર કરનારી ગેંગને શોધી રહી છે. પોલીસે યુગોસવાલિયાના નંબરનો ઉપયોગ કરતી આ વ્યક્તિની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. ગુરૂજીને ૭૧ ટ્રાજેકશનના માધ્યમી મુસ્તુફાએ અત્યાર સુધી એએનએમએસ, આરઆરસીટીસી, લોગીંગ, કેપચા, બુકિંગ કેપચા અને બેંક ઓટીપીનો ટિકિટો મેળવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે અસલ સોફટવેરના ઉપયોગી ટિકિટ બુકિંગ માટે ૨.૫૫ મિનિટનો સમય લાગે છે. જ્યારે નકલી સોફટવેરી ૧.૪૮ મિનિટમાં જ ટિકિટ બુકિંગ થઈ જતી હોવાી ઝડપી ટિકિટ બુકિંગ થઈ જાય છે. યુઝર આઈડીનો અને ડેટાનો ઉપયોગ કરીને આ ગેંગ સૌથી વધુ કનફોર્મ ટિકિટો મેળવી લેતી હતી.

  • બજેટમાં સૌથી વધુ “હિસ્સો રેલવે લઇ જશે!

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં ચાલી રહેલા સૌથી મોટા સાર્વજનિક પરિવહન ક્ષેત્ર રેલ તંત્ર પણ દુનિયાના કેટલાક વિશાળ નેટવર્ક પૈકીનું એક ગણવામાં આવે છે. ૨૦૧૬ પૂર્વે ભારતમાં કેન્દ્રિય સામાન્ય બજેટ અને રેલવે બજેટ અલગ-અલગ પ્રસ્તુત કરવાની પ્રથા હતી હવે બજેટમાં એકિકરણ કરીને રેલવે બજેટને પણ સામાન્ય બજેટમાં સમાવી લેવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ૧લી ફેબ્રુઆરીએ રજુ કરનારા સામાન્ય બજેટમાં રેલવેને ભાગે ખર્ચ માટે રૂા.૧.૭૦ કરોડની જંગી ફાળવણી થાય તેવી આશા સેવાઈ રહી છે. રેલવેના વરિષ્ઠ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવેને ગયા વર્ષમાં ખર્ચ ખાતે ૧.૬૦ લાખ કરોડ ફાળવવામાં આવી હતી. જયારે આ વર્ષે સંવિત રીતે ૧.૪૮ લાખ કરોડનો અંદાજો લગાવવામાં આવ્યો છે એમ આ વર્ષે રેલવે ૧.૭૦ અથવા ૧.૭૫ લાખ કરોડનો ખર્ચ કુલ ભંડોળમાંથી કરશે. રેલવેના અંદાજીય સીમાનો વ્યાપ પણ આ વર્ષે વધારવામાં આવે તેવું દેખાય રહ્યું છે. અગાઉના વર્ષોમાં ૬૫,૮૩૭ કરોડની જગ્યાએ આ વખતે સંભવિત ૭૦ હજાર કરોડ રૂપિયા સુધી વધારવામાં આવશે. ૨૦૧૮-૧૯ના બજેટમાં રેલવે માટે ૧.૪૮ લાખ કરોડના ખર્ચ સામે ૫૦૮૮ કરોડ ફાળવવામાં આવ્યા હતા. રેલવે મંત્રાલયના અધિકારી સુત્રાએ જણાવ્યું હતું કે, રેલવેના આંતર

માળખાકિય વિકાસ માટે ૨૦૧૮-૩૦ના સમયગાળા માટે કુલ ૫૦ લાખ કરોડનું થનારું રોકાણ આ બજેટમાં ગોઠવણ કરવામાં આવશે. બજેટમાં સિગ્નલના આધુનિકરણ, નવી લાઈનોના બાંધકામ, ડબલ અનેક સ્તરીય ટ્રેક, પરિવહન ક્ષમતા અને ટેલીકોમની સુવિધા વધારવા ઉપર ધ્યાન આપવામાં આવશે. આ બજેટમાં તેજસ એકસપ્રેસ અને વંદે ભારત એકસપ્રેસ જેવી નવી સુવિધાઓની જાહેરાત પણ કરવામાં આવશે. આઝાદીકાળથી ભારતમાં રેલવે અને કેન્દ્ર બજેટ અલગ-અલગ રજુ કરવાની પ્રથા હતી. ૨૦૧૬ સુધી આ વ્યવસ્થા અકબંધ જાળવવામાં આવી હતી પરંતુ ૨૦૧૬માં નાણામંત્રી અરૂણ જેટલીએ ૯૨ વર્ષ જુની આ વ્યવસ્થાનો અંત લાવીને બંને બજેટનું એકીકરણ કરીને સામાન્ય બજેટમાં રેલવેને સમાવી લેવાની પ્રથા શરૂ થઈ છે.

વેસ્ટર્ન રેલવેએ ફક્ત ૯ મહિનામાં ‘ખુદાબક્ષો’ પાસેથી ૧૦૪ કરોડ વસૂલ્યા!

દેશ માટે દરેક લોકોનું પરીવહન શકય બની શકતું હોય તો તે રેલવે છે ત્યારે રેલવે ઘણીખરી ખોટનો સામનો કરતું હોય તેવું લાગી રહ્યું છે. રેલવેએ ગત ૯ માસમાં જ ૧૦૪ કરોડ રૂપિયાની વસુલાત કરી હોવાનું સામે આવ્યું છે. આંકડાકિય માહિતી મુજબ એપ્રિલથી ડિસેમ્બર-૨૦૧૯ દરમિયાન કુલ ૨૧.૩૩ લાખ કેસો નોંધાયા હતા જેમાં ઈ-રેગ્યુલર ટ્રાવેલીંગ, ટીકીટ વગર મુસાફરી, માલ-સામાનનું બુકિંગ નહિવત સહિતનાં અનેક મુદાઓ ધ્યાન પર લઈ રેલવે પોલીસે અને પશ્ર્ચિમ રેલવે સાથે મળી કેસોને સોલ્વ કરી ૧૦૪ કરોડની જંગી વસુલાત કરી હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં કુલ

૮ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. પશ્ર્ચિમ રેલવેએ ૨૨૧૯ ભિખારીઓ તથા ૪૭૧૧ હોકરો કે જેઓએ તેમની નોંધણી ન કરાવી હોય તેવા સર્વેને ઓળખી તેની પુછપરછ કરી કુલ ૧૧૩૪ લોકોને જેલ હવાલે કર્યા હતા. ડિસેમ્બર-૨૦૧૯માં ટિકિટ વગર મુસાફરી કરતા ૨.૧૩ લાખ કેસોમાંથી ૧૦.૧૪ કરોડની વસુલાત કરવામાં આવી છે જેમાં ડિસેમ્બર માસમાં જ પશ્ર્ચિમ રેલવેએ ૧૫૧ ભિખારીઓ અને ૫૯૩ વણનોંધાયેલા હોકરોને પકડી પાડયા હતા અને તેમાંથી ૧૧૫ લોકોને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા. એપ્રિલથી ડિસેમ્બર-૨૦૧૯ દરમિયાન પશ્ર્ચિમ રેલવે દ્વારા ૨૧૨૪ કેસોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ૧૮૨૧ લોકોને રેલવે એકટ પ્રમાણે પકડી પાડવામાં આવ્યા હતા અને વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Loading...