Abtak Media Google News

અનાજ, મીઠુ, ખાતર, સીમેન્ટ, કોલસો, સામાન્ય ચીજો સહિતની વસ્તુ દેશના વિવિધ રાજ્યોમાં મોકલાઈ

૨૨ માર્ચ, ૨૦૨૦થી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ ૨૯ જૂન, ૨૦૨૦ સુધીમાં ૭,૭૭૩ ગુડ્ઝ ટ્રેનોના રેકલોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં પીઓએલની ૮૫૧, ખાતરની ૧૧૭૪, મીઠાની ૪૩૩, અનાજની ૮૧, સીમેન્ટની ૫૦૬, કોલસાની ૨૯૯, ક્ધટેનરોનાં ૩૯૧૯ અને સામાન્ય ચીજોનાં  ૩૮  રેક સહિત કુલ ૧૬.૨૧ મિલિયન ટન માલ ઉત્તર પૂર્વીય ક્ષેત્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યો છે. આ સિવાય, મિલેનિયમ પાર્સલવાન અને દૂધના વેગનનાં ૩૭૧ રેક વિવિધ આવશ્યક ચીજો જેમકે દવા, તબીબી કીટ, ફ્રોઝનફૂડ, મિલ્ક પાવડર અને પ્રવાહી દૂધના પરિવહન માટે ઉત્તર અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં મોકલવામાં આવ્યા હતા. કુલ ૧૫,૩૨૮ ગુડ્ઝ ટ્રેનો અન્ય ઝોનલ રેલ્વે સાથે જોડવામાં આવી, જેમાં ૭,૬૮૦ ટ્રેનો સોંપવામાં આવી અને ૭,૬૪૮ ટ્રેનોને પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, જમ્બોના ૧૦૨૧ રેક, બોક્સનના ૫૬૭ રેક અને બિટિપીએનના ૪૫૧ રેકો જેવા, મહત્વપૂર્ણ આવક રેક આ વર્તનશક્તિનો અભાવ હોવા છતાં, પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્થળોએ અનલોડ કરવામાં આવ્યા હતા.

૨૩ માર્ચથી ૨૯ જૂન, ૨૦૨૦ સુધીમાં, ૬૭ હજાર ટનથી વધુ વજનવાળી વસ્તુઓને પશ્ચિમ રેલ્વે દ્વારા પોતાની ૩૭૦ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા લઇ જવામાં આવ્યું. જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે રૂ .૨૧.૭૩ કરોડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.